1. isbn 979-8-88572-869-0.pdf
Page 1
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: 'Secrets for a Blissful Life' in Gujarati
Content: પરમહંસ નિત્યાનંદ
Page 2
Content: આ પુસ્તકમાં વર્ણવેલી મેડીટેશન પધ્ધતિઓનો ઉપયોગ લાઈફ બ્લીસ ફાઉન્ડેશન (LBF) ના માન્ય શિક્ષક તરફથી વ્યક્તિગત સૂચનોપછી જ કરવાનો છે. જો કોઈ LBF ના ધ્યાનના કાર્યક્રમમાં ભાગ લીધા વગર જ આ ધ્યાન પધ્ધતિઓનો પ્રયોગ કરશે તો તે પોતાના જોખમે જ કરશે. આ લેખક કે LBF આ કૃત્યના પરિણામો માટે કોઇ જવાબદાર નથી.
Content: પ્રકાશક :
Content: લાઈફ બ્લીસ ફાઉન્ડેશન
Content: કોપીરાઈટ - © ૨૦૦૯ - 'જીવન મુક્તિ' વર્ષ
Content: પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૦૯, ૨૦૦૦ પ્રત
Content: ISBN 13: 978-1-60607-075-8 ISBN 10: 1-60607-075-4
Content: Ebook ISBN: 979-8-88572-869-0
Content: સર્વ હક્કો આરક્ષિત છે. આ પ્રકાશનનો કોઇપણ ભાગની પ્રકાશકની લેખિત પરવાનગી વગર, મીકેનીકલ, ઇલેક્ટ્રોનીક, ફોટોકોપી, રેકોર્ડીંગ કે બીજા કોઇ સાધનો�ી નકલ કરવી, સ્ટોર કરવી, પ્રસારિત કરવી નહિ. આ પુસ્તકમાંની કોઇપણ માહિતીને વ્યક્તિગત રીતે ઉપયોગ કરો તો તમારા કાર્યો માટે લેખક અને પ્રકાશકની કોઇ જવાબદારી નથી.
Content: આ પુસ્તકના વેચાણની આવક ચેરિટીબલ પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવે છે.
Content: મુદ્રક : વાય. એસ. કોમ્પ્યુટર્સ, વડોદરા.
Page 3
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ પરમહંસ નિત્યાનંદ
Content: 'Secrets for a Blissful life' in Gujarati
Content: Paramhamsa Nithyananda
Content: લાઈફ્ બ્લીસ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત
Page 4
Content: જીવન મુક્તિ એટલે શું ?
Content: તમે અહીં છો, તેનો અર્થ એ થાય કે અસ્તિતત્વ તમને આ સ્વરેપમાં અહીં ઇરછે છે. તમે કોઇ અકસ્માત નથી, તમે એક ઘટના છો. તમે અસ્તિતત્વનો ચેતના ચમત્કાર છો. રખે માનતા કે હું તમારે હકારાત્મક વિચારસરણી શીખવું છું. આ ક્ફક્ત જીવનનું સરળ અને સાચું સત્ય છે. તમેને આ સત્યમાં શ્રદ્ધા હશે તો તમે જીવનને તેની શ્રેષ્ઠતામાં અનુભવવાનું શરૂ કરશો.
Content: શ્રેષ્ઠ જીવન એટલે આંતરિક જગત અને બાહ્ય જગતમાં સંઘર્ષવિહીન જીવન. અને જ હું જીવન મુક્તિ કહું છું. એટલે કે જે કંઇ છે તેની સાથના જોડાણની ભાવનાથી આંતરિક અને બાહ્ય જગત વચ્ચે અંતર રહિત સતત સુંદર અને સંવાદી રીતે જીવવું.
Content: મુક્ત જીવન માટે ચાર બાબતો આવશ્યક છે :
Content: શક્તિ : તમે જે કંઇ બદલાવ લાવી શકો તે માટેની ઊર્જા.
Content: બુદ્ધિ : જેને બદલવાની જરેરિયાત નથી તે સ્વીકારવાની સમજ તમારે જિંદગીમાં બધુ જે બદલવાનું હાનુ નથી તે જાણવાની સમજ, નહિતર તો તમે વસ્તુઓને માણવાને બદલે બદલવામાં જ અતિ વ્યસ્ત થઇ જશો કારણ કે તમે એવું માનો છો કે આખું જગત તમારી ઇચ્છા પ્રમાણેનુ થાય તો જ તે માણવા યોગ્ય બને.
Content: યુક્તિ : અસ્તિતત્વ એક સતત પરિવર્તનશીલ સ્વપ્ન છે એવી ઊંડી સમજ. જો તમે એ ખરા અર્થમાં સમજી જાવ કે અસ્તિતત્વ એ એક સતત પરિવર્તનશીલ સ્વપ્ન છે, તો તમે અંદરનું પરમ સમાધાન, પરમ આરામ અને શાંતિ પામશો.
Page 5
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: ગમે તેટલાં પ્રયત્ન કરો, ગમે તેટલું બદલો, આ અમિત અસ્તિત્વ સતત પરિવર્તન પામ્યા કરે છે.
Content: તમને આ સમજાય ત્યારે અચાનક તમે એક અપરિવર્તનશીલ કે જે અચલ છે તે નિત્યાનંદ, સનાતન આનંદ, સનાતન અપરિવર્તનશીલ સત્ય અને સનાતન શક્તિ સાથે જોડાણ પામો છો. સત્ય સાથેના જોડાણની આ અનુભૂતિને હું ભક્તિ કહું છું. આ ચોથું તત્વ છે.
Content: તમે જ્યારે આ ચાર બાબતોને અનુભવના સ્તર પર જીવનમાં વણી લ્યો છે ત્યારે તમે જીવન મુક્ત છો. જીવનમુક્તિનો પ્રકાશ તમારા દ્વાર પ્રસારિત થાય છે.
Content: તમે જેવા જીવન મુક્ત બનશો કે તરત જ તમારો શ્વાસ હજારો લોકોની ચેતનાને હંચોળાશે અને માનવીમાં તે સીધી રીતે માનવ ચેતનાથી દિવ્ય ચેતનાની ક્રાંતિ લાવશે.
Content: હું મારા અંતરતથી તમને આશીર્વાદ આપું છું : તમે બધા જીવનમુક્ત બનો. તમે બધા જીવનમુક્ત ફેલાવો, તમે બધા નિત્યાનંદ સનાતન-આનંદ પ્રસારો.
Content:
- પરમહંસ નિત્યાનંદ
Content: ધ્યાન શા માટે ?
Content: જીવનનું ખરું લક્ષ્ય શું છે ?
Content: જિંદગીનું તમારું અંતિમ ધ્યેય શું છે ? વધુ અથોપાર્જન ? સદા માટે યુવાન, તંદુરસ્ત અને સુંદર રહેવું ? દીર્ઘકાલિન સુખદ સંબંધો ? તમારી વ્યક્તિત્વને સધારવું ?
Content: જીવનમાં આપણને ખરેખર શું જોઈએછે એને શા માટે તેના વિશે આપણે ગંભીરતાપૂર્વક વિચારવાની આવશ્યકતા છે. જીવનનાં કેટલાંક પાયાનાં સત્યો સમજવાની આવશ્યકતા છે. જે આપણાં આખા જીવનને રેપાંતરિત કરી શકે છે.
Content: શા માટે આપણે ધન, સંબંધો કે નામ-કીર્તિ દ્વારા પરિપૂર્ણતા શોધીએ છીએ ? જ્યારે પરિપૂર્ણતા તો આપણી સહજ પ્રકૃતિ છે.
Content: બીજુ અગત્યનું સત્ય એ છે કે આપણે પરિપૂર્ણતા આવી ભૌતિક વસ્તુઓ મેળવવાથી પ્રાપ્ત કરી શકતા નથી.
Content: આપણે પરિપૂર્ણતાનો સ્રોત જીવલાવનીચ લઈ છે, જે જ્યારે આપણે પરિપૂર્ણતાનો સીધા જ શોધીએ છીએ ત્યારે સાથોસાથ ઈચ્છિત ભૌતિક વસ્તુઓ પણ આપણા પ્રતિ આકર્ષિત થાય છે. હા, અસ્તિત્વ એટલું સાદું છે કે, આ સત્ય છે એમ લાગે નહીં. અસ્તિત્વ ચમત્કારોથી ભરેલું છે. જીવનમાં અકસ્માતે કાઈ થતું નથી પ્રત્યેક ઘટના ચમત્કારનો आविષ्कાર છે.
Content: વારતવમાં આપણે સહુ આનંદની શોધમાં છીએ,અને ઘણી જુદી જુદી રીતોથી
Page 6
Content: આ શોધ કરીએ છીએ. આપણામાંના ૯૯ ટકા લોકોને એ ખબર નથી કે આનંદ એ જ આપણું સાચું ધ્યેય છે. આપણે આ જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ, આપણે બાહ્ય જગતમાં આનંદની શોધ કરીએ છીએ જે ખરેખર આપણી અંદર જ છે અને ઉજાગર થવા માટેની પ્રતિક્ષા કરે છે.
Content: એક નાની વાતા :
Content: એક સાંજે, એક વ્યક્તિ પોતાના ઘરના વરંડામાં કોઈ ચીજનો શોધવા મથામણ કરતો હતો. તેણી પત્નીએ તેને પૂછ્યું કે તે શું કરે છે. તેણે જવાબ આપ્યો કે એક સોનાનો સિક્કો તેનાથી પડી ગયો છે જેને તે શોધી રહ્યો છે. પત્ની પણ સિક્કો શોધવામાં જોડાઈ. થોડી વારમાં લગભગ બધાં પડોશીઓ એકઠા થઈ ગયા અને સહુ ખોવાયેલા સિક્કાને શોધવા લાગ્યાં.
Content: ઓચિંતા એક પડોશીએ પૂછ્યું, કે નિશ્ચિત કઈ જગ્યાએ તમારાથી સિક્કો પડી ગયો છે ? કેમ હજુ સુધી આપણને તે જડતો નથી ? પેલી વ્યક્તિએ જવાબ આપ્યો, ઓહ ! સિક્કો મારાથી ઘરમાં પડી ગયો છે. શોધવાના સહુએ ગુરુજન થઈને તેને પૂછ્યું, તો શા માટે આપણે અહીં શોધી રહ્યાં છીએ ? પેલા માણસે જવાબ આપ્યો, મુશ્કેલી એ છે કે મારા ઘરમાં દીવો નથી નેથી અહીં શેરીના દીવાના પ્રકાશમાં શોધવાનું શરે કર્યું.
Content: તદ્દન આજુ જ આપણે જીવનમાં કરતા હોઈએ છીએ. ખોટી જગ્યાએ જવાબો શોધવામાં આપણે નિષ્ણાત છીએ. આપણે આનંદને બહુ શોધીએ છીએ,પૈસામાં, સત્તામાં, સંબંધોમાં કે વિચારસરણીમાં. પરંતુ એક તદ્દન સ્પષ્ટ દિશા કે જે અંદરની તરફ છે ત્યાં દષ્ટિ કરતા નથી.
Content: આનંદ શું છે ?
Content: દરેક વ્યક્તિએ અત્યંત ખુશીની ક્ષણો જીંદગીમાં અનુભવી હોય છે, પરંતુ તે
Content: હંમેશા અમુક ચોક્કસ કારણે હોય છે અને એ ખુશી સદાકાળ માટે હોતી નથી, હંગામી હોય છે. અને જયારે પરિસ્થિતિ બદલાય છે કે ખુશીની આપણી સ્થિતિ દૂર થાય છે ત્યારે દુઃખ લાગે છે. કોઇપણ જાતના કારણ વગર અનુભવાતી ખુશી કે જે ક્યારેય પણ નાશ પામતી નથી તે જ સાચી અને નિત્ય ખુશી છે. આ જ આનંદ છે. અને આ આનંદ બાહ્ય જગત પર આધારિત નથી.
Content: ધ્યાન શું છે ?
Content: ધ્યાન એટલે વર્તમાન રાહમાં આનંદમાં હોવું. જ્યારે તમે વર્તમાન રાહમાં પૂર્ણ શાંતિમાં હો છો ત્યારે તમે ધ્યાનની અવસ્થામાં જ છો.
Content: તમારી જીંદગીની એવી કોઈ ક્ષણ યાદ કરો જયારે તમે અત્યંત સુંદર્ય અનુભવ્યું હોય. કદાચ તે એકદમ પર્વતની પછવાડેથી ઊગતો સૂર્ય હોય કે તમે પ્રથમ વખત જ મધુર સંગીતની એક ધૂન સાંભળી હોય ત્યારે તમે અચાનક જ તદ્દન સ્થિર અને અવાફ્ અને સ્થિર બની જાવ છો, એ સુંદર્યની ઉપસ્થિતિમાં તમે બીજું કંઇ વિચારી શકતા નથી. તમે સંપૂર્ણ મૌન વિશ્રામ અને વિચારવિહીન જાગૃત સ્થિતિમાં આવી જાવ છો અને તે સુંદરતામાં પૂરી રીતે ઓગળી જાવ છો તે ક્ષણ ધ્યાનની છે. થોડી પળો પછી ફરી તમારી આંતરિક વાતચીત શરે થઈ જાય છે. તમનું મન કહે છે, કેવો અદ્ભૂત સુંદરોદય ! જે ઘડીએ શબ્દો દેખાય છે તે જ ઘડીએ તમે ધ્યાનની બહાર આવી ગયા છો.
Content: તમે કાં તો વિચારી શકો છો કે કાં તો ધ્યાન કરી શકો છો. આ બેઉ એકી સાથે કરવું શક્ય નથી. ધ્યાન એટલે ફક્ત હોવું વર્તમાન ક્ષણનો કોઇપણ જાતના અવરોધ વિના અનુભવ કરવો.
Page 7
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: ધ્યાન શા માટે ?
Content: ત્રણ અવસ્થા છે કે જેમાં આપણે સતત રહેતા હોઈએ છીએ - જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને ઊંડી સુષુપ્ત અવસ્થા.
Content: જાગ્રત અવસ્થામાં તમારી પાસે તમારા 'હું'ની ચેતના તથા વિચારો હોય છે.
Content: સ્વપ્નની અવસ્થામાં વિચારો હોય છે પણ 'હું' ચેતના હોતી નથી.'હું' ચેતના ન હોવાને કારણે જ તમારો સ્વપ્નો પર કાબુ હોતો નથી.
Content: જ્યારે ઊંડી સુષુપ્ત અવસ્થા દરમ્યાન 'હું' ચેતના કે વિચારો આ બંને હોતા નથી. સામાન્ય રોજિંદી જિંદગીમાં તમે આ ત્રણેય અવસ્થાઓ વારાફરતી બદલ્યા કરો છો. તમે ગાઢ ઊંઘની ઇચ્છા રાખો છો અને ખલેલ વાળી સ્વપ્ન અવસ્થામાં સરી પડો છો. જ્યારે તમે જાગવા માંગો છો ત્યારે તમને ઊંઘ ચડી જાય છે.જેથી આ ત્રણ અવસ્થાઓ તમારા જીવનમાં થોડે ઘણે અંશે સંધર્ષની બની રહે છે.
Content: પરંતુ એક ચોથી અવસ્થા પણ છે જેનો આપણને અનુભવ નથી. તેને 'તુરિયા' અવસ્થા કહે છે. આ અવસ્થામાં 'હું' ચેતના તો રહે છે પણ વિચારો રહિતની,
Content: એટલે કે તમે જાગ્રત છો પણ તમારામાં વિચાર-પ્રવાહ નથી. આ અવસ્થાને વિચારવિહીન જાગ્રતિ કહે છે. બહુ ઓછા લોકોને જીવનમાં આવી અવસ્થાનો અનુભવ થાય છે. કેટલાક લોકો થોડી ક્ષણો માટે આવો અનુભવ કરે છે અને તરત જ પોતાની રોજિંદા જાગ્રત અવસ્થામાં પાછા આવી જાય છે.
Content: જ્યારે તમને ઓછ્યતો આધાત લાગે છે કે જ્યારે તમે પ્રકૃતિમાં સંપૂર્ણપણે વિશ્રામની સ્થિતિમાં પૂર્ણ મૌનમાં સરકી પડો છો ત્યારે શક્ય છે કે થોડી વાર માટે તમે આ વિચાર વિહીન જાગ્રતિનો અનુભવ કરો છો. આ વખતે તમારી ઓળખ 'હું' ચેતના જીવંત છે પરંતુ વિચારો ઉપસ્થિત નથી. આ ચોથી તુરિયા અવસ્થા છે.
Content: આપણી બધી શારીરિક અને માનસિક બિમારીઓ પોતાના મૂળ સ્વપ્નની અવસ્થામાં મૂડે છે. સ્વપ્ન અવસ્થા, ઊંડી સુષુપ્ત અને જાગ્રત અવસ્થામાં પ્રવેશવા અને વર્ચસ્વ જમાવવાનો શરે કરે છે. જો આપણી જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા પ્રવેશ કરે છે તો તે દિવાસ્વપ્નની સ્થિતિ બને છે કે જેમાં જે કંઇ આપણે ઇચ્છતા હોઈએ તેવી અનંત બાબતોની કલ્પનાની ભ્રમણાઓમાં સરી પડીએ છીએ. અને જો આપણી ગાઢ નિંદ્રાની અવસ્થામાં સ્વપ્નની અવસ્થાનો પ્રવેશ થાય છે તો આપણી ઊંઘ ખલેલ ગ્રસ્ત બને છે.
Content: રાત્રે કે દિવસે સ્વપ્ન અવસ્થા સતત રૂઢ આપણને ખલેલ પહોંચાડે છે. જ્યારે આપણી ગાઢ નિંદ્રાને સ્વપ્નાથી ખલેલ પહોંચે છે. ત્યારે તે લાંબાગાળાની થાક અને અનિદ્રાની તકલીફોમાં પરિણમે છે. અને જ્યારે આપણી જાગ્રત અવસ્થા સ્વપ્નાથી ખલેલ પામે છે ત્યારે આપણે આસપાસના જગત વિશેની મંદ જાગ્રતિ સાથે દિવાસ્વપ્નમાં રચતા હોઈએ છીએ.
Content: જાગ્રત અવસ્થા દરમ્યાન સ્વપ્ન અવસ્થા જેમ જેમ વધુને વધુ ઊંડી જાય છે તેમ તેમ આપણી જાગ્રતિની ચેતનાની સ્થિતિની આવર્તન સંખ્યા (ફ્રિકવન્સી)
Page 8
Content: ઘટતી જાય છે. ભલે આપણે માનવ શરીરમાં જીવતા હોઈએ પરંતુ ખરી માનવીય જિંદગી જીવતા નથી હોતા, જ્યારે ચેતનાની સ્થિતિ આ आवर्तन સંખ્યા (ફ્રિક્વન્સી) નીચે આવે છેત્યારે આપણે આપણા દ્વારા લેવાતા નિર્ણયોથી પૂરા વાકેફ હોતા નથી. આપણે કયા પ્રકારના શબ્દો વાપરીને છીએએ કે કેવું વિચારીએ છીએ તેનાથી પણ આપણે વાકેફ રહેતા નથી. આપણી અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને ખબર હોતી નથી.
Content: એ એવું કે આપણે ઘરમાં તો રહીએ છીએ પરંતુ ઘરની અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને કાંઈ ખબર નથી.
Content: તમને પ્રશ્ન થશે કે તમારે શા માટે ધ્યાન કરવું ? તમારી જાગ્રત અને સુષુપ્મ બન્ને અવસ્થાઓમાં ઊંડી સજાગતા લાવવા માટે ધ્યાનની આવશ્યકતા છે. ધ્યાનથી જાગ્રત અવસ્થામાં અને સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નાવસ્થા દાખલ થવાને બદલે તુરીયા એટલે કે આનંદપૂર્ણી અવસ્થા જાગ્રત અને સુષુપ્ત અવસ્થાઓમાં પ્રવેશ કરશે.
Content: ધ્યાનનો હેતુ એ છે કે છેવટે એક વખત માટે પણ આ ચોથી અવસ્થાનો અનુભવ કરવો. એક લખત જો આપણે આ ચોથી અવસ્થાનો અનુભવ કરી લઈએ તો પછી તેની વધુ ને વધુ અસર આપણે જાગ્રત અને સુષુપ્ત અવસ્થામાં ફેલાવી શકીએ. આપણી જાગ્રત અને ઊંડી સુષુપ્ત અવસ્થા પૂરી રીતે આ ચોથી તુરીયા અવસ્થાની અસર હેઠળ આવે તેને આપણે જીવનમુક્ત કહીએ છીએ.
Content: ધ્યાનના ફાયદા :
Content: ધ્યાનમાં તમને શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તરે રેપાંતરિત કરવાની શક્તિ છે.
Content: સ્વાસ્થ્ય ખરેખર શું છે ? શારીરિક સ્વાસ્થ્ય એટલે તમે ખાધેલો બધો ખોરાક
Content: તમે સારી રીતે પચાવી શકો છો અને તે તમારા શરીરનો હિસ્સો બને છે છે. માનસિક સ્વાસ્થ્યનો અર્થ એ છે કે તમે જે કોઈ વિચારો અને સમસ્યાઓનો સામનો કરો છો, તે પચાવી શકો છો અને તેના સ્પષ્ટ ઉકેલો લાવી શકો છો. બીજા શબ્દોમાં કહી એ તો માનસિક સંઘર્ષો વિનાની જિંદગી. આધ્યાત્મિક સ્વાસ્થ્ય એટલે બધા મહાન ઉપદેશો અને ઊંજીઓનો સ્વીકાર કરવો તેને પચાવવા અને જીવન મુક્તિ અનુભવવી. આ ત્રણેયનું હોવું એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય.
Content: શારીરિક સ્વાસ્થ્ય :
Content: ધ્યાન ઔષધનું પૂરક છે. ધ્યાનથી તમે તમારા લોહીનું દબાણ અને લોહીમાં સાકરના પ્રમાણને નિયમિત રાખી શકો છો.અને તમે શરીરની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો.ધ્યાનથી જૂના ચામડીની એલર્જી, દમ અને ઘૂંટણના દુઃખાવા જેવા હઠીલા રોગો પણ મટાડી શકો છો. ધ્યાનની શક્તિમાંથી કોઈ પણ રોગ છટકી શકે નહીં.
Content: માનસિક સ્વાસ્થ્ય - પ્રજ્ઞાની જાગૃતિ અને અંતઃદષ્ટિનાં પૂષ્પાંકુર ખીલવતાં
Content: માનસિક સ્તર પર ધ્યાનથી વિચારોની સ્પષ્ટતા વધે છે. ધ્યાન એકાગ્રતા અને સ્મરણશક્તિ સુધારવા માટે પ્રમાણસિદ્ધ રસ્તો છે. આ ઉપરાંત ધ્યાન તમારી બુદ્ધિથી પ્રજ્ઞા અને પ્રજ્ઞાથી અંતઃદષ્ટિ તરફ લઈ જાય છે.
Content: ધ્યાનથી તમે મનથી પાર, 'હોવું' - આસ્તત્વના સ્તર પર જઈએ છો. જ્યાં કોઈ બંધનો નથી. તમારી સંપૂર્ણ સંભાવનાને ચકાસવા માટે તમે સ્વતંત્ર છો. તેથી જ ધ્યાનને લીધે તમે અચાનક જ આસપાસના જગત સાથે હળવાશ અનુભવો છે અને આવનારી પરિસ્થિતિઓને પહોંચી વળવા શ્રદ્ધાવાન અને સક્ષમ બનો છો.
Content: તમે તમારી તત્ક્ષણ સહજ સ્વયંસ્ફુર્તિની પુનઃપ્રાપ્તિ કરો છો.
Page 9
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: સ્વयं-ઉપચારક (સેલ્ફ હીલીંગ) વિચારો :
Content: તમારી પાસે આરોગ્યની દ્રષ્ટિએ તંદુરસ્ત શરીર હશે. તેનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણ પણે સ્વસ્થ છો. અસલમાં હું લાખો લોકોને જોયા પછીના મારા અનુભવમાંથી હું કહી શકું છું કે, જે લોકોને પોતાના શરીરતંત્રની સ્વયં ઉપચારક સ્પષ્ટતા નથી હોતી તેમાંના ૮૦ પ્રતિશત લોકો કદાચિ પોતાની શારીરિક સ્વસ્થતા જાળવી રાખવા સક્ષમ હતા નથી. હું જ્યારે 'સ્વયં-ઉપચારક સ્પષ્ટતા' કહું છું. ત્યારે એ કહેવા માંગું છું કે, જ્યારે પણ હતાશા તમારી ચેતનાના પર કબજો કરવાની કોશિશ કરે ત્યારે હતાશામાંથી જાતને બહાર લાવવાની તમારી સ્પષ્ટતા અને સમજણ.
Content: કોઈક ધ્યાનના કાર્યક્રમ અને આધ્યાત્મિક અભ્યાસ સાથે જોડાયેલ લોકોના એક જૂથ પર મેં એક સંશોધન - અભ્યાસ હાથ ધર્યો હતો. મેં તેમને ૨૦ મિનિટ દરમિયાન જે કાંઈ તેમના મનમાં આવે તે કોઈપણ જાતના ફેરફાર કે સુધારા કર્યા વિના લખવાનું કહ્યુંં. પછી મેં એવા લોકોના બીજા જૂથને જે જોયું ક્યારેય આધ્યાત્મિકતાના સંપર્કમાં આવ્યા ન હતા. તેમને પણ ૨૦ મિનિટ માટે તેમના મનમાં જે કાંઈ આવે તે કોઈપણ જાતના ફેરફાર કે સુધારા વિના લખવાનું કહ્યુંં. આ અભ્યાસના પરિણામો આઘાતજનક હતા.
Content: જે લોકો આધ્યાત્મિક સંસર્ગમાં આવ્યા ન હતા તેવા લોકોએ જો એક સો વિચારો લખ્યા હતા તો તેમાંના ૮૦ વિચારો વધુને વધુ હતાશા સૂચક હતા. ફક્ત ૨૦ વિચારો જ સ્વયં સ્વાસ્થ્યકારક હતા કે જે તેમને હતાશામાંથી બહાર કાઢી શકે. જ્યારે જે લોકો આધ્યાત્મિકતા અને ધ્યાનના સંસર્ગમાં આવ્યા હતા તે જૂથમાં મેં જોયું કે તેમના ૫૦ પ્રતિશત વિચારો 'સ્વયં ઉપચારક' હતા. માત્ર ૪૦ પ્રતિશત વિચારો તેમને હતાશા પ્રતિ લઈ જનારા હતા.
Content: ધ્યાનની આ જ અસર છે ધ્યાન તમને સર્વાંગી (હોલિસ્ટિક) સ્વાસ્થ્યની સ્થિતિમાં રાખે છે.
Content: જ્ઞાન-હતાશાને જીતવાનું શસ્ત્ર:
Content: ધ્યાન એટલે સત્ય સમજવાનું અને તે પ્રમાણે જીવન અનુભવવાનું. સત્યની સમજ કે જેને હું જ્ઞાન-શાસ્ત્ર કે શાસ્ત્ર-શાસ્ત્ર કહું છું શાસ્ત્ર એટલે સત્ય અને શાસ્ત્ર એટલે આયુધ જ્ઞાનના આયુધો સત્યના છે જે તમારી આંતરિક હતાશાનો નાશ કરી શકે છે. તમારી પાસે શાસ્ત્ર-શાસ્ત્રો જેટલા વધારે તેટલા વધારે પ્રમાણમાં હતાશા તમારાથી ડરશે. તમારી પાસે જો તમારું સેન્સ્ય વિશાળ હોય તો સ્વાભાવિક છે કે શત્રુ દેશ તમારા પર આક્રમણ કરતા ડરશે. તમારો શાસ્ત્રોનો ભંડાર જોઈને જ બીજો દેશ તમારા પર હમલો કરતા પહેલાં બે વાર વિચાર કરશે. એજ રીતે તમે જો તમારી અંદર સ્વયં સ્વાસ્થ્યકારક વિચારો એકત્રિત કરશો તો હતાશા તમારી સન્મીપ આવતાં વધુ ને વધુ ડરશે.
Content: સ્વાતંત્ર્ય:
Content: ધ્યાનથી તમે જીવન ખુબજ સુંદર રીતે વધારે સ્પષ્ટતા સાથે અને વધારે ઘનિષ્ઠ રીતે માણી શકશો. તમે વધુ જાગૃત બનશો, વધુ સર્જનાત્મક બનશો અને આંતરિક રીતે તમે ઊંડું અસ્પષ્ટિત મૌન અનુભવશો. તમે હવે કર્તા નહીં રહો તમે હવે કર્તા ને જોનારા બની રહેશો. ધ્યાનનું આ ગુઢ રહસ્ય છે. દ્રષ્ટા બનવું એટલે તમારા પોતાના વર્તન અને લાગણીઓના સાક્ષી બનવું.
Content: જેવા તમે સજાગ બનો છો કે જે જ વસ્તુઓ છે તે ખરેખર તમે નથી. કે જે કોધ અનુભવ કે પીડા કે હતાશાની લાગણી અનુભવ છે તે ખરેખર તમે નથી. કે તમે તે અસાધારણ સ્વાતંત્ર્યની અનુભૂતિ કરો છો.
Content: આપણે સમજીએ કે ન સમજીએ આપણામાંની પ્રત્યેક વ્યક્તિ સ્વાતંત્ર્યની શોધમાં છે. આખી જિંદગી આપણે સ્વતંત્રતાને શોધતા હોઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણું સ્વાતંત્ર્ય બીજા પર આધારિત છે. હવે તમે સમજો છો કે તમારા સ્વાતંત્ર્ય સાથે બીજા કોઈને કાંઈ સંબંધ નથી.
Page 10
Content: અકારણ પ્રેમ અને પ્રસન્નતા:
Content: ધ્યાન દ્વારા અકારણ પ્રેમ એટલે શું તે તમે પહેલી વખત જ સમજશો. પહેલી વખત જ તમે બદલો મેળવી શકો તેના વિચાર વિના જ કાંઈક આપતા હશો. તમે ફક્ત પ્રેમ આપશો. કેમકે આપવા માટે તે તમારી પાસે વિપુલ પ્રમાણમાં છે. જે રીતે વાદળો ધરતી પર પાણીની વર્ષા કરે છે તે રીતે તમે જગત પર પ્રેમની વર્ષા કરશો કે પુષ્પ જેમ પોતાની સુવાસ તત્ક્ષણ સહજ રીતે આસપાસ પ્રસારે છે તેમ તમે પ્રેમ પ્રસારશો કેમકે તમે પ્રેમથી પૂર્ણ સભર અને છલોછલ છો.
Content: કામ એક રમત :
Content: આ એક પ્રયોગ કરો : તમે જે કાંઈ કરો તે સજ્જ ગતા સાથે કરો. જેમકે તમે જમો છો તો સજ્જ ગતા સાથે જમો. આ માટે વધારાના સમયની જરૂર નથી. સજ્જ ગતા સાથે ખરેખર તો તમે ઓછો સમય લેશો કેમકે તમે સજ્જ ગતા સાથે જમો છો. ત્યારે તમારા શરીરને આવશ્યક હોય તેટલું જ જમશો ખોરાકને અવિચારી રીતે ગળામાં ઠાંસશો નહીં. સજ્જ ગતામાં અગાધ બુદ્ધિશક્તિ છે તમારા બધા આયોજન કરતાં સજાગતા વધુ સારા ચમત્કારો કરી શકે છે. સજ્જ ગતા આયોજનની વિરુદ્ધ નથી જતી તે તમારી યોજનામાં પરિપૂર્તિ કરે છે, તમારી સંભાવનામાં ઉમેરો કરે છે.
Content: જયારે તમારી સજ્જ ગતા હાજર છે ત્યારે તમારો ‘હું’ ગેરહાજર છે. સજ્જ ગતાની હાજરીમાં અહંકાર ટકી શકતો નથી. તમારો અહંકાર હાજર હોય છે ત્યારે તમારી સજ્જ ગતા ગેરહાજર હોય છે અને તમારો ‘હું’ નો ગેરહાજર તેને જીવનમુક્ત બનાવશે.
Content: સજ્જ ગતામાં તમે સમુચિત રીતે કાર્ય કરશો અને તમારી ઊર્જાને અસકારક રીતે વાપરશો. પરિણામે દિવસને અંતે પણ તમે સવાર જેટલા જ તરોતાજા રહેશો. કામ તમને થકવી નાખતું નથી પણ તમારું મન,તમારી વૃત્તિ તમને થકવી નાંખે છે. ધ્યાનનો આખો ખેલ એ છે કે કાર્યલક્ષી મનમાંથી બહાર નીકળવું અને જિંદગીની પ્રત્યેક ક્ષણને અસ્તિત્વના સુંદર દિવ્ય ખેલ તરીકે જોવી.
Content: દશ મિનિટનો પ્રયોગ:
Content: દશ મિનિટ માટેનો એક સાદો પ્રયોગ કરો. એક કાગળ અને પેન લો. આરામથી બેસો. જે કાંઈ તમારા મનમાં વિચારો આવે તે લખવા માંડે જાઓ કે તમારા મન સાથે કોમ્પ્યુટર નોંધ લખવાનું સોફ્ટવેર જોડ્યું હોય તે રીતે જે કાંઈ વિચારો આવે તે તત્ક્ષણ તેવા જ લખો. વિચારોમાં કાંઈ સુધારો-વધારો ન કરો કે કોઈ વિચારોને દબાવો નહીં. આ પ્રયોગ ફક્ત તમારા માટે જ છે. તમે શું લખ્યું છે તે બીજું કોઈ જોવાનું નથી. દશ મિનિટને અંતે તમે શું લખ્યું છે તે તરત જ વાંચો. તમને આશ્ચર્ય થશે અને તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે તમારા મનમાં જે રીતે વિચારો ઉદ્ભવે છે તેમાં કોઈ તર્ક હોતો નથી.
Content: દાખલા તરીકે તમે શેરીમાં એક કૂતરું જુઓ છે. તરત જ તમે જયારે નાના હતા અને જે કૂતરાથી ડરતા હતા તે યાદ આવશે કે તમે નાના હતા ત્યારે જે કૂતરા સાથે રમતા હતા તે યાદ આવશે. ત્યાર પછી બીજો વિચાર તમારા બાળપણનો હોઈ શકે. ત્રીજો વિચાર તમે શાળામાં જે ઓરડામાં બેસતા તે ઓરડો અને શિક્ષક યાદ આવશે. પછીનો વિચાર તમારા શિક્ષક જે ઘરમાં રહેતા હતા તેના ઘર વિશે હોઈ શકે.
Content: તમે હમણાં શેરીમાં જે કૂતરું જોયું તે અને શિક્ષક કે જે તમે શાળામાં શીખવતા હતા તે બેની વચ્ચે કોઈ તાર્કિક સંબંધ છે જ નહીં. અલબત્ત થોડી જ ક્ષણોમાં તમે શેરીમાં કૂતરામાંથી તમારા બાળપણના શિક્ષક સુધીનો માર્ગ તમે જોઈ શકશો કે તમારા વિચારે સતત ચાલતા જ હોય છે.એક વસ્તુ પરથી બીજી પર. આ ને વિચારવું, પાણ ન કહી શકાય આ તો ફક્ત ‘જોડાણ’ (એસોસિએશન) કહેવાય બસ એટલુંજ. તમે કૂતરાને તમારા બાળપણ સાથે અને તમારા બાળપણને શિક્ષક સાથે અને એ રીતે આગળ જોડાણ કરો છો.
Page 11
Content: આનંદપૂર્ણ જીવનશો કે તમરા મનના બે વિચરો તરફિક રીતે સંકલ્યચેલા નથી. કે કોઇ એકવિચાર બીજા વિચારના ઉદ્ભવ માટે જવાબદાર નથી. બધા વિચારો અનિશ્વત રીતે છૂટા છવાયા, સ્વતંત્ર અને અતાર્કિક છે.
Content: ફકત એક વખતના આ પ્રયોગમાંથી આવતી સમજ જ તમને તમારા સ્વયં બાબત જે રીતે વિચારો છો તેમાં અને તમે તમારી જાત પ્રતિ કે બીજા લોકો પ્રતિ જે વ્યવહાર કરો છો તેમાં ઘરમૂળથી પરિવર્તન લાવશે.તમારુ આખું જીવન રેપાંતરિત થઈ જશે.
Content: વિચારોના આવા અચોક્કસ પ્રવાહની પકડ (કલય)માંથી કઈ રીતે છૂટવું ? પકડ (કલય)માંથી છૂટવું એટલે શું ? આપણે જયારે મોટરકાર ચલાવતા હોઈએ અને ગિયરને પ્રથમમાંથી બીજામાં કે બીજામાંથી ત્રીજા કે કોઇ પણ ક્રમમાં બદલીએ છીએ ત્યારે પ્રત્યેક વખતે આપણે તટસ્થ (ન્યૂટ્રલ) ગિયરમાંથી પસાર થવું પડે છે.
Content: આપણે કલયને પૂરેપૂરી દબાવવી પડે છે કે છોડવી પડે છે, તટસ્થ-શૂન્ય સ્થિતિમાંથી પસાર થવું પડે છે અને ત્યાર બાદ જ આપણે પછીના ગિયરમાં જઈ શકીએ છીએ. ખરુંને ? આ જ રીતે આપણે મનમાં બે વિચારો વચ્ચે એક ન્યૂટ્રલ(શૂન્ય) જગ્યા અનુભવીએ છીએ. બે વિચારોની વચ્ચે રહેલી આ ખાલી જગ્યા, આ માનસ એ જ છે. બધા ગુણો જન્મ પામતાં હોય છે તે શાંતપત શાંત અને આનંદ છે. જયારે આપણે વિચારોને પકડતા કે વિચારોને ભૂત-ભવિષ્ય સાથે જોડતા અટકી જઈએ છીએ ત્યારે આપણે કલયની પકડમાંથી બહાર હોઈએ છીએ. જયારે આપણે આપણા વિચારોની પકડમાંથી બહાર હોઈએ છીએ ત્યારે આપણા વિચારો વચ્ચેના અવકાશ વિષે જાગ્રત બનીએ છીએ. અને વિચારો વચ્ચેનો ખાલી અવકાશ જેમ-જેમ આપણે વિચારોના પ્રવાહથી અલગ રહીએ છીએ તેમ તેમ વધતો જાય છે.
Content: દુઃખનો દંડો (શાફટ):
Content: જિંદગીના આ સાદા પણ ગહન સત્યની ઊંડી સમજ આ રીતે હું આપીશ. સાત વર્ષ પહેલાં તમે જે દુઃખ અનુભવ્યું હોય તે ત્રણ વર્ષ પહેલા જે દુઃખ અનુભવ્યું હોય કે ગઈકાલે જે દુઃખ અનુભવ્યું હોય આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા ન હોય તેવા, સ્વતંત્ર અને એકાકી પ્રસંગ છે, પરંતુ તમે આ ત્રણેયને જોડવા માંડો છો અને દુઃખનો એક દંડો (શાફટ) ઘડી કાઢો છો તમે આ છૂટાછવાયા દુઃખના વિચારોને જોડીને અને દુઃખના એક વધુ મોટા દંડા (શાફટ)ની કલ્પના કરો છો અને વિશ્વાસ કરતાં શીખો છો કે તમારું જીવન દુઃખમય છે.
Content: શું આમ ખરેખર હોય છે ? ના વચ્ચે વચ્ચે જે ખુશીના નાના મીઠા પ્રસંગો બન્યા તેનું શું ? વચ્ચે કોઇક કોઈક આનંદની અમુક પળો તો ચોક્કસ હશે જે સહેલાઈથી વિસરી જવાય છે. દંડો (શાફટ) બનાવવા માટે ખુશીની પળોને ચૂટવામાં નથી આવતી. તેથી દંડો, કોઇપણ દંડો ક્યારેય વાસ્તવિક હોતો નથી કારણકે તે તમારા જીવનચરિત્રના અધૂરા ભાગ પર જ રચાયેલો હોય છે.
Content: પ્રથમ તો તમે ઉપયોગના હેતુથી દુઃખપૂર્ણ યાદોની ફાઈલ બનાવો છો. કદાચ તમારા મેડિકલ ઇતિહાસ તરીકે તમારા ડોકટરને કહેવા માટે તમે તમારા દુઃખોની ફાઈલ બનાવો છો. સાથે સાથે તમે માનવા લાગો છો કે જે કંઇ દુઃખ તમારા જીવનમાં આવ્યું તે એકબીજા સાથે સંકળાયેલા છે. તમે માનવા લાગો છો કે તમારું જીવન દુઃખ છે તમારી જિંદગી દુઃખ કે પીડા છે તે જ ક્ષણે તમે તમારા માટે નર્ક ઘડી કાઢો છો.
Content: ખુશીનો દંડો :
Content: દશ વર્ષ પહેલાં તમે અનુભવેલી ખુશી, નવ વર્ષ પહેલાં તમે અનુભવેલી ખુશી અને એક વર્ષ પહેલા અનુભવેલી ખુશી, આ બધા સ્વતંત્ર એકાકી, એક મેકથી છૂટા વિચારો કે પ્રસંગો છે. પરંતુ અત્યારે તમે આ બધા વિચારોને સાંકળો છો અને એક મોટો દંડો બનાવો છો.
Page 12
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: તમે તમારી ખુશીને કોઈક વસ્તુ, વ્યક્તિ કે સ્થળ જેમકે કોઈ એક રજાઓમાં ફરવા ગયા હોવ તે સ્થાન સાથો એઓળખો છો. અત્યારે તમે ફરી-ફરીને તે વ્યક્તિ તે વસ્તુ, તે સ્થળ કે તે જ ખુશીના પ્રસંગોને તમારા જીવનમાં લાવવાના પ્રયત્નો કરો છો. પરંતુ તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તે જ ખુશીને તમે ફરીથી અનુભવ નહીં કરી શકો. અને કારણે તમે વધારે દુઃખમાં ઘૂંઘરાવ છો.
Content: દુઃખનો ડંડો કે ખુશીનો ડંડો બંને પીડા પ્રતિ લઈ જાય છે:
Content: જીવનમાં આપણે સતત દુઃખનો ડંડો અથવા ખુશીનો ડંડો રચતા હોઈએ છીએ. જો તમે દુઃખનો ડંડો રચ્યો હશે તો તમે તેને તોડવાની કોશિશમાં હશો અને જો ખુશીનો ડંડો રચ્યો હશે. તો તમે તેને લંબાવવાની કોશિશમાં રહેશો. પરંતુ તમે એ સમજતા નથી કે તમે ખુશીના ડંડાને લાંબો કરી શકતા નથી કે દુઃખના ડંડાને તોડી શકતા નથી. એ તો તમારી કલ્પના માત્ર છે, ચૂંટેલી સ્મૃતિ છે. ડંડો પોતે જ અવાસ્તવિક અને કાલ્પનિક છે.
Content: ફક્ત જવા દો... અને તમે ઊડી શકો છો !
Content: ઉત્તર ભારતમાં મારા આધ્યાત્મિક ભ્રમણ દરમિયાન પક્ષીઓને પકડવા માટે શિકારીઓ કેવી રીતે છટકું ગોઠવે છે તે મેં જોયુંં છે. બે ઝાડ વચ્ચે તેઓ એક દોરડું બાંધે છે. દોરડાના મધ્યમાં એક લાકડું પકડાવે છે. દોરડું લાકડીના મધ્યભાગે બાંધ્યુંં હોય છે. શિકારી દ્વારા પક્ષીઓ પકડવાનું આજ કાર્ય છટકું છે. તમને થશે કે આ વાતી લાકડીથી પક્ષીઓ કઈ રીતે ફસાય છે ? આ કેવી રીતે થઇ શકે છે ? શિકારી લાકડીને દોરડાંની મદદથી બે ઝાડની વચ્ચે લટકાવે છે. બસ એટલું જ જયારે પક્ષી આવે છે અને લાકડી પર બેસે છે ત્યારે પક્ષીનું પોતાનું જ વજન લાકડીને ઉપરથી નીચે તરફ લઇ જાય છે. પક્ષી ઊંઘ્યુંં-ચતું થઇ જાય છે. લાકડીને વળગેલું પક્ષી હવે ઊંઘે માથે લટકે છે અને અવળે માથે થયેલું
Content: મનના સ્વામી કેવી રીતે બનવું ?
Content: પક્ષી તેની સમતુલાની સૂઘબૂઘ ગુમાવે છે, પોતાને અસ્થિર સમજવા લાગે છે અને લાકડી પરની પોતાની પકડ વધૂં મજબુત બનાવે છે. જાણે એનું જીવન લાકડી પર જ આધારિત હોય તેવી રીતે લાકડીને પકડી રાખે છે. તે ઊંઘે માથે લટકે છે. તેથી વિચારે 'જો હું લાકડી છોડી દઇશ તો શું થશે ?' 'હું પડી જઇશ અને મરી જઈશ'.
Content: કોઈ પક્ષી પડી ગયું હોય અને તેનું માથુંં ફૂટી ગયું હોય તેવી કોઈ નોંધ નથી. પરંતુ આ સમજવા માટે પક્ષીને તક નથી. તે તો લટક્યા જ કરે છે. છોડી ના દેવાથી તે પોતાની ફક્ત સ્વતંત્રતાથી નહીં પરંતુ જિંદગી પણ ગુમાવે છે. કારણ કે આખરે શિકારી તેને પકડી લે છે.
Content: જે ડર લાકડીને જકડી રાખનાર પક્ષીને હોય છે તે તમને અત્યારે છે. તમારો ડર અને પક્ષીનો ડર એક જ છે. લાકડી માને છે કે તે છોડી શકતું નથી. જો છોડશે તો મરી જશે. આ જ રીતે તમે તમારા મનને જકડી રાખો છો. અને વિચારો છો કે, હું આ છોડી શકુંં નથી. જો હું એવો વિશ્વાસ કરવાનું શરે કરુંં કે , હું અગાઉત, પકડ બહારના છૂટા, અને અતાર્કિક વિચારો માત્ર છું, તો હુંં ખોવાઈ જઈશ.
Content: આ પક્ષીની માફક જ તમે એ સમજતા નથી કે જો તમે તમારા મનને છોડી દો છો કે તે જ ક્ષણે તમે પરમહંસ બની જાવ છો.! તત્ક્ષણે તમે મુક્ત બનો છો અને સહેલાઇથી ઊડવાનું શરે કરી શકો છો.
Content: શિકારી નિરાંતે ચાર-પાંચ કલાક પછી આવે છે. પક્ષીને લઇ જાય છે. અને પિંજરામાં મૂકે છે. અને ચાલ્યો જાય છે. હવે પક્ષી પાસે ઊડવા માટે સ્વાતંત્ર્ય નથી કે સમતોલ રહેવા લાકડી. મૂર્ખ પક્ષી એટલું પણ સમજતુંં નથી કે તેણે જો
Page 13
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: ફક્ત લાકડીને છોડી દીધી હોત તો એ સરળતાથી ઊડી ગયું હોત.
Content: આ જ રીતે તમે જે પણ બાબતને તમારી ઓળખ કે સલામતી સમજો છો , જેમકે તમારું શિક્ષણ, તમારું મન, તમારી જિંદગી, તમારા સંબંધો, કે બેંકમાં તમારી જમા રાશિ, વગેરેને તમે જકડી રાખો છો. છેવટે યમરાજા તમારી ઓળખની લાકડી દૂર કરવા આવે છે અને ત્યારે તમે ન તો મુક્ત આત્મા, પરમહંસ છો કે ન તો તમારી ઓળખને પકડી રાખી છો. તમને સ્વાતંત્ર્ય પણ નહીં હોય અને તમારી ઓળખની લાકડી કે જે તમે પકડી રાખી છે. તે પણ નહીં હોય કેમકે તે લાકડી તો આભાસ માત્ર છે.
Content: પણ જો પક્ષી પકડ છોડી દે અને હળવું બને તો એક બે ક્ષણો માટે સમતોલન માટે કદાચ ડગમગશે. તેને સમતોલન પ્રાપ્ત કરતાં એક કે બે ક્ષણ લાગશે પણ એ ક્યારેય પડશે કે મરી જશે નહીં. જ્યારે તે લાકડી છોડશે ત્યારે થોડી સેકેન્ડ માટે કદાચ તે નીચે પડશે પરંતુ તરત જ તે પોતાની જાતને સંભાળી લેશે અને ઊડવા લાગશે.
Content: આજ ક્ષણે સ્વયંમાં શ્રદ્ધા રાખો. તમારી ઓળખ ખોવાઈ જાય તેની ફિકર ન કરો. ફક્ત તમારામાં વિશ્વાસ કરો અને તમારી ઓળખને પડતી મૂકો. તમે તત્કાળ પરમહંસ બનશો. મુક્તત પામશો. તમને કરવાનું એ છે કે તમે પકડ મુક્ત છો. તમે વિશ્વાસ ન રાખો તો પણ આ સત્ય છે.
Content: સ્પષ્ટ સમજી લો, છોડી દો, અને તમે ક્યારેય પડશો નહીં કે મરી જશો નહીં. તમે એક પરમહંસ બની જશો.
Content: મનના સ્વામી કેવી રીતે બનવું ?
Content: તમે પકડમુક્ત થાવ છો ત્યારે તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે. તમારી રોજિંદી વિચારશરણી�ાં, તમારા નિર્ણયોમાં, અને તમારા નિત્યક્રમ અને જીવનશૈલીમાં પરિવર્તન આવે છે. આ ક્રાંતિમાંથી હિમતપૂર્વક પસાર થવું, તમારામાં થતી પ્રક્રિયાઓમાંથી પસાર થવું, તેને હું તપ કહું છું.
Content: મારા પરિભ્રમણ દરમિયાનના નજીક પ્રસંગોએ મેં એ પણ જોયું છે કે, જ્યારે એક પક્ષી લાકડી પર લટકતું હોય છે ત્યારે બીજું એક પક્ષી કે જે આ જ રીતે આ છટકામાં ફસાયું હતું પરંતુ તેનામાં લાકડી છોડી દેવાની અને પાંખો ઝોલવવાની હિમત હતી તે પાછું આવે છે લટકતા પક્ષીને ચાંચો ભરાવે છે. અને કહે છે. ‘એય છોડી દે ‘શાંત થા હું તારા જેવું જ હતું. મને પણ આ સમસ્યા આવી હતી.જેવું હું શાંત થયું હું સરળતાથી ઊડવા લાગ્યું. પુનઃ સમતોલન પ્રાપ્ત કરવામાં ફક્ત એક કે બે ઘડી જ લાગે છે. હું છૂટ્યું થયું. હું ક્યારેય પડયું નથી કે મને શિર ફોડયું નથી કે હું મરી ગયું નથી. હું ફક્ત સ્વતંત્ર થયું છું હું ફક્ત મુક્ત પક્ષી થયું છું. ચાલ હિમત કર ! પણ લટકતું પક્ષી આ માનવા તૈયાર નહોતું થયું. સમજી લેજો કે મુક્ત પક્ષીની ફરજ છે કે બીજાં પક્ષીઓને મુક્ત કરાવે. સ્વતંત્ર પક્ષીનું એ કર્તવ્ય છે કે લાકડીના છટકામાં ફસાયેલા પક્ષી પાસે જવું, તેને ટકોરવું અને કહેવું કે ‘તારી જાતને મુક્ત કર’
Content: હવે તમને જણાવું કે હું તે મુક્ત પક્ષી છું અને તમારી પાસે એ કહેવા માટે આવ્યો છું કે તમારી મોટી વીંટી કે સલામતીની જાળી બાંધી છે. તમે પડી જશો તો પણ તમે ઈજા નહીં પામો. હલવા બનો. છોડી દો. તમે ફક્ત ઊડશો.
Content: જુઓ, ગુરુનો સમાજ, સંઘ આ સલામતની જાળી છે. તમે પડી જશો તો પણ તમને ઈજા નહીં થાય.
Page 14
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: પહેલું તો એ કે તમે પડશો જ નહીં પણ તમને સંપૂર્ણ ખાતરી આપવા માટે સંઘની આધ્યાત્મક સમાજની રચના કરવામાં આવી છે. તેથી હું તમને સહુને સંઘમાં આવવા અને આધ્યાત્મક સંઘનો અનુભવ કરવા નિમંત્રણ આપું છું.
Content: બધાં ફસાયેલાં પક્ષીઓને બચાવવા, તેમને મદદ કરવા અને પોતાની જાતને સ્વતંત્ર કરવા પ્રેરવા તે મુક્ત પક્ષીની જવાબદારી છે તે સમજી લેજો.
Content: શારીરિક, માનસિક અને લાગણીશીલ પ્રશ્નોના ઉપાયો
Content: જયારે આપણે પકડ છોડી દઈએ છીએ. કે તરત જ આપણને આંતરિક સ્વસ્થતા (ઇનર હિલીંગ), ગહન મૌન અને શાંતિનો અનુભવ થાય છે.
Content: બીજું તે આંતરિક સ્વસ્થતા બાહ્ય સુખાકારી તરીકે પ્રકાશિત થાય છે. જે આપણું શારીરિક સ્વાસ્થ્ય છે.
Content: ત્રીજુ આ સ્વાસ્થ્ય, સ્વાભાવિક રીતે માનવીય સંબંધોમાં પણ પરાવર્તિત થાય છે.આ ત્રણેય અદૃભુત રીતે કાર્ય કરે છે. આપણે સર્જનાત્મક અને ઉત્પાદક બનીએ છીએ.
Content: લાંબાગાળાની બિમારીનો ઉપાય :
Content: લોકો મારી પાસે આવે છે અને કહે છે કે 'સ્વામીજી' છેલ્લા ત્રીસ વર્ષથી મને ઘૂંટણનો દુખાવો છે. 'ના, આવું બને જ નહીં' કહીને સમજો કે ખરેખર આવું બની શકે જ નહીં હું તમનો અનાદર કરતો નથી કે એવું કહીને કે તમારા બધા પ્રશ્નો તમારા મસ્તિષ્કમાં છે તમારી પીડામાં વધારો કરવા માંગતો નથી. હું માત્ર સત્ય કહું છું કે તમારા બધા પ્રશ્નો તમારા મસ્તિષ્કમાં જ છે. હું માત્ર એક સત્ય ટાંકું છું.
Content: મનના સ્વામી કેવી રીતે બનવું ?
Content: ઘૂંટણનું દર્દ કે જે બે વર્ષ પહેલાં અનુભવ્યું કે ઘૂંટણનું દર્દ કે જે તમે એક વર્ષ પહેલાં અનુભવ્યું કે ઘૂંટણનું દર્દ તમે બે મહીના પહેલાં અનુભવ્યું કે ઘૂંટણનું દર્દ તમે બે કલાક પહેલાં અનુભવ્યું તે બધા એકબીજાથી અલગ અનુભવો છે. માત્ર તમે આ બધાને સાંકળો છો. એટલે તમે એવું તારણ કાઢો છો કે તમને વીસ વર્ષથી ઘૂંટણનું દર્દ છે. શું એ ખરેખર સાચું છે કે તમને વીસ વર્ષથી સતત ઘૂંટણનો દુઃખાવો છે ? વરચે જયારે ઘૂંટણનો દુખાવો નથી હોતો તેવા સમયે શું છે ?
Content: તમારે જે મહત્વની વાત સમજવાની છે તે એ છે કે તમે આ બધા દુઃખાવાને એકસાથે જોડો છો. અને એક સળંગ ઘટના તરીકે જુઓ છો એટલે સ્વયં સ્વાસ્થ્યની સંભાવનાને અવરોધો છો. તમે જયારે ધ્યાન કરો છો ત્યારે તમે આ બધાને એકબીજાથી અલગ એવા પ્રસંગો તરીકે જોવા સક્ષમ બનો છો.
Content: હતાશાનો ઉપાય :
Content: જયારે હતાશા વિશે વાત કરીએ ત્યારે સમજી લો કે એક મહિન પહેલાં આવેલી હતાશા, એક વર્ષ પહેલાં આવેલી હતાશા, અને ત્રણ વર્ષ પહેલાં આવેલી હતાશા એકબીજાથી સ્વતંત્ર, એટલીક અને ન જોડાયેલા હોય તેવા પ્રસંગો છે. તમે આ બધા પ્રસંગોને જોડવાનું છોડી દો છો અને એવા નિષ્કર્ષ પર આવો છો કે હતાશા તમને સતત રહે છે. તમે એવો વિચાર પેદા કરો છો કે તમારી જીંદગી હતાશા જ છે અને પછી તે વિચાર સાથે જ તમે લડવાનું શરૂ કરો છો જ એટલે હતાશાજનક વિચારોમાં વૃદ્ધિ કરે છે.
Content: તમે જયારે દૃઢપણે માનો છો કે તમારા છેલ્ળાં દશ વર્ષ દુઃખ અને હતાશાથી ભરેલા જ હતાં. તમે તમારી આસપાસ એક મજબુત માનસિક વાતાવરણ ઊભુ કરો છો અને સ્વાભાવિક રીતે જ એવું માનવા લાગો છો કે તમારું ભવિષ્ય પણ દુઃખ અને હતાશાથી ભરેલું છે.
Page 15
Content: ઘારો કે તમારી સામે બેઠેલી વ્યક્તિને તમે શત્રુ સમજો છો. અને અચાનક તમે જુઓ છો કે તેનું મસ્તક અલગ પડેલું છે તેના હાથ અલગ છે તેના પગ અલગ છે. તો શું તમે તેની સાથે લડવાની ઇચ્છા રહેશે ? ના ! એ તો લડાઈ કરવા માટે લાયક પણ નથી. તેને તમે કલ્પના હતું તેવું ઠોસ અસ્તિત્વ પણ નથી. જેથી લડવા માટે સામે કોઇ છે જ નહીં.
Content: એ રીતે જ્યારે તમે ઘારી લો છો કે તમારી સામે એક બહુ જ મોટી સમસ્યા છે કે એક પ્રકાર્ વ્યક્તિ તમારી સામે છે અને તમે એ શોધો છો કે તરત જ તમે લડવાનું અને વધારે મજબૂત બનવાનું શરૂ કરો છો. તમારી હતાશા તમે જેવો માનો છો તેવો મોટો શત્રુ નથી. એ માત્ર છૂટા પડી ગયેલાં અંગોવાળી વ્યક્તિ સમાન છે. એ તો તમે જ છો જેવો તેના છૂટા અંગો ને જોડયા છે અને તેમાં પ્રાણ પૂર્યો છે. હતાશા સાથેની તમારી લડાઇ જ તમારી હતાશા નું મૂળ કારણ છે.
Content: પ્રાચીન હિન્દુ ધર્મ કથા રામાયણમાં એક સુંદર વાર્તા છે. વાનરરાજા વાલીની સામે જે કોઇ આવે છે અને તેની સાથે લડાઇ કરે છે. તે પોતાની અડધી શકિત તેની સામે હારી જાય છે. એ રીતે જે કોઇ વિચાર-દંડાની સામે થાય છે અને દંડા સાથે લડાઇ શરૂ કરે છે તે પોતાની અડધી શકિત દંડા સામે હારી જાય છે.
Content: જે ક્ષણે તમે દંડાથી તમારી જાતને છૂટી પાડો છો. અને તતસ્થ અવકાશ અનુભવો છો તે જ ક્ષણે તમારામાં આંતરિક સ્વાસ્થ્ય શરૂ થાય છે. તે જ ઘડીએ શારીરિક ક્ષાએ પણ તમે સ્વસ્થ બનો છો.
Content: હતાશાને ત્યાગવાનો પ્રયત્ન ન કરો, કારણકે તમારી સહજ પ્રકૃતિથી જ એ છૂટી જાય છે. અને તમારાથી દૂર સરી જાય છે. તમારી સહજ પ્રકૃતિથી જેમ ખુશી તમારા મનમાંથી અદશ્ય થાય છે તેમ હતાશા પણ તમારા મનમાંથી અદશ્ય થઇ જાય છે. જે ક્ષણે તમે તમારા મનમાંથી હતાશાને કાઢવાની કોશિશ કરો છો તે જ ક્ષણે તમે તેને લાંબી અવધિ માટે વધારી મૂકો છો.
Content: તમે ઊંડી હતાશામાં હો ત્યારે શું કામ પર જવાનું બંધ કરશો ? ના હતાશા તમારા મનમાં હોય તો પણ તમારું શરીર હરહંમેશે છે. તમે કામ કરો છો. તમે કદાય પહેલાં જેવા ઉત્પાદક કે કાર્યક્ષમ ન રહ્યા હો પણ છતાં તમારું શરીર ગતિશીલ છે.
Content: 'હતાશા જીવવા ને બદલે હું કહીશ કે 'પકડ મુક્ત (અન કલર્ડ) જીવો'
Content: જયારે આપણે હતાશામાં જીવીએ છીએ ત્યારે આપણને આ બધા પ્રશ્નો નથી થતા, હું હતાશામાં છું તો મારું શરીર કેવી રીતે ચાલે છે ? હું હતાશામાં છું તો મારાં ચુકવણાં કેવી રીતે કરીશ ? આપણને આવા સવાલો થતા નથી. હતાશા આપણા જીવનનો હિસ્સો બની જાય છે.
Content: શરેઆતમાં તમને કદાચ પ્રશ્નો થાય 'પકડ મુક્ત થઇ હું કેવી રીતે જીવી શકું ?' 'હું મારું શરીર પણ કેવી રીતે ચલાવી શકીશ ?' 'પકડ મુક્ત જીવવા માટેની સતત યાદ તમારા શરીર કે મનની ગતિવિધિમાં અવરોધ પેદા નથી કરતી તમે સમજો. તે તો ફક્ત હતાશાને દૂર કરે છે. કારણકે આમ કરીને તમે હતાશાની વચ્ચે પકડો/પકડોયા વિનાજ હતાશાજનક વિચારોને ઉઠવા-શમવા દો છો.
Content: વ્યસનનો ઉપાય:
Content: વ્યસન શું છે ? એ એવું વર્તન કે ક્રિયા છે કે જે તમે ન કરો તો તમે કંઇક ગુમાવી રહયા છો તેવી લાગણી થાય. પરંતુ જો તમે તે કરો છો તો કંઇ ખુશીની લાગણી નથી થતી. તે વર્તન કે ક્રિયા ફક્ત યાંત્રિક બની રહે છે. વ્યસન એટલે એવી માન્યતા કે કોઇ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ને કારણે તમને ખુશી કે આહ્લાદ મળે છે.
Page 16
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: હવે વ્યસનની વ્યાખ્યા સમજો: યાદ કરી કરીને ખુશીના ડંડાને લંબાવવાનો પ્રયત્ન કરવો. એ જાણવા છતાં કે તે જઆનંદનું પુનરાવર્તન થવાનું નથી છતાં પણ તમે તે જ વ્યક્તિ, પરિસ્થિતિ, પ્રસંગો કે ઘટનાઓને ફરી ફરીને તમારા જીવનમાં લાવો છો. વ્યસનો એક જાતના હોય છે. કેટલાક લોકો પાટીના આદતો હોય છે. કેટલાક ધૂમ્રપાનના અને કેટલાક મદ્યપાનના. યાદ રાખો બાહ્ય જગતની કોઈ પણ વસ્તુને તમારા જીવનમાં વારંવાર લાવશો તો તે તમને પ્રથમ વખત જેવી ઉત્તેજના આપશે નહીં. તે તો ફક્ત તમને વ્યસન તરફ લઈ જશે, આનંદ તરફ નહીં. પ્રથમ વખત તમે મીઠાઈ ખાવ છો તેઓ અનુભવ અદભૂત હોય છે. તેનો આનંદ એકદમ અલગ હોય છે. પરંતુ તમે તે જ મીઠાઈ વારંવારે ખાધા કરો તો પહેલાં જેવો અનુભવ થતો નથી. પરિણામે તમે તે મીઠાઈને જોવાનું પણ પસંદ નહીં કરો. તમે તેને જોઇને વેંત જ કહેશો ‘ઓહ હવે વધારે મીઠાઈ નહીં ! તેથી મને અણગમો થાય છે’: તે જ રીતે કોઈ વ્યક્તિ સાથેની પ્રથમ મુલાકાત વખતની ઉત્તેજના તદ્દન અલગ જ હોય છે. જે સમય જતાં એકદમ ઓસરી જાય છે.
Content: લોકો આવે છે અને મને પૂછે છે, ‘હું મારી આદતો કેવી રીતે તોડી શકું?’ જૂઓ HABIT (આદત) એક સુંદર શબ્દ છે. તેમાંથી ‘એચ’ કાઢી લ્યો તો ‘એ બીટ’ (થોડું) રહે છે. અને જો એમાંથી ‘બી’ કાઢી લ્યો તો ‘ઇટ’ (તે) રહે છે. ફક્ત જ્યારે તેમાંથી ‘આઈ’ હું કાઢો ત્યારે જ ‘ઇટ’ (તે) મરે છે, તમે જ્યારે ‘હું’ને દૂર કરો, તમે જ્યારે ‘હું’ કાઢી દો ત્યારે જ ‘તે’ (વ્યસન) નિર્મૂળ થાય છે.
Content: સ્પષ્ટપણે સમજી લ્યો, બે દિવસ પહેલાનું,દશ વર્ષ પહેલાનું અને વીસ વર્ષ પહેલાનું તમારું ધૂમ્રપાન આ ત્રણેય એકબીજાથી તદ્દન સ્વતંત્ર ઘટનાઓ છે. માનસિક રીતે તમે જ્યારે તેને જોડવા માંડો છે અને માનવા લાગો છો કે તમને ધૂમ્રપાનનું વ્યસન છે ત્યારે આ માન્યતા જ વ્યસનનો ડંકો રચે છે. અને પછી તમે તેની સાથે લડવાનું શરૂ કરો છો.
Content: મનના સ્વામી કેવી રીતે બનવું ?
Content: છોડવું જોઈએ તેમ જયારે કહું છું ત્યારે તેનો અર્થ જ આ છે તમારી માન્યતા જે તેને આદત બનાવે છે. તમે માન્યતા છોડો છો કે તરત જ આદત છૂટી જાય છે.
Content: જો તમે એવું માનો છો કે ધૂમ્રપાન એક સુખદ અનુભવ છે તો તમે વધુને વધુ ધૂમ્રપાન કરવાનું ચાલું રાખશો અને જયારે તમે માનશો કે ધૂમ્રપાન દુઃખદ અનુભવ છે તો તમે તેની સામે લડવાનું શરૂ કરશો. આ બેઉ રીતે તમે જીતવાના નથી. અને તમે એમ માનો છો કે ધૂમ્રપાન સુખદ છે અને અભિયંત્રિતપણે ધૂમ્રપાન કરો તો તમને કેવું લાગે છે તે જરા પૂછો. જયારે પૂરેપૂરી સજાગતા સાથે ધૂમ્રપાન કરશો ત્યારે કટી આનંદપૂર્ણ અનુભવ નહીં હોય કે ખરેખર ક્યારેય સુખકારક નહીં હોય.
Content: તમે જયારે ધૂમ્રપાન કરો છો ત્યારે તે ક્ષણે તમારા અંતરના ઊંડાણમાં શું થાય છે તે જુઓ. તમે તે કંઈ માણતા નથી હોતા તમે માત્ર કશાકથી છટકવાની કોશિશ કરતા હો છો. તમે ફક્ત ધારો છો કે ધૂમ્રપાન સુખદ છે. અને જયારે ધૂમ્રપાન કરો છો.ત્યારે સુખ ન જણાતું હોય તો પણ તેમાંથી તમે સુખ નિચોડવાની કોશિશ કરો છો.
Content: તમે જો તમારા જીવનને ઊંડાણપૂર્વક તપાસશો કે ધૂમ્રપાન હોય કે જાતીય પ્રવૃત્તિ, કે ધન કે અન્ય કંઈ સુખ,તમે પહેલી વખત માણેલું સુખ મળતું હોય તેવા પ્રયત્ન કરો છો. તમે તેમાંથી સુખ ખેંચી લેવાનો પ્રયાસ કરો છો. ‘ના’ આ સુખ જ છે. બીજું શું સુખ હોય ? તમે આ સુખ છે તેમ માનીને તમારી નિરાશાને ઢાંકવાનો પ્રયત્ન કરો છો.
Content: આ સુખ છે તેમ તમે માનવા માંગો છો. એકાદ વ્યસન છોડવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરો. તમે ક્યારેય સફળ નહીં થાવ. જો તમે તે વ્યસન છોડો છો તો તે કોઈ ભય કે પ્રલોભનને વશ થઈને છોડો છો જે એક વધારે મોટું વ્યસન છે. તમે કોઈ ભય કે પ્રલોભનને વશ થઈ તમે ધૂમ્રપાન છોડો છો ત્યારે તમે તમારી ચેતનાનું
Page 17
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: તમારા અંતરતમનું કોઇ ઇષ્ટ કરતા નથી તમે તમારી જાતને વધારે ક્ષતિ પહોંચાડો છો.
Content: તમે કદાચ ધુમ્રપાન છોડી દીધું હશે પરંતુ ભય કે લોભ કે જેને લીધે તમે ધુમ્રપાન છોડ્યું તે તમારા ‘અંતરમનમાં ઉમેરાઇ જશે’. ધુમ્રપાનથી તો તમે ફક્ત આ શરીર નો નાશ કરો છો. ભય કે લોભને કારણે તમે જન્મ જન્માંતર સુધી તમારા પૂર્ણ જન્મમાં પણ તમે ભય-લોભને સાથ લઇ જાવ છો. ધુમ્રપાનની આદત કઠાય નવરા શરીરમાં જોડે નહીં આવે પરંતુ ભય અને લોભની વૃતીઓ જઝેર સાથે આવશે. તેથી ઉત્તમ રસ્તો એ છે કે તમને વ્યસન છે તે વિચારને જ છોડી દો. વ્યસન છૂટી જશે.
Content: ધ્યાનની રીતો:
Content: પકડ છોડો (Unclutch)- કોઇપણ સમયે કોઇપણ સ્થળે
Content: તમે જયારે ધ્યાન માટે બેસો છો ત્યારે કુદરતી રીતે જ વિચારો આવવાના શરૂ થઇ જાય છે. જે ક્ષણે તમે જુઓ છો કે એક વિચાર આવે છે તો તમે તેને અર્થ ન આપો. તમે જો તેન તમારા ભૂતકાળ સાથે જોડો તો જ તમે તેને અર્થ આપો છો. તમે જો તેને તમારા ભૂતકાળ સાથે જોડયા વિના જ પકડમાંથી મુકત થવાનું યાદ રાખો અને જુઓ શું થાય છે. જયુ તમે યાદ કરો છો કે આ વિચારના પકડમાંથી મુક્ત રહુ અને તેને કોઇ અર્થ ન આપું, થોડી ક્ષણો માટે મનમાં એક નાનો અવકાશ અનુભવાશે. જે ક્ષણે તમે જાગ્રત બનશો છો કે આ મૌન છે, તે એક બીજો એક વધારે વિચાર બને છે, પછી તે વિચારમાંથી પણ મુક્ત રહો. તતત જ ફરી�ી એક વધારાનો વિચાર આવશે. ‘હું મૌનમાં છું’ ‘હું પકડ છોડી રહયો છું’ ‘આ વિચારોની પકડ પણ છોડી દો’ બે વિચારો વચ્ચે અવકાશ કે મૌનની અવધિ લાંબી ને લાંબી થતી રહેવી જોઇએ આ જ મૂળ ઉદ્દેશ છે.
Content: નિત્યધ્યાન - આનંદ માટે દૈનિક ધ્યાન
Content: સર્વોચ્ચ પદ્ધતિ:
Content: કેટલીક ધ્યાનની વિધિ નિક્ષિત પ્રકારની ખાસ સમયે જ કરવાની અને અમુક ખાસ પ્રકારના લોકો માટે હોય છે. અને કેટલીક વિધિ એવી છે કે જે વૈશ્વિક - સાર્વજનિક છે. નિત્યધ્યાન એ આજના યુગના સાધક માટે છે. ઇન્ટરનેટ યુગનું આ ધ્યાન છે.
Content: નિત્યધ્યાનનો ઉદભવ :
Content: આ નિત્યધ્યાનની પદ્ધતિ કઇ રીતે ઉદભવી તે હું તમને જણાવી દઉં. અગીયાર વર્ષની ઉંમર સુધીમાં ધ્યાનની એકેય પદ્ધતિઓ અજમાવી જોઇએ. બાર વર્ષની ઉંમરે મને બોધતવનો ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો. બારથી એકવીશ વર્ષની ઉંમર સુધીમાં ધ્યાનની કેટલીક પદ્ધતિઓનું મેં સજાગતાપૂર્વક નિરીક્ષણ કર્યું અને તેથી થતા લાભોનું પૃથ્થકરણ કર્યું. મારા અવતારના હેતુનો બોધ બાદ ત્રણ વર્ષ સુધી લોકોમાં મુક્તિના મારા અનુભવને ફલિત કરવા માટે નિષ્કર ધ્યાનવિધિ વિકસાવવા માટે ત્રણ વર્ષ સુધી મેં કામ કર્યું. મારા આ આંતરજ્ઞગતના અત્યાર સુધીમાં બધા જ સંશોધનોનો સાર નિત્યધ્યાન પદ્ધતિ સ્વરૂપે સુગઠિત થયો છે.
Content: નિત્યધ્યાન સૂત્ર પણ છે. અને પદ્ધતિ પણ છે. જે વ્યક્તિના સંપૂર્ણ ‘અસ્તિતવ’ (being) પર કામ કરે છે અને મુક્તિના મૂળભૂત અનુભવ માટે તૈયાર કરવા અને વ્યક્તતાનું સંપૂર્ણ રેપાંતર કરવા પર કામ કરે છે. આ અનોખી પદ્ધતિના દરેક ભાગ બીજા તબબકાઓનો પૂરક છે અને સાધકની વ્યકિતગત ચેતનાને વધારવામાં સહાય કરે છે. નિત્યધ્યાન એ નિત્ય આનંદ માટેનું રોજનું ધ્યાન છે.
Page 18
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: ચક્ર જાગૃતિ:
Content: નિત્યદ્યાનની પદ્ધતિને સમજતા પહેલાં આપણે આપણા શરીરમાં રહેલા ચક્રો એટલે કે ઊર્જાના સુક્ષ્મ કેન્દ્રો વિશે જાણવાની જરૂર છે. સાત ચક્રો પર કામ કરવું એટલે ઊર્જાના નવા પ્રસારણ માર્ગોને જાગ્રત કરવા ટેલિવિઝનની નવી ચેનલો મેળવવા જેવું આ કામ છે.
Content: આપણા શરીરમાં સાત ઊર્જા કેન્દ્રો છે અને દરેક કેન્દ્ર ખાસ લાગણીઓની વૃત્તિઓ સાથે જોડાયેલું છે. આ સાત લાગણીઓ છે. કામ, ભય, ચિંતા, લોકોનું ધ્યાન મેળવવાની ઈચ્છા,ઈર્ષ્યા, અહંકાર અને અસંતોષ આજનો માણસ આ સાત વૃત્તિઓથી જ વિચારતો રહે છે. આ વૃત્તિઓમાંથી કોઈ એક વૃત્તિની પરિપૂર્તિ માટે જ તેનું શરીર પ્રવૃત્ત રહે છે.
Content: કેટલાંક લોકો ઈચ્છા, કામ કે સ્પર્શ માટે પ્રવૃત્ત હોય છે. કેટલાંકને ભય પ્રવૃત્ત રાખે છે. ઈચ્છાઓ જેવી લાગણીથી પ્રવૃત્ત થવામાં કશું ખોટું નથી. પરંતુ તમારે પ્રેમ જેવા લાગણીમાં ઉછર્યા આયામો પણ અનુભવવા જોઈએ. તમારે સમજવું જોઈએ કે માત્ર તમારી ઊર્જાને કારણે જ તમે બધી પ્રવૃત્તિ કરી શકો છો આ વૃત્તિઓને લીધે નહીં
Content: ચક્રોને જાગ્રત કરવાથી તમે લાગણીઓના આ આવેગોના માનસિક દ્વાંચામાંથી બહાર નીકળી શકશો અને મુક્ત વ્યક્તિની માફક કાર્ય કરી શકશો. તમે વૃત્તિઓના માનસિક દ્વાંચામાંથી બહાર નીકળશો તો જ તમે મુક્તતાનું મૂલ્ય સમજી શકશો.
Content: દાખલા તરીકે તમે એક ચક્ર, જેમકે ઈર્ષ્યા સાથે જોડાયેલા ચક્રમાંથી બહાર નીકળશો તો તમે જગતને નવા જ આયામ, ઈર્ષ્યામુક્ત જગત તરીકે અનુભવી શકશો. જે કોઈપણ ઓળખ આજે તમારા વ્યક્તિત્વની હોય, ગમે તે ઉદ્દેશ પર તમારું જીવન ચાલતું હોય તે ઓળખ કે ઉદ્દેશ આગળ જશે.તમં બિલકુલ જ નવી ઊર્જા અનુભવશો.
Content: ઉદાહરણ તરીકે તમને જો એકાએક શેર-બજારના ધંધામાં રસ જાગે તો તમે ટેલિવિઝન, સામયિકો અને લોકો પાસેથી શેર-બજાર વિશેની તાજી જાણકારી મેળવવાનું શરૂ કરી દેશો.એકાદ મહિના પછી તમને લાગશે કે આખું વિશ્વ શેર- બજાર વિશે વધુ જાગ્રત થઈ રહ્યું છે. તમને એવું લાગવા માંડે છે કે બધે આસપાસ શેર-બજાર સંબંધિત જ લોકો છે. એવું નથી કે વિશ્વ બદલાયું છે. ફક્ત તમારો દૃષ્ટિકોણ બદલાયો છે.
Content: જ્યારે તમારું ઊર્જા કેન્દ્ર ખસે છે ત્યારે તમે તમારી આસપાસ તે જ પ્રકારના લોકોને એકઠા કરવા માંગો છો.
Content: એટલે તમે જો તમારું ઊર્જા કેન્દ્ર ખસેડો તો તમે જેને જુઓ છો તે જ જગતને બદલી શકો છો. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કહે છે કે સાત જગત છે. આનો ખરેખર અર્થ એ છે કે જગતને કેવું જોશું તે તમારી આ સાત વૃત્તિઓ નક્કી કરે છે.
Content: નિત્યદ્યાન - આનંદ માટે દૈનિક દયાન
Page 19
Content: દરેક સાત મિનિટના એવા પાંચ તબક્કાનું આ ધ્યાન છે
Content: ૧. અરાજક શ્વસન (Chaotic Breathing)
Content: સમય ગાળો : ૭ મિનિટ
Content: વજ્રાસનમાં બેસો (ઘૂંટણથી બત્રે પગ વાળી પગને અંદર રાખી એડી પર કૂલા ટેકવીને બેસવું) સામાન્ય રીતે આપણાં શરીરમાં ઊર્જાનું વહન સહસ્રાર ચક્ર (મસ્તિષ્ક કેન્દ્ર) થી મૂલાધાર ચક્ર (મૂળ કેન્દ્ર) તરફ થાય છે. વજ્રાસનની સ્થિતિ આ પ્રવાહને ઉલટાવવામાં સહાયરેપ થાય છે અને ઊર્જાની ઊર્ધ્વગતિને આધાર આપે છે.
Content: આંખો બંધ રાખો, હાથને તમારી કમર પર રાખો અને અરાજકપણે શ્વાસ લ્યો. અરાજકપણે કોઈ નિશ્વિત તાલ નિયમ વિના ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. ફક્ત શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો. તમારું સંપૂર્ણ હોવું શ્વાસનક્રિયા બની જવું જોઈએ અને આપણું શરીર પ્રવૃત્ત થયું જોઈએ.
Content: આ પ્રથમ ભાગ એકદમ ભોतिक છે. વજ્રાસનમાં બેઠક અને અરાજકપણે શ્વાસ લેવા છોડવાની ક્રિયા અનેક શારીરિક અને માનસિક પ્રશ્નોને મટાડશે. તમે જોઈ શકશો કે તમે જો પાચનનો પ્રશ્ન હશે તે સંપૂર્ણ પણે મટી જશે શરીરની સક્રિયતા વધશે અને તમારું પાચનતંત્ર સુધરી જશે.
Content: નિત્ય ધ્યાનનો પ્રથમ ભાગ શારીરિક સ્વાસ્થ્ય સ્થાપવા માટે છે. એક અગત્યની વાત તમારે નોંધવી જોઈએ કે તમારા શ્વાસની ગુણવત્તા તમારા મનની સ્થિતિ પ્રમાણે બદલાય છે. તમારી લાગણીઓ શ્વસન ક્રિયા પર અસર પાડે છે. તે
Content: જયારે ચિંતામાં હો છો ત્યારે તમારા શ્વાસની ગતિ બદલાય છે. તમે જયારે ગુસ્સામાં હો છો ત્યારે શ્વાસની ગતિ બદલાય છે. તમે જયારે તાણ અનુભવતા હો અને જો ત્યારે ઊંડા શ્વાસ લ્યો તો તરત જ તમે હળવાશ અનુભવવા લાગો છો અને તાણ દૂર થઈ જાય છે.
Content: શ્વાસ અને મન અરસપરસ સંકળાયેલા છે એકમાં બદલાવ લાવતાં બીજું એની મેળે બદલાય છે. લાગણીઓ કદાચ આપણા હાથમાં ન હોય પરંતુ શ્વાસ આપણા હાથમાં છે. જો આપણે શ્વાસનું નિયમન કરીએએ તો આપણી શ્વાસોશ્વાસની ગતિમાં પરિવર્તન લાવીએ તો આપણે સીધીજ રીતે લાગણીઓમાં અને મનની સ્થિતિમાં પરિવર્તન લાવી શકીએ છું.
Content: આપણે એક નિશ્વિત ઢબે શ્વાસ લઇએ છીએ અને છોડીએ છીએ. આપણા ભૂતકાળના સંસ્કારો, મનના અચેતન વિસ્તારમાં સંગ્રહાયેલી સ્મૃતિઓ આપણાં શ્વસનતંત્રમાં એક ખાસ પ્રકારની ઢબ ગોઠવે છે. પરિણામે આપણે તેવીજ લાગણીઓ અને સંસ્કારોને આપણા પ્રતિ આક્રષિત કરીએ છીએ. અને એવા એક દુશ્ચક્રમાં ઘૂમીએ છીએ જેમાં આપણા ભૂતકાળના સંસ્કારો આપણા શ્વાસોશ્વાસની ઢબ રચે છે અને બદલામાં શ્વાસોશ્વાસની ઢબ તેવા જ સંસ્કારો અને ઘટનાઓને ભવિષ્યમાં આકર્ષે છે. આ દુશ્ચક્ર તોડવાનું રહે છે.
Content: નિત્યધ્યાનનો શરૂઆત અરાજક શ્વસનથી શરૂ થાય છે. શ્વાસોશ્વાસ અનિયમિત હોવાથી તેને કોઈ નિશ્વિત ઢબ કે લય હોતા નથી. મનને ઘડનારી અને વ્યક્ત કરનારી સ્થાપિત ઢબ તૂટી જાય છે. જેથી વિચારોનો પ્રવાહ જે રીતે વર્ષોથી વહેતો હતો તે રીતે વહેતો અટકે છે.
Content: આપણા સ્નાયુઓ બાયો-સ્મૃતિ-ઊર્જા સ્વરૂપે આપણી ભૂતકાળની બધી સ્મૃતિઓને સંઘરે છે. ઊંડા અરાજક શ્વાસોશ્વાસ સ્નાયુઓમાંની તાણને ઢીલી કરે છે અને સ્નાયુઓ અને શરીરનાં અંગોમાં કોતરાયેલી સ્મૃતિ-ઢબનું નિર્મૂલન
Content: 34
Content: 35
Page 20
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: થવાનું શરે થાય છે. સામાન્યપણે આપણા સ્નાયુઓ તણાવયુક્ત હોય છે જેને અરાજક શ્વસન સ્નાયુઓને હળવા કરશે અને કંડારાયેલી સ્મૃતિઓની સફાઈ શરે કરશે.
Content: આપણી અંદરની પ્રત્યેક લાગણી એક વિશિષ્ટ પ્રકારની શ્વસન ઢબ ઊભી કરે છે. તમે જોયું હશે કે નાના બાળકો ઊંડા અને અનનંદપૂર્વક શ્વાસ લેતા હોય છે. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ સમાજ દ્વારા દુઃખ, સુખ, અપરાધભાવ, માન્યતાઓ વગેરેની સંકલ્પનાથી અનુક માનસિકતાના ઢાંચામાં તેઓ ઘડાય છે અને પછી તેમના શ્વાસોચ્છવાસની ગુણવત્તા સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
Content: લાગણીઓને દબાવવાની આદતને લીધે રચાયેલી શ્વાસોચ્છવાસની ઢબને હલાવવા માટે આપણે તેમાં અરાજકતા દાખલ કરવી પડે છે. શ્વસનની બીજી ઢબ કે લય દાખલ કરવા તે ઉપાય નથી.
Content: ભૂતકાળની બધી છાપ દૂર કરવા માટે તમારે તમારા શ્વસનતંત્રમાં પૂરેપૂરી અરાજકતા ઉમેરવી પડે છે. તેથી આ દયાનમાં પ્રાણાયામ જેવી કોઈ લયબદ્ધ શ્વસન ક્રિયા અનુસરસો નહીં. ફક્ત અરાજકપણે શ્વાસ લો, અરાજક શ્વાસોચ્છવાસ તમારી બધી જૂની સ્મૃતિઓને વળગેલી લાગણીઓના લગાવને તોડી નાખશે.
Content: સૂકા પાનવાળા વૃક્ષને હલાવવા જેવું આ છે. કરમાયેલાં પાનનું બધાં ખરી જશે. અરાજક શ્વસન તમારા દબાયેલા મનોતંત્રને હલાવવા માટે છે. જેથી તેમાં કંડારાયેલી બધી સ્મૃતિઓ છૂટી પડી જશે.
Content: ઊંડા અરાજક શ્વાસોચ્છવાસ શરીરમાં વિપુલ પ્રમાણમાં પ્રાણવાયુ દાખલ કરે છે અને અંગારવાયુનો નિકાલ કરે છે. તેથી હવાની હેરફેર પુષ્કળ જથ્થામાં
Content: નિત્યધ્યાન - આનંદ માટે દૈનિક ધ્યાન
Content: થાય છે જેને કારણે તમારામાં તાજગી અને ઉત્સાહનો વધારો થાય છે.
Content: લોહીમાં પ્રાણવાયુ વધારે પ્રમાણમાં ભળવાથી એની મેળે શરીરના પ્રત્યેક સેલમાં બાયો-ઊર્જો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને શરીરના બધાં અંગો ચેતનવંતા બને છે. ઉત્પન્ન થયેલી બાયો-ઊર્જા જૂના સંસ્કારોની સફાઈ શરે કરે છે અને તમે હળવા, ઊર્જોસભર અને આનંદિત બનો છો.
Content: ૨. જોશીલું ગૂંજન (ઓમકાર્ટ્સ હમીંગ)
Content: સમય ગાળો : ૭ મિનિટ
Content: વજાસનમાં બેસી રહો : ચિન્મુદ્રા બનાવો જેમાં હથેળીની પહેલી આંગળી અને અંગૂઠાનાં ટેરવાં એકબીજાને સ્પર્શે તે રીતે તમારા બેઉ હાથને હથેળી ઉપરની બાજુ આવે તેમ ઘૂંટણ પર મૂકો. આ સ્થિતિમાં મોઢું બંધ કરી હોઠ બીડીને બને ટેટલી તીપ્રતાથી વધુ ને વધુ મોટેથી અને બને ટેટલો લાંબો ગૂંજનનો દ્વનિ કાઢો.
Content: શરીરની અંદરથી મમમુમ...... એવો અવાજ પેદા કરો, ખાલી એલ્યુમિનિયમના વાસણમાં તમારું મોઢું મૂકો અને ગૂંજણાટનો અવાજ કોઠા તવાં ઓઢવાને નીકળશે. જો રોખા હમ...... કે ઓમમુમ..... એવો અવાજ ન હોવો જોઈએ. માત્ર તમારા બીડેલા હોઠોથી પેદા થતો મમમુમ..... અવાજ છે. બે શ્વાસની વચ્ચેનું આ ગૂંજન બની શકે ટેટલું લાંબુ ચાલવું જોઈએ. એ બને ટેટલું મોટું હોવું જોઈએ. ઊંડા શ્વાસ લેવા માટે જોર કરવાની જરૂર નથી શરીર સ્વયંજ જરૂર હશે તે પ્રમાણે હવાને યોગ્ય માપમાં જ અંદર લેશે.
Page 21
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: તમારી પૂરેપૂરી જાગૃતિ ગૂંજન પર કેન્દ્રિત કરો. ગૂંજન બની જાવ મનનું સતત બોલવાનું ચાલું જ હોય છે. આ સતત વાતચીતને આપણે આંતરિક બબડાટ કહીને છીએ. ગૂંજન એ આ આંતરિક બબડાટને ઘટાડવાની ઉત્તમ પદ્ધતિ છે. આંતરિક બબડાટ બીજું કશું નહિ પરંતુ આપણી અંદર સતત ચાલતા સ્વતંત્ર વિચારો છે. ગૂંજન શરીરને ઊર્જા તરીકેની અનુભૂતિ કરાવે છે. જેવું તમે ગૂંજન શરૂ કરો છો કે તમે જાણો કે તરતાં હો તેવી હળવાશ અનુભવો છો. શરીરનું ભારેપણું દૂર થાય છે કારણ કે ગૂંજન મનનાં આંદોલન સાથે શરીરનાં આંદોલનોને એકમેકના મેળમાં લાવે છે. તમે તમારી જાતને ઊર્જા તરીકે અનુભવવા લાગો છો.
Content: અસ્તિત્વ જાણે કે તે બની ગયું હોય તેવું અનુભવો.
Content: આ સાતેય ઊર્જા કેન્દ્રોમાંનું પ્રત્યેક કેન્દ્ર આપણી ચોક્કસ લાગણી સાથે જોડાયેલું છે. ક્યારેક ફોટોગ્રાફી વડે આ ચક્રની તસવીરો લેવાઇ છે અને ઊર્જા કેન્દ્રો પર તેમનું અસ્તિત્વ સાબિત થયું છે. આ લાગણીઓ પોતે ભૂતકાળની એકકૃત થયેલી કોતરાયેલી સ્મૃતિ ભંડારનું પરિણામ માત્ર છે. આ સ્મૃતિઓ આપણને લોકો અને પરિસ્થિતિ તરફ એ જ જૂની રીતે પ્રતિક્રિયા કરવા માટે ખેંચે છે. અને આ પ્રતિક્રિયાને આપણે બાધા કહીને છીએ. જે તે કેન્દ્રમાંથી ઉદભવતી લાગણી તે ખાસ કેન્દ્રને રંજે છે જે શારીરિક અને માનસિક ખલેલ પેદા કરે છે. તેથી ધ્યાનના આ પ્રકારમાં આપણે આપણું સંપૂર્ણ ધ્યાન કરોડરજ્જુના નીચેના છેડાથી શરૂ કરી મસ્તિષ્કના ઉપલા હિસ્સા તરફ એક પછી એક પ્રત્યેક ઊર્જા કેન્દ્ર પર લઇ જઇએ છીએ. આપણે જ્યારે કશાને પણ સજાગતાથી ભરી દઇએ છીએ ત્યારે તેમાં રહેલી નકારાત્મકતા ઓગળી જાય છે. શારીરિક પીડા માટે પણ આ એટલું જ સાચું છે. આપણાં શરીરમાં એક જગ્યાએ દુઃખાવો હોય અને જો આપણે શરીરના તે ભાગને સજાગતાથી ભરી દઇએ તો જણાશે કે તે દુઃખાવો એક બિંદુ સુધી સંકોચાઇ જશે અને પછી ગાયબ જઇ જશે.
Content: તાણમાં આવ્યા વિના હળવાશથી જ આ કરજો. તમારું આખું અસ્તિત્વ અને ઊર્જાને આ આંદોલનો ઉત્પન્ન કરવામાં ડુબાડી દો. ગૂંજનના ધ્વનિની વચ્ચેના અવકાશને ઘટાડતા જાઓ. થોડા વખત પછી તમે લાગશે કે તમારા પ્રયત્ન વિના જ ગૂંજન ચાલુ રહે છે અને તમે ફક્ત સાંભળનાર બની રહો છો. શરીર અને મન ગૂંજનના આંદોલનો સાથે તાલબદ્ધ પડધો પાડવાનું શરૂ કરે છે. આ ગૂંજન સ્વાસ્થ્યપૂર્ણ આંતરિક વાર્તાલાપ અને સ્વસ્થ ઉચ્ચ ભાવવાહી સજા ગતા પેદા કરશે.
Content: 3. સજા ગતા :
Content: સમય ગાળો : 7 મિનિટ
Content: વજ્રાસનમાં અથવા ઈચ્છો તો સુખાસનમાં (પલાંઠી વાળીને) બેસો. તમારા હાથની આંગળીઓ વડે ચિન્મુદ્રા કરો, તમારી સજા ગતા (ધ્યાન)ને દરેક ચક્ર (ઊર્જા કેન્દ્ર) પર (એક મિનિટ) રાખી મૂળાધાર ચક્ર (મૂળ કેન્દ્ર) થી શરૂ કરી સહસ્રાર ચક્ર (મસ્તિષ્ક કેન્દ્ર) સુધી લઇ જાવ. સજાગતાને જે તે કેન્દ્ર પર લઇ જાવ ત્યારે તે વિશિષ્ટ કેન્દ્ર બની જાવ. દરેક ઊર્જા કેન્દ્રને તમારું સંપૂર્ણ
Content: સાતમાંના દરેક ઊર્જાકેન્દ્રને પ્રત્યેક મિનિટ માટે પૂરી સજા ગતા સાથે ભરી દો. એવું વિચારો કે આખા વિશ્વમાં ફક્ત આ એક ચક્ર જ અસ્તિત્વ ધરાવે છે અને બીજું કશું નહિ. માત્ર તે ઊર્જા ચક્ર જે બની જાવ. તમારું સંપૂર્ણ અસ્તિત્વ જે જાણે તે ઊર્જા કેન્દ્ર બની ગયું છે તેવું અનુભવો તે રીતે પછી બીજા કેન્દ્ર પર જાઓ. ધ્યાનના આ તબક્કા પછી તમે હકારાત્મકતા અને હળવાશથી સંપૂર્ણ રીતે ઊર્જાસભર થઇ જશો.
Content: જેમ જેમ તમે ઉપર તરફના કેન્દ્રો તરફ આવતા જશો તેમ તેમ તમારો ઉત્સાહ
Page 22
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: અને ઉત્કટતા પણ વધતા જશે. આ મનોદર્શન સ્વસ્થ મન, સ્વસ્થ વિચારો અને ઉચ્ચ ભાવનાત્મક જાગૃતિ સ્થાપવામાં સહાયરૂપ થશે. આ તબક્કાના અંતે તમે હળવા અને ઊર્જોસભર હોવાનો અનુભવ કરશો.
Content: ઉપરાંત જયારે તમે ઊર્જો કેન્દ્રો પર એકાગ્ર થાવ છો, ત્યારે તમારું મન પણ સહેલાઈથી ભટકી જશે નહીં. મન સહેલાઈથી સ્થિર થશે કારણ કે આ કેન્દ્રો જીવંત ઊર્જો કેન્દ્રો છે. તમે શરીરના બીજા કોઈ ભાગ પર એકાગ્ર થાવ છો ત્યારે તમારે મન સહેલાઈથી ભટકી શકે છે.
Content: ૪. પકડ મુક્ત રહો (બી અનક્લચર્ડ) :
Content: સમય ગાળો : ૭ મિનિટ
Content: ધ્યાનના આ તબક્કામાં તમે એ સમજ સાથે રહો કે તમારા વિચારો બિનજોડાયેલા, અવ્યવહારુ અને પકડ બહારના છે. તમને વિચારો આવે તો પણ તેમને દબાવવાની કે તેમને પ્રતિક્રિયા આપવાની કોશિશ ન કરો. એ સમજ સાથે વિચારોને જોયા કરો કે આ વિચારો અતાર્કિક અને એકબીજાથી અલગ છે. આમ કરતાં સહજ રીતે જ તમારામાં સાક્ષીભાવની ચેતના જાગ્રત થશે.
Content: તમને જણાવી દઉં, તમે સમજો કે ન સમજો, સ્વીકારો કે ન સ્વીકારો તમે શરથી પ્રબુદ્ધ, જીવન-મુક્ત છો જ.તમે સ્વાભાવિક રીતે જ પકડ મુક્ત જ છો. શાંત બનીને મન બેસો અને પકડ મુક્તની આ અવસ્થાની શુદ્ધ પણે હોવાની અને પરમ આનંદનો અનુભવ કરો, મુક્તિની અવસ્થાની અનુભૂતિ માટેની આ અંતિમ પદ્ધતિ છે.
Content: નિત્યધ્યાન - આનંદ માટે દૈનિક ધ્યાન
Content: ૫. કૃતજ્ઞતા:
Content: સમયગાળો : ૭ મિનિટ
Content: નિત્ય ધ્યાનનું સમાપન આપણે વૈશ્વિક ઊર્જી સાથે આપણા જોડાણ (Connection) થી કરીએ છીએ. આ તબક્કામાં આપણે વિશ્રામ કરીએ છીએ અને વૈશ્વિક ઊર્જોમાં વિરામ કરીએ છીએ. તમે અખિલ બ્રહ્માંડ સાથે જોડાયેલા છો તેવી ભાવના સાથે વિશ્રામની સ્થિતિમાં માત્ર બેસો. તમારા ગુરુ કે કોઈ દેવતા જેમને માટે તમારે પૂજ્યભાવ હોય તે ગુરુ કે દેવતા સાથે તમે જોડાયેલા છો તેવી લાગણી અને ઊંડા આદરભાવ સાથે પૂર્ણ નિષ્કલ્પતાની સ્થિતિમાં બેસો. ફક્ત વિશ્રામની સ્થિતિમાં રહો અને સ્થિર થાવ.
Content: અસ્તિત્વ પ્રતિ અને ગુરુ પ્રતિ, આ મહાન જ્ઞાન કે જે આપણને અજ્ઞાનમાંથી મુક્ત કરાવે છે અને આપણને નિત્યાનંદ-શાશ્વત આનંદની સ્થિતિમાં મૂકે છે પ્રતિ હૃદયપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરો અને ધન્યતાનો અનુભવ કરો.
Content: આ ધ્યાનની પદ્ધતિનો દરરોજ દિવસમાં એક વખત મહાવરો કરો અને તમારા અસ્તિત્વના, તમારા હોવાના એક નવા આયામની અનુભૂતિ કરો, નિત્યધ્યાન તમારા શરીર અને મનને શુદ્ધ ચૈતન્ય અને પરમ આનંદની અનુભૂતિ માટે સક્ષમ કરશે.
Page 23
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: નિત્ય ધ્યાનના ફાયદા :
Content: દરરોજ ત્રીસ મિનિટનું નિત્ય ધ્યાન તમને આપશે:
Content: ૧. તાણમાંથી મુક્તિ
Content: ૨. સુધારેલા માનવ સંબંધો
Content: 3. આંતરિક શાંતિ અને સંતોષ
Content: ૪. અંત:સ્ફુરણાની જાગૃતિ (Awakened intuition)
Content: ૫. નિયમિત લોહીનું દબાણ
Content: ૬. સુધારેલો ઊંઘનો ઢાંકો
Content: ૭. સુધારેલી સ્પષ્ટતા
Content: ૮. આખા દિવસ માટે ઊર્જા સ્તરમાં વધારો
Content: ૯. દિવ્ય ઊર્જા સાથે જોડાણ.(Connection)
Content: તમે તમારા પરિવારજનો અને મિત્રોને નિત્યધ્યાનનો સંપર્ક કરાવી શકો છો. (http://www.dhyanapeetam.org/web/ND_initiation.asp) જેમ જેમ વધુને વધુ લોકો જીવન મુક્ત તરીકે પકડ મુક્ત સ્થિતિમાં જીવશે તેમ તેમ પૃથ્વીના આપણા ગ્રહ પર સામુહિક હકારાત્મકતા માટે તેઓ સહયોગ કરશે. વ્યક્તિગત ચેતનાનો આ ફેરફાર સામુહિક ચેતના પ્રતિ વિધેયાત્મક દિશામાં આગળ વધશે. જે પરિણામ સ્વરૂપે આ પૃથ્વીના ગ્રહ પર મુક્ત સંસ્કૃતિની સ્થાપના કરશે.
Content: નિત્ય યોગ - શરીર, મન અને સ્વ-અસ્તિતત્વ માટે
Content: નિત્ય યોગ
Content: યોગ ફક્ત શારીરિક તંદુરસ્તી માટે નથી. યોગ શરીર, મન અને આત્માના એક્યને સાધવા માટે શરીરને તૈયાર કરવા માટે પણ છે. નિત્ય યોગ તે આ એક્ય માટે શરીરની ભાષામાં ઋષિ પતંજલિની તૈયાર કરેલી પદ્ધતિ છે.
Content: યોગ શું છે ?
Content: યોગના પ્રાચીન વિજ્ઞાનના પિતા પતંજલિ યોગના પાયાના શાસ્ત્ર યોગસૂત્રના આરંભે જ કહે છે.
Content: યોગ: ચિત્ત વૃત્તિ નિરોધ:
Content: ઋષિ પતંજલિ કહે છે, યોગ મનનો અટકાવ છે. તેનો અર્થ એ નથી કે યોગ મનના અટકાવ સાથે પૂરો થાય છે તે સમજો બલ્કે, યોગ શરૂ થાય છે જ્યારે મન અટકે છે !
Content: ખરેખર તો યોગ ક્યારેય પૂરો થતો નથી. તે શરૂ થઈ શકે છે. યોગ સતત ચાલતી પ્રક્રિયા છે.
Content: યોગ કઈ રીતે ચાલતી પ્રક્રિયા છે તે સમજવા માટે એક અગત્યનું સત્ય જાણવાની જરૂર છે. જે કંઈ થઈ રહ્યું છે તે ઇષ્ટ છે. સ્પષ્ટ પણે સમજી લેજો કે તમારો થતો પ્રત્યેક અનુભવ તમારી ચેતનાને ઊંચે લઇ જાય છે અને તમને વધુ પુખ્ત બનાવે છે. અરે ! ધનની હાની પણ તમને થોડી પુણ્યતા આપે છે. સ્વાસ્થ્યની હાની પણ તમને કંઇક સમજણ આપે છે. તમે જ્યારે આ સત્યને આત્મસાત્ કરી લો છો ત્યારે તરત જ તમે જીવનને હર પળે એક અદ્ભૂત ઘટના તરીકે જુઓ છો.
Page 24
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: એક નાની વાતા :
Content: એક વખત સમુદ્રમાં એક જહાજ જઈ રહ્યું હતું. જહાજના કમાને અચાનક સામે તેજસ્વી પ્રકાશ જોયો અને તે જહાજ તેના માર્ગની દિશા બદલવાની ચેતવણી આપવા દોડયો. તેણે ઝડપથી જોહર કર્યું, ‘ટકરાવ અટકાવવા માટે તમારો માર્ગ પંદર અંશ ઉત્તર તરફ વાળો, સામેથી અવાજ આવ્યો, અમારી ભલામણ છે કે ટકરાવ અટકાવવા માટે તમે તમારો માર્ગ પંદર અંશ દક્ષિણ તરફ વાળો.’
Content: હવે જહાજનો કમાન ગુસ્સે થયો અને ધમકીભર્યા સ્વરમાં જવાબ આપ્યો, ‘દેશનું આ સૌથી મોટું જહાજ છે. અમારી પાસે ત્રણ વિનાશક મિસાઈલ, રક્ષા સાધનો અને ઘણાં મદદરેપ જહાજો છે. હું આદેશ આપું છું કે તમે તમારો માર્ગ પંદર અંશ ઉત્તર તરફ બદલો નહિતર અમારા જહાજની સલામતી માટે અમે વળતા પગલાં લઈશું.’
Content: સરળ અવાજમાં પ્રત્યુતર આવ્યો, ‘અમે દીવાદાંડી છીએ.’
Content: સમજો, અસ્તિતત્વ સતત ઘટિત થયા કરે છે અને તમને એ રીતે માર્ગદર્શન આપ્યા કરે છે કે જે કાંઈ તમને થાય છે તે શક્ય તેટલી શ્રેષ્ઠ રીત છે. તેની સાથે લયમાં જાઓ એ જ સર્વોઉત્તમ માર્ગ છે, ઊંચા તરંગ સાથે રેડિયો ટ્યુન કરવાની જેમ. યોગનો શાબ્દિક અર્થ છે જોડાવું.
Content: પતંજલિ-યોગનો સ્થાપક
Content: યોગ શાસ્ત્રના સ્થાપક પતંજલિ છે. મુક્તિના અનુભવને સિદ્ધ કરવા માટે સ્પષ્ટ, વૈજ્ઞાનિક અને તર્કશુદ્ધ યોગ પદ્ધતિ વિકસાવનારા તેઓ પ્રથમ ગુરુ છે.
Content: પતંજલિ યોગના આધ્ય ગુરુ હતા અથવા એમ કહેવાય કે તેઓ આધ્યાત્મિક નાવિક હતા જેમણે નકશો તૈયાર કર્યો અને મુક્તિના માર્ગનું સંપૂર્ણ દિશાસૂચન
Content: નિત્ય યોગ – શરીર, મન અને સ્વ-અસ્તિત્વ માટે
Content: કર્યું. તેમણે સ્પષ્ટ નિ:શંક દિશાસો આપી અને મુક્તિના અનુભવને આત્મસાત કરવા કમબદ્ધ સૂત્રો આપ્યાં. વૈજ્ઞાનિકો જે રીતે બહારના ભૌતિક જગતની ઘટનાઓને સમજાવવા માટે સૂત્રો રચે છે તેમ પતંજલિએ આંતરિક જગતને સમજવા અને મુક્તિ અંગે અદ્ભૂત સુંદર સૂત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિ રચ્યાં.
Content: રઘુપતિ યોગી-યોગની આચાર્ય
Content: મને મહાન જીવંત યોગ ગુરુ યોગીરાજ યોગાનંદ પૂરી કે જેઓ રઘુપતિ યોગી તરીકે ઓળખાય છે તેમની સાથે રહેવાનું મહાન સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. પતંજલિએ શોધેલા યોગશાસ્ત્રના તેઓ અનુતમસિદ્ધ નિષ્ણાત હતા.
Content: તેઓ આસનો કે જેમાં શરીરને વાળીને વિવિધ સ્થિતિમાં રાખવાની હઠયોગની ભૌતિક બાબતો પ્રાણાયામ એટલે કે જીવન ઊર્જા સાથે કામ કરવાની બાબતો, મન સાથે કામ કરવાની બાબતો, અંતર્દર્શન ધ્યાનની ક્રિયાઓ, લાગણીઓ અને ભાવજગત સાથે કામ કરવાની બાબતો અને અન્ય આયામો સહિત યોગની બધી જ બાબતો પર પ્રભુત્વ ધરાવતા હતા.
Content: યોગના કેન્દ્રસ્થ સત્યોમાં તેમની ઊંડી અંત:દષ્ટિ હતી. જેમણે પતંજલિની ચેતનાને આત્મસાત કરી હોય તેવી વ્યક્તિ જ પતંજલિને પુન:જીવન આપી શકે છે. પતંજલિના ચૈતન્યને કે પતંજલિની આંતરિક શાંતિને અનુભવી હતી એવા એક મહાન આચાર્ય તેઓ હતા અને તેમની સાથે રહેવાનું મને મહા સદ્ભાગ્ય મળ્યું હતું.
Content: તેમનામાં આશ્ચર્યકારક અને અકલ્પનીય શારીરિક શક્તિઓ હતી જે તેઓ સરળતાથી વ્યક્ત કરતા તેઓ પોતાની છાતી ફરતે લોખંડનું દોરડું બાંધતા, શ્વાસને પૂરેપૂરો બહાર કાઢી અને પછી શ્વાસને અંદર ભરતી વખતે લોખંડના દોરડાના ટૂકડા કરી નાંખતા.
Page 25
Content: સામાન્યતઃ આવું થઈ શકે છે તે તાર્કિક મન સ્વીકારી શકે નહીં કે સમજી શકે નહીં. પરંતુ આ મહાન યોગી માટે આ બધું શક્ય હતું. મને તેમની નીકટ રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. મેં તેમને હવામાં ઊડતા જોયા છે. તે પણ એક વખત નહીં પરંતુ અનેક વખત. તેઓ ઊંડો શ્વાસ લે અને શ્વાસને ભરી રાખે જેવું આમ કરે કે તરત જ તેમનું શરીર હવા ભરેલા ફૂગ્ગાની માફક જમીનથી અધ્ધર ઊંચકાઈ જાય.
Content: આગળથી તેમના વરસની વય સુધી મને તેમના ચરણો તેમના માર્ગદર્શન અને પ્રેમાળ કાળજીનું સૌભાગ્ય મળ્યું હતું. દરરોજ પ્રાત:કાળથી મધ્યાહ્ન સુધી ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક તેઓ પારેપારિક યોગિક ક્રિયાઓ જેમ કે વિવિધ આસનો નેતિ, ધૌતિ કે જેમાં માટે આંતરડા અને અંદરની કાર્યતંત્રને સાફ કરવા માટે લાંબુ કાપડ ગળી જવાનું હોય વગેરે મારી પાસે કરાવતા
Content: ઈરાદા સાથે શરીરને ચલાવો અને પરિણામો મેળવો !
Content: કોઈ દિવસે રઘુપતિ યોગી મને સ્થિર બેસવાનું અને ખૂબજ શાંતિપૂર્ણ બની સ્થિરતા, સૌમ્યતા અને શાંતિ પર ધ્યાન કરવાનું કહેતા અને દશ મિનિટ બાદ તેઓ અચાનક જ મને ઊભા થવાનું અને મંદિર પરિસરનો માર્ગથી શક્ય તેટલી વધુ ઝડપથી દોડીને ચક્કર મારવાનું કહેતા.
Content: તેઓ મારા શરીરને ઓમ તેમ વાણીથી કહેતા. જયારે તેઓ મને યોગ શીખવાડતા હતા તે મંદિરમાં વીસ થી ત્રીસ થાંભલા હતા. તેઓ મને પથ્થરના આ દરેક થાંભલા પર ચડઉં અને થાંભલા પર ચડવા ઉતરવા માટે મારે ફક્ત એક હાથનો જ ઉપયોગ કરવાનો !
Content: હું તેમને પૂછતો કે તેઓ શા માટે મને આ બધા થાંભલા પર ચડાવે છે કારણ કે મેં કોઈ પુસ્તકમાં કે સૂત્રોમાં ક્યાંય વાંચ્યું ન હતું કે થાંભલા ચડવા તે યોગનો એક ભાગ છે.
Content: એમણે સુંદર વાત કરી, 'કોઈ પણ હેતુ માટે તમે તમારા શરીરને વાળો છો કે હલનચલન કરાવો છો તેની સ્મૃતિ અને ઉદ્દેશ્યની તમારા શરીર અને મનમાં પૂરી નોંધ થાય છે. '
Content: આ અચંબાભર્યું પ્રકટીકરણ હતું ! તેમણે કહ્યુંં કે તમે જે ઇરાદાથી તમારું શરીર હલાવો છો, શરીરને વાળો છો કે તમારા શરીરને સફળિય કરો છો તે ઇરાદો, તે હેતુ તમારા શરીરમાં નોંધાઇ જશે. તે સંસ્કાર તમારા શરીરમાં વ્યક્ત થવાનું શરૂ થઇ જશે.
Content: આજે ખાસ કરીને પશ્ચિમમાં યોગને આસનો સાથે જોડવાનું પ્રમાણ વધારે પડતું પ્રચલિત થયું છે. જેમ કે, અમુક રોગ માટે તમારે અમુક આસનો કરવાજોઈએ કે અમુક પ્રશ્નો માટે અમુક પદ્ધતિ અપનાવવી જોઈએ. સમજો કે, રોગનું નિરાકરણ એ યોગનો હેતુ નથી અને જયારે તમે રોગ વિશે વિચાર કરો છો અને મનમાં તે વિચાર સાથે યોગ કરો છો ત્યારે તમે ખરેખર તો તમારા શરીરતંત્રમાં તે રોગના વિચારની છાપને વધુ ઘનિષ્ટ કરો છો.
Content: રઘુપતિ યોગી કહે છે કે, કોઈપણ આસન કે શારીરિક ગતિવિધિ જે કોઈ હેતુ કે ઈરાદા સાથે કરવામાં આવે છે તો તેથી તે જ તે અસર તમારા શરીરને આપશે. તેઓ કહે છે કે સામાન્ય બેસવા બાબત પણ આવુંં શક્ય છે. તમે દૃઢતાપૂર્વક માનતા હો કે બેસવાથી તમને સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે અને તમે સ્વાસ્થ્ય માટે બેસો છો તો તમને જણાશે કે સ્વાસ્થ્ય તમારામાં સહજ ઘટિત થાય છે.
Content: યાદ રાખો તમારું શરીર ખુદ તમારી સ્મૃતિનું બનેલું છે. તમારું મન કે જેને તમે તમારું વિચારો છો તે તમારા શરીરના બંધારણના ઘટકો બનાવે છે.
Content: પ્રત્યેક સ્મૃતિ તમારા સ્નાયુઓમાં નોંધાયેલી છે તેથી તમે જો સ્મૃતિ બદલો છો તો તમે તમારા શરીરતંત્રને બદલી શકો છો. તમારાથી સચાતી પ્રત્યેક સ્મૃતિને
Page 26
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: તમારું તંત્ર પ્રતિભાવ આપી શકે છે અને આપશે. આને કારણે જ નિત્યયોગ દ્વારા શરીર-મનનું રેપાંતરણ થાય છે. નિત્યયોગમાં આંતરિક જગતને પ્રથમ સાફ કરવામાં આવે છે જેથી મન તેના સુમેળમાં આવી જાય છે. પછી જે રીતે ઇરાદા સાથે શારીરિક ગતિવિધિ કરવામાં આવે છે તેને શરીર અનુસરે છે. ઇરાદો છેક સ્નાયુઓની સ્મૃતિ અને શરીરના કોષોની બુદ્ધિમતામાં પ્રવેશ પામે છે.
Content: નિત્ય યોગ – શરીર, મન અને સ્વ-અસ્તિતત્વ માટે
Content: વૈજ્ઞાનિક પુરાવો :
Content: આપણે એ છીએ જે આપણે સમજ છીએ. જે આપણે સમજ છે તે આપણી ક્રિયાઓ છે. જે આપણી ક્રિયાઓ છે તે પ્રમાણે આપણી નિયતિ છે. આ ઉપનિષદમાંથી લીધેલું અવતરણ નથી પરંતુ ડો. બ્રુસ લિપ્ટનના પુસ્તક ‘ધી બાયોલોજી ઓફ બિલીફ’ માંથી લીધેલું વાક્ય છે. ડો. લિપ્ટન, શરીરના કોષના રજૂ કરેલું છે. આપણને સમાજે શીખવ્યું છે કે, આપણે એ રીતે વર્તીએ છીએ જે રીતે આપણા જનીનની રચના હોય. ડો. લિપ્ટન, પોતાના સંશોધન પછી આનાથી ઉલટું જ કહે છે. આપણા જનીન આપણે જે રીતેનું વર્તન કરીએ છીએ તેના દ્વારા બને છે.
Content: ઇરાદા અને દર્શનશીલતાના સમર્થ્યના એવા અનેક નોંધાયેલા કિસ્સાઓ છે જેમાં ઇરાદા અને મનોદર્શન ખરેખર ભૌતિક હકિકતમાં પરિણમ્યા હોય. જેમકે લોકોએ કેન્સર જેવા જીવલેણ રોગને મટાડ્યો હોય છે કે પોતાના મનોવૈજ્ઞાનિક હડસેલીને ભयंકર શારીરિક પડકાર ભરી સ્થિતિમાંથી બહાર આવીને ઘારેલી ક્ષમતા કરતાં પણ ખૂબ આગળ નીકળી ગયા હોય છે. શરીરની કોષીય સ્મૃતિને રેપાંતર કરનારી ઇરાદાની શક્તિથી આવું શક્ય બને છે.
Content: આ પ્રાચીન સત્ય આધુનિક વૈજ્ઞાનિક નિષ્કર્ષોના આધારે હવે પુરવાર થઈ ગયું છે. એ સાબિત થઈ ગયું છે કે જે આપણે ઊંડાણથી અને સતત રીતે વિચારીએ છીએ
Content: નિત્ય યોગનો હેતુ :
Content: નિત્યયોગ વિશ્વને માટું સમર્પણ છે એ એવું વિજ્ઞાન છે, એવું સૂત્ર છે જે મને થયો તે જ મુક્તિનો અનુભવ સહુને આપશે.
Content: નિત્યયોગનો હેતુ સરળ છે: આનંદની અનુભૂતિ કરવી અને અનુભૂતિની અભિવ્યક્તિ કરવી, નિત્યયોગ વધે તમारा આંતરજગતમાં આનંદ અનુભવવાની ક્ષમતા અનેકગણી વધી જશે. તમારા શરીરમાં આનંદના કિરણોને પ્રસાર કરવાની શક્તિ આવવા લાગશે.
Content: હાલની સ્થિતિ પ્રમાણે તમારું શરીરતંત્ર આવી મુક્ત અવસ્થામાં રહેવા માટે, અનુભવનને સતત પ્રસારિત કરવા માટે કદાચ તૈયાર નહીં હોય. નિત્ય યોગ તમારા શરીરને આંતરિક આનંદ, શાશ્વત આનંદ ને અનુભવવા, તેમાં ટકી રહેવા અને સતત તેનો પ્રસાર કરવા તૈયાર કરે છે.
Content: નિત્યયોગ દ્વારા હું સાધકોને આ તાલીમ માત્ર આનંદની અનુભૂતિ કરાવવા માટે નથી આપતો પરંતુ આ અનુભવ તેમનામાં સ્થાયી થાય અને તે આનંદ સતતપણ તેમનાં જીવનમાં પ્રસરતો રહે તે માટે આપું છું. નિત્યયોગના હેતુ લોકોને પકડમુક્ત થવામાં અને સનાતન આનંદનો અનુભવ મેળવવામાં મદદરૂપ થવાનો છે. લોકોને જણાશે કે શારીરિક રોગોનું નિવારણ તો એક ઉપપેદાશ, આડ અસર તરીકે થાય છે.
Content: તેજ રીતે ધ્યાન માત્ર માનસિક સુખાકારી માટે નથી. માનસિક સુખાકારી જે ધ્યાન દ્વારા થાય છે તે તો તેની શક્ત એક આડઅસર છે. નિત્ય યોગનું ધ્યેય તો તમારા આખા જીવનને, પ્રત્યેક પ્રવૃતિને અને પ્રત્યેક હલનચલનને યોગમાં,
Page 27
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: આનંદમાં રેપાંતરિત કરવાનું છે.
Content: આજે વિશ્વભરમાં નિત્ય યોગની કાર્યશાળાઓ ચલાવવામાં આવે છે. નિત્યયોગનો પ્રત્યેક કાર્યક્રમ પતંજલિના અષ્ટાંગ યોગના આસનો, પ્રાણાયામ, મુદ્રા વગેરે બધા અંગોને સાથે વણી લઈને શરીર, મન અને આત્માના એકત્વે ઊંડાણ આપે છે.
Content: નિત્યયોગ તમારા જીવનના વધુ પવિત્રોમાં ઉમેરવા માટે નહીં પરંતુ તમારી પ્રવૃત્તિઓમાં વધુ જીવન ઉમેરવા માટે છે.
Content: જો તમે હાજર હો, તમે જાગ્રત હો અને કંઈપણ કરતી વખતે તમે સંપૂર્ણપણે વર્તમાનમાં રહો છો તે યોગ છે, તે નિત્ય યોગ છે.
Content: પરમહંસ નિત્યાનંદ વિશે
Content: પરમહંસ નિત્યાનંદ આપણી વચ્ચે હયાત જીવનમુક્ત ગુરુ છે. ધ્યાન અને આંતરિક શાંતિ માટેના વૈશ્વિક આંદોલન સાથે નિત્યાનંદ રોજિંદા વ્યવહારિક તણાવથી લઈને મુક્તિની ખોજ જેવી ગહન બાબતો માટેના ઉપાયો આપે છે. તેમણે નાની ઉંમરે ઘર છોડ્યું અને સંપૂર્ણ ભારતનો પ્રવાસ ખેડ્યો, પવિત્ર તીર્થોની મુલાકાત લીધી અને આધ્યાત્મિક ગુરુઓ તથા રહસ્યવાદીઓને મળ્યા. ધ્યાન, યોગ, તંત્ર, જ્ઞાન, ભક્તિ અને પૂર્વના તાત્વિક વિજ્ઞાન દ્વારા તેમણે સહજ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. માનવ સ્વભાવના હૃદયને જાણવાની પ્રબુદ્ધ અંતર્દષ્ટિ પ્રાપ્ત નિત્યાનંદે બૃહદ્ માનવતા માટેનું પોતાનું જીવન ઘેય નિષ્ઠ કરી દીધું છે. જીવનમુક્તિની પ્રાચીન પરંપરાના સશક્ત આધાર સાથે વિશ્વના સઘળા ધર્મોને અંતિમ સત્ય માટેના પથમાં સમાવિષ્ટ કરીને નિત્યાનંદ સામાજિક, સાંસ્કૃતિક, ભાષા, ઉંમર અને જાતિના બધા અવરોધો ઓળંગીને વિશ્વભરમાંથી લોકોને આકર્ષે છે.
Content: નિત્યાનંદ મિશન વિશે
Content: નિત્યાનંદ મિશન ધ્યાન અને આંતરિક આનંદના પ્રસાર માટે વૈશ્વિક આંદોલન છે. સંસ્થા દ્વારા અપાતી સેવાઓમાં - નિત્યાનંદ આધ્યાત્મિક રોગ નિવારક પધ્ધતિ દ્વારા નિ:શુલ્ક ઊર્જા સારવાર - વિના મૂલ્યે યુવાનોને શિક્ષણ - કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન - સત્સંગ (આધ્યાત્મિક મેળાવડા) - વિના મૂલ્યે મેડિકલ શિબિરો અને આંખના ઓપરેશનો - વિશ્વભરના આશ્રમોમાં મફત ભોજન - આશ્રમ પરિસરના ગુરુકુલ દ્વારા બાળકોના શિક્ષણ માટેની સર્વાંગી શિક્ષણ પ્રણાલી અને વિશિષ્ટ રીતે તૈયાર કરેલા સંખ્યાબંધ ધ્યાનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
Page 28
Content: આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
Content: નિત્યાનંદ મિશન દ્વારા અપાતા કાર્યક્રમો.
Content: આંતરિક જાગૃતિ
Content: આંતરિક જાગૃતિ ૨૧ દિવસનો સઘન રેપાંતરકારી મુખ્ય (માસ્ટર) કાર્યક્રમ છે. તેની રચના એ રીતે કરવામાં આવી છે કે દરેક વ્યક્તિમાં જીવન મુક્તિની બધીજ બાબતો પુનઃનિર્મિત થાય અને ઐહોલૌકિકથી દિવ્યતા પ્રતિ ઉર્ધ્વગતિની (ઉંલટાવી ન શકાય તેવી) જીવનપ્રક્રિયા સ્થપાય.
Content: લાઈફ બ્લિસ એન્જનિયરીગ (LBE)
Content: LBE એ જીવન મુક્ત ગુરુના સાનિધ્યમાં રહેવાનો અને તેના ઘનિષ્ટ અને રેપાંતરકારી પ્રભાવને અનુભવવાનો ૬૦ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ભારતમાં બેંગાલુરુ આશ્રમમાં ચલાવવામાં આવે છે જે તે તમને યોગ, ધ્યાન તેમજ વૈવિદ્યસભર અનેક પ્રવૃત્તિઓ દ્વારા તમારી અંતરતમ ગહેરાઈ સુધી લઈ જાય છે અને તમારી સર્વોચ્ચ મૂળભૂત સંભાવનાને જાગૃત કરવામાં સહાય કરે છે. હયાત જીવનમુક્ત ગુરુ પાસેથી સૌથી જ શીખવાની અને જીવનમુક્ત જીવન માટે મન અને શરીર સજજ કરવાની જીવનભરની આ એક અમૂલ્ય તક છે.
Content: કલ્પતરૂ
Content: એક દિવસીય ધ્યાનનો આ કાર્યક્રમ તમારામાં જીવનમુક્તતના બી વાવે છે. આ કાર્યક્રમ તમને તમારી ક્રિયાઓ અને ઇરાદાઓને એકરેપ રાખવા સશક્ત કરે છે. જેથી તમે બાહ્ય જગતમાં સફળ થયા આંતરિક રીતે આનંદમય બનો છો.
Content: અમારા સંપર્ક માટે :
Content: અમે રિકા, લોસ એન્જલિસ
Content: Los Angeles Nithyananda Vedic Temple 9720 Central Avenue Montclair, CA 91763 USA Ph: +1-909 625 1400 Email: [email protected] URL: www.lifebliss.com
Content: મલે શિયા
Content: કૌઆલાલુંપુર
Content: 14, Jalan Desa Gombak 5, Tarnan Desa Gombak 53000 KL, MALAYSIA Ph: +601 78861644 / +601 22350567 Email: [email protected], [email protected] URL: www.mynithyananda.com
Content: ભારત
Content: બેંગાલુરુ, કર્ણાટક
Content: (આધ્યાત્મિક વૃદ્ધ મઠક અને નિત્યાનંદ વૈદિક મંદિર)
Content: Nithyananda Dhyanapeetam, Nithyanandpuri, Off Mysore Road, Bidadi, Bengaluru-562 109 Karnataka, INDIA. Ph: +91-97422 03311 / +91 92430 48957 Email: [email protected] URL: www.nithyananda.org
Content: વધુ વિગત માટે: www.nithyanandagalleria.com અથવા www.lifeblissgalleria.org ની મુલાકાત લો.
Content: Email: [email protected] અને [email protected]
Content: નિત્યાનંદના પ્રવચનો ની પડી થી વધુ વિડીયો કલીપ વેબસાઈટ www.youtube.com/lifebliss-foundation પર ઉપલબ્ધ છે.
Page 29
Content: આ પુસ્તિકા ધ્યાનની પ્રભળ પધ્ધતિઓ અને યોગના રહસ્યો માટેની વ્યવહારુ માર્ગદર્શિકા છે તથા મનની આંતરિક પ્રક્રિયા, ધ્યાનની આવશ્યકતા અને યોગનું મૂળ ઘ્યેય શું છે તેની વિરલ અને પ્રબુદ્ધ અંતર્દષ્ટિ આપે છે.
Content: લેખક વિશે
Content: પરમહંસ નિત્યાનંદ આ સહસ્ત્રાબ્દિના જીવનમુક્ત ગુરુ છે. ધ્યાન અને આંતરિક શાંતિ માટેના વૈશ્વિક આંદોલન સાથે નિત્યાનંદ રોજિંદી તાણથી લઈને મુક્તિ સુધીના કોઈપણ પ્રશ્નોના ઉપાયો આપે છે.
Content: Ebook ISBN: 979-8-88572-869-0
Content: લાઈફ બ્લીસ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત
Content: M.R.P. for India only Rs.20