1. pdf
Page 1
Content: ઉપનિષદો
Content: પ્રકાશિત કરેલા
Content: સ્રોત પુસ્તક
Content: અદ્વૈત જીવન શ્રેણીમાંનું
Content: પરમહંસ નિત્યાનંદ દ્વારા આકાશિક પ્રમાણ
Page 3
Content: આ પુસ્તકમાં વર્ણવેલી તેમજ સ્વીકારાયેલી બધી જ ધ્યાનની પ્રક્રિયાઓ, અભ્યાસો અને પદ્ધતિઓનો, પરમહંસ નિત્યાનંદ દ્વારા તાલીમ પામેલા શિક્ષકોના પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ જ અભ્યાસ કરવો ઉચિત છે. ત્યારબાદ, તમારે તમારા વ્યક્તિગત દાકતરની સલાહ લેવી કે આ પ્રક્રિયાઓ, અભ્યાસો અને પદ્ધતિઓ તમારા પોતાન સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને કૌશલ્ય યોગ્યતા સંબંધી ઉચિત છે કે કેમ. આ પ્રકાશન કોઈ વ્યક્તિગત તબીબી કાળજી, પરીક્ષણ, નિદાન અને સારવારના અવેજરેપ નથી. જ્યાં સુધી પરમહંસ નિત્યાનંદ દ્વારા તાલીમ પામેલા શિક્ષકો અને તેમના વ્યક્તિગત દાકતર દ્વારા અનુમતિ ન અપાય ત્યાં સુધી જો કોઈ વ્યક્તિ આ પુસ્તકમાં વર્ણવેલી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો પ્રયોગ કરે તો તે પોતાના જોખમે જ કરશે.
Content: નિત્યાનંદ યુનિવર્સિટી પ્રેમ દ્વારા પ્રકાશિત
Content: કોપીરાઇટ શ્ર ૨૦૧૫
Content: સર્વ હકકો આરક્ષિત છે. આ પ્રકાશનના કોઈપણ ભાગની પ્રકાશકની લેખિત પરવાનગી વગર, મીકેનિકલ, ઇલેક્ટ્રોનિક, ફોટોકોપી, રેકોર્ડીંગ કે બીજા કોઈ સાધનોથી નકલ કરવી, સ્ટોર કરવી, પ્રસારિત કરવી નહી. આ પુસ્તકના વેચાણની આવક ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવે છે.
Content: Ebook ISBN: 979-8-88572-490-6
Page 4
Content: પ્રકરણ ૧ : ઉપનિષદો : પૂર્ણ પૂર્ણત્વનો મૂળ સ્રોત........................................ ૧
Content: પ્રકરણ ૨ : ઉપનિષદો: અપૌરુષેય, શુદ્ધ સત્યનાં સ્પિતતાહીન ગ્રંથો.......................................... ૨
Content: પ્રકરણ ૩ : પૃથવી પરનાં સૌથી પહેલા અને સૌથી પ્રમાણભૂત ગ્રંથો ....................................... ૧૫
Content: પ્રકરણ ૪ : સૌપ્રથમ અને સર્વોતમ પવિત્ર શાસ્ત્રો...................................................... ૨૫
Content: પ્રકરણ ૫ : બ્રહ્માંડની રૂવ પ્રત્યે આંદોલિત અભિવ્યક્તિ ...................................................... ૩૭
Content: પ્રકરણ ૬ : માત્ર ઉપનિષદો આવતારો ઉત્પન્ન કરે છે ...................................................... ૪૯
Page 5
Content: મસાલા ૭ : વિજ્ઞાન, પવિત્ર જ્ઞાન માટે તમારી જાતને પરિશુદ્ધ કરો....................૪૮
Content: મસાલા ૮ : અદ્ભુત ભાવમાં જીવવું, ઉપનિષદોની મુખ્ય વિષય વસ્તુ.....................૫૩
Content: મસાલા ૯ : ઉપનિષદો તમારામાં રહેલ મહાદેવ તત્વની સ્મૃતિ આપાવે છે .............. ૬૦
Content: મસાલા ૧૦ : વિશ્વ તરીકે જીવવા માટે વૈશ્વિક જ્ઞાન...............................૬૮
Content: ચૈતન્ય પરમહંસ નિત્યાનંદ વિશે .......................................................
Page 6
Content: આ અભિવ્યક્તિ અદ્વૈત જીવન શ્રેણી તરીકે ઓળખાશે. હું તેનું અર્થઘટન નથી કરવાનો, હું માત્ર ઋષિઓની વાતથીત અટકાવીને તે જે રીતે છે તે તમારી સમક્ષ રજૂ કરીશ !
Page 7
Content: ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदचयते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
Page 9
Content: પ્રકરણ ૧
Content: ઉપનિષદો : પૂર્ણ પૂર્ણત્વનો મૂળ સોત
Content: અદ્વૈત ભાવમાં જીવવું (Living Advaita) મતલબ કે તમે પૂર્ણ છો તેવો સાક્ષાત્કાર થવો, પૂર્ણતાની સાથે એક છો, તમે તુટેલા કે છુટા પડેલા ભાગ નથી.
Page 10
Content: અદ્વૈત ભાવમાં જીવવું (Living Advaita) મતલબ કે તમે પૂર્ણ છો તેવો સાક્ષાત્કાર થવો, પૂર્ણતાની સાથે એક છો, તમે તુટેલા કે છુટા પડેલા ભાગ નથી. તૂટેલા એટલે કે કાયમ માટે છુટા પડી ગયેલા, જુદા થઇ ગયેલા એટલે કે અંદરથી વિભાજીત થયેલા, વિભાજીત થઇ ગયેલા એટલે કે શાંતરિક પેટા વિભાજન. તમે તુટેલા નથી અને જુદા પડી ગયેલા નથી કે પૂર્ણથી એક હિસ્સા તરીકે છુટા પડી ગયેલા પણ નથી. પૂર્ણ એક પૂર્ણ તરીકે અસ્તિત્ત્વમાં છે. એવું નથી કે હવે તમે પૂર્ણત્વ પ્રાપ્ત કરશો અને ભવિષ્યમાં પૂર્ણ પૂર્ણત્વ અનુભવશો. પૂર્ણત્વ એ સપૂર્ણ પૂર્ણત્વ છે જયારે તમને ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં પણ તમે હંમેશા સપૂર્ણ પૂર્ણ હતા.
Content: પૂર્ણત્વનું પૂરણાત્મક ઉદ્દઘાટન તમારી અંદર પૂર્ણ છે, જયારે તમે સમજી જાવ છો કે ભૂતકાળમાં પણ તમે પૂર્ણ હતા. જયારે તમારી ભૂતકાળની અપૂર્ણતાઓ અર્થહીન અને અંસંબધિત થઇ જાય ત્યારે તે યાદ ન રહી શકે તેવી, તમારાથી ન ઓળખી શકાય એવી થઇ જાય છે અને તમારી અંદર ત્યારબાદ તેનું કોઇ સ્થાન નથી રહેતું, ત્યારે તમે અદ્વૈત ભાવમાં જીવો છો
Content: કોઇ વ્યક્તિ એમ કહે કે "હું ભવિષ્યમાં સપૂર્ણપણે પૂર્ણ હોઇશ" તો તે યોગી છે. કોઇ વ્યક્તિ એમ કહે કે "હું અત્યારે જ સપૂર્ણપણે પૂર્ણ છું." તો તે તાંત્રિક છે. જો કોઇને એવું સમજાઇ જાય કે "હું માત્ર ભવિષ્યમાં જ કે વર્તમાનમાં જ નહીં, ભૂતકાળમાં પણ હું સપૂર્ણપણે પૂર્ણ હતો." તો તે અદ્વૈતી છે.
Page 11
Content: અદ્વૈત જીવવાનો અર્થ એ કે માત્ર ભવિષ્ય કે વર્તમાનમાં જ માયામુક્ત, અનુભવયુક્ત ભમણામાં રહેશો, એવું નહી પણ ભૂતકાળમાં પણ તમે માયાની પકડમાં ક્યારેય નહોતા એવું સમજાય તેને અદ્વૈત ભાવમાં જીવવું કહે છે.
Content: ઉપનિષદો તમામ ધર્મોનું મૂળ સોત છે, તમામ સત્યોના મૂળ સોત છે ! ઉપનિષદોનો મુખ્ય સંદેશ માત્ર એવો નથી કે ભવિષ્યમાં તમે પૂર્ણ હશો. “ભવિષ્યમાં તમે પૂર્ણ હશો”, એવો સંદેશ યોગ સૂત્રોનો છે. “તમે વર્તમાનમાં પૂર્ણ છો” તે સંદેશ શિવસૂત્રોનો છે. “તમે ભૂતકાળમાં પણ પૂર્ણ હતા” એ સંદેશ ઉપનિષદોનો છે.
Content: માત્ર ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં પૂર્ણ થવાથી તમારી અંદર સંપૂર્ણ રૂઝ (healing) નથી આવી જતી, તે માત્ર ત્યારે જ બને છે જયારે તમને સમજાય કે ભૂતકાળમાં પણ તમે પૂર્ણ હતા. માત્ર ઉપનિષદોમાં જ તમને એવું કહેવાની અને તમને એવો અનુભવ કરાવવાની હિંમત છે કે ભૂતકાળમાં પણ તમે સંપૂર્ણપણે પૂર્ણ હતા ! જો તમે યોગ સૂત્રો અપનાવશો તો શું થશે તેની ભવિષ્યવાણી થઈ શકે, જો તમે શિવસૂત્રોનો અમલ કરો તો શું થશે તેનો અનુભવ થઈ શકે, ઉપનિષદોની સમજણ આવવાથી શું થઈ શકશે, એ ના કে આપણે ધારી શકીએ છીએ ના તે સમજાવી શકીએ છીએ.
Page 12
Content: અદ્વૈત જીવવું એટલે કે ભવિષ્યમાં કે વર્તમાનમાં જ સંપૂર્ણપણે પૂર્ણ થવું એવું નહી, પણ અનુભવથી એવું સમજવું કે તમે ભૂતકાળમાં પણ સંપૂર્ણપણે પૂર્ણ જ હતા. તમારામાં ક્યારેય પણ કોઈપણ અપૂર્ણતા નહોતી , આ અનુભૂતિ એટલે જ અદ્વૈત ભાવમાં જીવવું (Living Advaita). એ સાક્ષાત્કાર માત્ર ઉપનિષદો જ આપી શકે.
Content: અદ્વૈત જીવન તમારામાં સ્વસ્થતા લાવે છે, પૂર્ણતા લાવે છે, પરિપૂર્ણ કરે છે, સંપૂર્ણ આનંદ આપે છે, અને તે પણ માત્ર ભવિષ્ય કે વર્તમાન પૂરતી જ નહી પરંતુ તમારા ભૂતકાળમાં પણ. માત્ર અદ્વૈત જીવન જ તમારા ભૂતકાળને બદલવાની તાકાત ધરાવે છે. તમને એમ થશે કે “ભૂતકાળ કઈ રીતે બદલી શકાય? તે તો પૂરો થઈ ગયો છે.” “ના ! કંઈ જ પુરે થયું નથી ! ભૂતકાળનું જે કંઈ તમને યાદ રહે છે તે હજુ પણ અસ્તિત્ત્વમાં છે, તે હાજર છે. કંઈ પણ જે હાજર નથી તે જીવિત નહી હોય કે તમારા પર તેનું કોઈ વર્ચસ્વ નહી હોય. તેથી ભૂતકાળ કે ભવિષ્ય વર્તમાન છે, જયાં સુધી તમને યાદ રહે છે, તે હજુ હયાત છે, જીવિત છે. તમારી તમામ આકાંક્ષાઓ, સર્જનો, કબુલાતો જે ભવિષ્યમાં તમે ઇચ્છતા હતા તે ભવિષ્ય વિષે છે, પણ વર્તમાનમાં છે. એટલા માટે જ એ એટલા સમર્થ છે કે એ તમને અનુભવથી એ દિશામાં દોરી રહયા છે. તમારી તમામ પીડાઓ, અપરાધભાવો, અપૂર્ણતાઓ ભૂતકાળ બાબતની છે, પણ તે વર્તમાનમાં છે. એટલા માટે તે હજુ પણ પીડાદાયક છે, તે હજુ પણ અપૂર્ણ અનુભવાય છે.
Page 13
Content: ઉપનિષદો જ જાહેર કરે છે , એક સ્પષ્ટ સમજણ થી, વર્તમાનમાં અનુભવ આપતા તમારા ભૂતકાળને પૂર્ણ કરે છે, વર્તમાનમાં તમારા ભવિષ્યને અને વર્તમાનમાં તમારા વર્તમાનને. અને જયારે પૂર્ણતવ વર્તમાનનું વર્તમાનમાં થાય છે, ભૂતકાળનું વર્તમાનમાં થાય છે, ભવિષ્યનું વર્તમાનમાં થાય છે, ત્યારે જ પૂર્ણ પૂર્ણત્વ થાય છે , ત્યારે નહી કે તમારુ ભવિષ્ય અને વર્તમાન પણ તમારુ ભૂતકાળનું પણ પરિવર્તન થાય છે. કોઈપણ હિસાબ પૂરો થતો નથી જયાં સુધી તમે બ્રહ્માંડમાં અદ્વૈત જીવન અનુભવો અને અદ્વૈત જીવનની સ્થિતી માં પહોંચો. જીવનનો છેલ્લો વિજય, જો તમે અદ્વૈત જીવન પામી શકો, તમારો સંપૂર્ણ ઇતિહાસ, તમારો ભૂતકાળ ફરી�ી લખાઈ જશે, અને માત્ર તમારા માટે તમે અદ્વૈત જીવવા સુધી પહોંચી જાવ તો તમારો ભૂતકાળ “સંગ્રહાલયમાં” જતો રહેશે પણ તેની નોંધ નહી લેવાય. તમારી તમામ ફાઈલો હજુ નિર્ણયની રાહ જોઈ રહી છે, એક બાજુએ મૂકી નથી દેવાઈ.
Content: એક વખત, કોઈ વ્યક્તિનો ભૂતકાળ બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે, તે પુરાણ તરીકે ઉતરી આવે છે. એટલે કે અમીબાથી માંડીને ભગવાન અનંતનારાયણ. એમણે એમનો પ્રવાસ પૂર્ણ કર્યો છે, રમત જીતી લીધી છે, અને તેની બ્રહ્માંડમાં નોંધ લેવાઈ છે. તેથી, હવે તે ભાગવત પુરાણ તરીકે પ્રસ્તુત કરે છે, મત્સ્યથી કલ્કી અવતાર.
Page 14
Content: આજે પણ, જાગૃત થઈને અને અદ્વૈત જીવીને, આપણે પુરેપુરો ઇતિહાસ ફરી�ી લખી શકીએ છીએ. માત્ર સામાજિક દ્રષ્ટિકોણથી જ નહી, વૈશ્વિક દ્રષ્ટિકોણથી પણ ! અદ્વૈત જીવવાનો નિર્ણય કરવો એટલે કે એ નિર્ણય સુધી પહોંચવું કે જે અવકાશમાંથી પૂર્ણ પૂર્ણત્વનો દરેક ક્ષણે અનુભવ થાય અને ત્યાં સુધી વધવું કે તમારો ભૂતકાળ પણ ફરી લખાઈ જાય, માત્ર વર્તમાન અને ભવિષ્ય જ નહી.
Content: પતંજલી, યોગનાં પિતામહ, એટલું જ કહેવાની હિંમત કરે છે કે “તમારું ભવિષ્ય પૂર્ણ થઈ શકે છે, આ અભ્યાસ કરો.” વિજ્ઞાનમાં ભૈરવ તંત્રમાં મહાદેવ ત્યાં સુધી કહેવાની હિંમત કરે છે કે “તમારો વર્તમાન પણ તુરત જ પૂર્ણ થઈ શકે છે, આ પ્રક્રિયાઓનો અભ્યાસ કરો.” માત્ર ઉપનિષદો, જે હકીકતમાં કોઇએ લખ્યા નથી, ફક્ત પ્રવાહિત થયા છે, માં જ એવું કહેવામાં આવ્યું છે કે “માત્ર તમારે ભવિષ્ય કે વર્તમાન જ નહી, પણ તમારો ભૂતકાળ પણ બદલી શકાય છે, તેને ફરી�ી ગોઠવી શકાય છે. કારણ કે કશુ જ પૂર્ણ નથી જ્યાં સુધી તમે અદ્વૈતમાં જીવવાનું શરુ નથી કરતા.
Content: મહાદેવ, વટવૃક્ષ નીચે દક્ષિણામૂર્તિ સ્વરૂપે, માત્ર મૌન ધારણ કરીને બેઠા અને વૈશ્વિક જ્ઞાન, વેદોને સ્પંદન સ્વરૂપે પ્રસારિત કર્યા અને સ્પંદિત મૌન, જીવંત, જીવિત મૌન સ્વરૂપે પ્રકાશિત કર્યા અને ઋષિઓએ (પ્રબુદ્ધ ઋષિઓ) અવકાશી (વૈશ્વિક) વિવરણને શબ્દોમાં ગુંથ્યા, અને તેમને જગતમાં વહેંચ્યા. આ રીતે ઉપનિષદો અસ્તિત્ત્વમાં આવ્યા અને આ પૃથ્વી ગ્રહ પર આપવામાં આવ્યા.
Page 15
Content: "જીવનમુક્ત" શબ્દ દ્વારા તમને જે વિચાર, જે વચન આપવામાં આવ્યુ છે, એનાથી પણ પડે છે અદ્વૈતમાં જીવવાનું સત્ય. જીવનમુક્તિ હમેશા કાં તો ભવિષ્ય અથવા તો વર્તમાન બાબતે હોય છે, માત્ર અદ્વૈત જીવન પાસે જ એ હિંમત છે કે તમને ભૂતકાળનું સત્ય પણ કહી શકે છે. જ્યાં સુધી ભવિષ્ય પૂર્ણ ન હોય, ભૂતકાળ પણ પૂર્ણ ન હોઈ શકે ! તમારું મૃત્યુ થાય ત્યાં સુધી, તમારી છેલ્લી ક્ષણ સુધી, તમારુ પૂર્ણ જીવન ચરિત્ર ન લખાઈ શકે. તે જ રીતે, જ્યાં સુધી તમારે ભવિષ્ય પુરે ન કરી નાખો ત્યાં સુધી તમારો ભૂતકાળ સ્થિર ન થઈ શકે. તેથી, એવી ભ્રમણામાં ન રહેશો કે તમારો ભૂતકાળ પુરેપુરો જીવાઈ ગયો છે અને પુરો થઈ ગયો છે. અનુભવથી ભવિષ્ય, વર્તમાન, ભૂતકાળ તમામને પરિવર્તિત કરવાનો નિર્ણય, એને જ અદ્વૈત માં જીવવું કહે છે.
Content: આ એક મહાન સત્ય વિષે મનન કરો -માત્ર તમારા ભવિષ્ય અને વર્તમાન જ નહીં પણ તમારા ભૂતકાળ વિષે પણ પૂર્ણ પૂર્ણત્વને પૂર્ણ કરવું, પ્રકાશિત કરવું, ધ્યાન કરો, તમને અનુભૂતે થશે.
Page 17
Content: પ્રકરણ ૨
Content: ઉપનિષદો: અપૌરુષેય, શુદ્ધ સત્યનાં રચયિતાહીન ગ્રંથો
Content: ઉપનિષદો, “અપૌરુષેય” અર્થાત જેનો કોઈ લેખક કે રચયિતા નથી, એ એકમાત્ર શબ્દ દ્વારા તમારી સમક્ષ પ્રગટ થાય છે.
Page 18
Content: કોઈપણ પુસ્તકને સમજાવતાં પહેલા, આપણે તે શેના માટે લખાયેલુ છે તે અને કોણે એને માટે તૈયાર કર્યુ તે સમજાવુ જરૂરી છે. કોણે તે પુસ્તકને તે શેને માટે તૈયાર કર્યુ તે સમજાવતા પહેલા આપણે એ સમજાવવું જોઈએ કે તે કોણે લખ્યુ છે.
Content: જયારે પણ કોઈ પુસ્તક લખવામાં આવે છે ત્યારે સત્ય અને વ્યક્તિત્વ જે સત્યને રજુ કરે છે, તે બન્ને તે પુસ્તકમાં વ્યક્ત થાય છે . તમામ પુસ્તકો લેખકોના જીવનચરિત્રો છે, કારણ કે કોઈપણ પુસ્તક એવું નહી હોય જે લેખકની પ્રસ્તુતિની સુવાસ ન ધરાવતુ હોય. જેમ વધારે વ્યક્તિગત સમાવેશ, તેમ તે વધારે કાલ્પનિક બને છે. કોઈપણ પુસ્તકમાં જેમ લેખકની પ્રસ્તુતિ વધારે, તેમ સત્ય ઓછુ રજુ થયેલું હોય છે, જેમ વધારે વ્યક્તિગત સ્પર્શ, વાસ્તવિકતા ઓછી.
Content: સ્થાપિત હિતો ધરાવતા માનસમાં થી ઇતિહાસને બહાર રાખવો જોઈએ. કોઈપણ માનસશાસ્ત્રીય ભય કે લોભ ઇતિહાસને નફો કરતા ઉદ્યોગ માટે લખતા વ્યક્તિ જેવો બનાવી દે છે. કમનસીબે, સમાજ માનસશાસ્ત્રીય ભય, લોભ અને સ્થપિત હીતોને ઓળખતો નથી. જયારે કોઈ ભૌતિક રીતે લાલચુ હોય અને અબજો રૂપિયા કમાય તો તે તમે ચોળખી શકો છો. પણ, માનસશાસ્ત્રીય રીતે લાલચુ લોકોએ માનવીય ચેતનાને જે નુકશાન પહોંચાડયુ છે તે સમાજનાં ધ્યાન પર નથી આવતું.
Page 19
Content: જીવનની પ્રાથમિક વસ્તુઓને માનવ મનનાં પાગલપણાથી બહાર રાખવી જોઇએ. કોઇપણ ક્ષેત્રમાં, માનવ મસ્તિષ્ક દખલગીરી કરે, વ્યક્તિનાં ભય અને લાલચ ને નિર્ણય લેવા માટે અનુમતિ અપાય છે, સત્ય ને કાં તો કમજોર બનાવાય છે અથવા નષ્ટ કરવામાં આવે છે. ભય સામાજીક કે કાયદેસર રીતે માનવી પાગલપણા તરીકે સ્વીકાર્ય નથી. પણ કમનસીબે, લાલચ એક કાયદેસરનું માનવીય પાગલપણું બની ગયુ છે. માનવીયતાને કોઇપણ નફાકારક સ્થાપિત હિતોથી બહાર રાખવી જોઇએ, ખાસ કરીને સૈદ્ધાંતિક ભીતિઓ (ભય) અને લાલચોથી. કોઇપણ સમાજ જે શાંતીથી જીવવા માગતો હોય અને સ્વર્ગ, ઉપનિષદીક સમયનો સત્યલોક (સત્યનું ઘર) ઉભો કરવા માગતો હોય, તે સમાજે સમજવુ જરેરી છે કે, જે રીતે તમે પોતાને સમજો છો, તમને તમારા માટે જે પ્રમાણે ઇતિહાસમાંથી શીખવામાં આવ્યુ છે, અને જે લોકોએ તમારો ઇતિહાસ લખ્યો છે તે માનસિક ભય અને લાલચ તેમ જ સ્થાપિત હિતો વગરનો હોવો જોઇએ. સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા અને તે માહિતી પર આધાર રાખીને લખાયેલો ઇતિહાસ તમે વાંચશો, જો તમે તેના આધારે તમારી જાત વિષે ખ્યાલ ઉભો કરશો, તો તમે પણ એક જ સમસ્યાઓથી પીડાશો જેનાથી તે ઇતિહાસકાર પીડાતો હશે. તમે કેટલી બધી કાળજી લો છો, જયારે તમે ખોરાક ખાવ છો, કારણ કે તે તમારા જીવનનો ભાગ બનવાની છે, કોઇપણ ખ્યાલને સ્વીકારતા પહેલા, એટલે કે, કોઇ પુસ્તક વાંચતા પહેલા, માહિતી સ્વીકારતા પહેલા પણ તમને એટલી જ પરવા કરવી જરેરી છે. તમારે શિક્ષણ સંપૂર્ણપણે બીન - નફાકારક (મફત) હોવુ જોઇએ, નફો કરવા માટે, તે સંપૂર્ણપણે મફત હોવુ જોઇએ. જ્ઞાન અબાધ છે. એટલા માટે જ ઉપનિષદો હવે તમારા માટે સ્વતંત્રપણે ઉપલબ્ધ છે.
Page 20
Content: માનવતાને શુદ્ધ કરવા માટે અને ઉપનિષદીય સંસ્કૃતિને પાછી લાવવા માટે એકમાત્ર રસ્તો હોય તો એ છે કે - ઇતિહાસ એવા લોકો દ્વારા રચાયેલો હોવો જોઈએ જેમની પાસે શુદ્ધ દ્રષ્ટિ હોય.
Content: ભય અને લાલચ ધરાવતા લોકોથી પ્રભાવિત દ્રષ્ટિ, તે જ જોઈ રહ્યા હોય તે ક્ષણે પણ તે જ જોઈ રહ્યા છે, તેને વિકૃત કરે છે. અને, જો તેઓ તેને લખી નાખે અને તમે તેને તમારા જીવનમાં ઉતારવા માંડો તો તમે પણ તે જ ભય અને લાલચની નકશી તમારા જીવનમાં ઉતારશો. ખોરાક અને દવામાં રહેલ ભય અને લાલચ તમારા શરીરને અશુદ્ધ કરે છે. ઇતિહાસ અને તમે સમજેલા શિષ્ટાચારમાં રહેલ ભય અને લાલચ તમારી માનસિક રીતને અશુદ્ધ કરે છે. ધાર્મિક અને આધ્યાત્મક પ્યાલોમાં રહેલ ભય અને લાલચ તમારી ચેતનાને બંધક બનાવે છે. ધર્મ અને આધ્યાત્મિકતા પાકૃતિક, ભૌતિક, માનસિક સ્થાપિત હિતોથી સંપૂર્ણ રીત દૂર રાખવા જોઈએ.
Content: ઉપનિષદ પરંપરામાં ધાર્મિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોની સંપૂર્ણ શુદ્ધતા જળવાઈ છે ! આપણે ધન્યતા અનુભવવી જોઈએ કે વૈદિક પરંપરાએ આધ્યાત્મિક સિદ્ધાંતોમાં કોઈપણ જાતના ભૌતિક કે માનસશાસ્ત્રીય સ્થાપિત હિતો (vested interests) વિના પરમ શુદ્ધતા-પવિત્રતા જાળવી છે.
Page 21
Content: ઉપનિષદકાળના કોઈપણ ઋષિ કોઈના દાસ કે કોઈના સ્વામી ન હતા, તેઓને કોઈ સ્થાપિત હિત કે વિચારધારા સાચવવાના નહોતા કે ન તો કોઈ સંસ્થાને જીવિત રાખવાની હતી. તેના કારણે કોઈપણ જાતના ડર કે લાલસાનાં માનસશાસ્ત્રીય કે ભૌતિક સ્થાપિત હિતો વગર ઉપનિષદીય પરંપરા શુદ્ધ રહી શકી. જો કોઈપણ વસ્તુમાં વ્યક્તિગત પ્રભાવ આવે તો તે વસ્તુની પવિત્રતા કે શુદ્ધતા ઓછી થઈ જાય છે. જેમ જેમ વધારે વ્યક્તિતત્વવાદી, તેમ તેમ તે ઓછી સત્યવાદી અને માનવતાને ઓછી ઉપયોگی. વর্তમાનમાં માનવતા અત્યંત વ્યક્તિ-આધારિત, વ્યક્તિતત્વવાદી, સત્તાકેન્દ્રી છે.
Content: ઉપનિષદો તેમની ભૂમિકા માત્ર, પ્રથમ લીટીથી જ રહસ્યમય છે, ઉપનિષદો "अपौरुषेय" अर्थात જેનો કોઇ લેખક કે રચયિતા નથી. એ એકમાત્ર શબ્દ દ્વારા તમારી સમક્ષ પ્રગટ થાય છે. રચયિતા વગર કેમ ? કારણ કે તેને કોઇ સ્થાપિત હિત સ્પર્શ્યું નથી. સ્થાપિત હિતોની વિવિધ કક્ષાઓ કે સ્તર છે: ભૌતિક સ્તર, પૈસા-ધન, પછી, માનસશાસ્ત્રીય સ્તર ,નેતા બનવા માટે, તમારી ઈચ્છા મુજબ લોકોને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરવા. ત્યારપછી, સામુહિક માનસશાસ્ત્રીય સ્તર , અમુક ચોકકસ વિચારધારાને પેઢીઓ સુધી જીવિત રાખવાના પ્રયત્નો કરવા અને કોઇ વિચારધારા દ્વારા માનવતા પર પ્રભાવ પાડવાના પ્રયાસ કરવા, અને કોઇ ચોકકસ વિચારધારા ના માધ્યમથી માનવતાને કાબુમાં અને બંધનમાં રાખવાના પ્રયાસ કરવા. ઉપનિષદો દૃષણોની આવી બધી કક્ષાઓથી મુક્ત છે.
Page 22
Content: સમગ્ર બ્રહ્માંડમાં, દૂષણ-રહિત ગ્રંથો અને જ્ઞાનના સોત ઉપનિષદો છે. કોઈ વ્યક્તિ તેમાં સંકળાયેલ નથી, નથી પોતાની મહાનતા બતાડવી કે નથી તેમના કોઈ સ્વાર્થી હિતોનું અસ્તિત્વ.
Content: ॥ અપૌરષેય અપ્રમેય અર્ચિત્ય અનિર્વચનિય ॥
Content: રચયિતાહીન, અમાપ્ય, અશ્રિત્ય, અનિર્વચનિય
Content: અપૌરષેય, જેનો કોઈ રચયિતા નથી. જે ऋષિઓએ તેમની રચના કરી તેમના નામો નથી નોંધવામાં આવ્યા કારણ કે ઉપનિષદ ગ્રંથોમાં જે તથ્યો, પરમ સત્યોનું દર્શન કરાવવામાં આવ્યું છે તેના પર ઉપનિષદ કોઈના ऋષિઓને કોઈ પ્રભાવ નથી. એટલા માટે તે અપૌરષેય છે.
Content: બ્રહ્મસુત્રોનો પ્રથમ શ્લોક-
Content: અથાતો બ્રહ્મજિજ્ઞાસા ॥ ૧ ॥
Content: હવે આપણે યથાર્થતા જાણવાની ઈરછા કરીએ.
Content: તેનો અર્થ છે, કોઈ સ્થાપિત કે સ્વાર્થી હિતો નહીં, કોઈ સિદ્ધાંતો નથી, "આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ" નું કોઈ પૂર્વાનુમાન પણ નહીં. બ્રહ્મસુત્રનાં અભ્યાસ પછી, શિષ્ય નાસ્તિક કે આસ્તિક બનવાનું પસંદ કરી શકે છે. એટલી વિશાળ , ઉદાર સંભાવના. જ્ઞાન સંભાવનાના સ્રોતમાંથી કે સ્વાતંત્ર્યના સ્રોતમાંથી હોવુ જોઈએ.
Page 23
Content: ઉપનિષદકાળનાં ઋષિઓનાં અંતરમન કેટલા પવિત્ર હતાં, કોઈપણ જાતના સ્વાર્થી હિતો સિવાયનાં, કોઈ વિચારધારા કે કોઈ વિચારો પ્રત્યેના હિતો સિવાય. એટલા માટે જ તેઓ પોતાને અધ્યતન કરવા અને પુનઃશોધ કરવા માટે જીવંત હતાં.
Content: આ આધ્યાત્મિક સત્યો, જેમના દ્વારા લખાયા હતા તેમના કોઈપણ જાતના સ્વાર્થી હિતો કે ડર અને લાલચનાં પ્રભાવ હેઠળ આવેલા ન્થી. જયારે સત્યોને રજુ કરવામાં આવ્યા છે ત્યારે વિચારધારાની કેટલી બધી શુદ્ધતા જાળવવામાં આવી છે ! ઉપનિષદો પરમ સંસ્કારી અને મૂળ પાયાથી જ સુસંસ્કૃત મગજોમાંથી ઉત્પન્ન થયા છે. જો આપણી સંસ્કૃતિ ભવિષ્યમાં પરિપકવ થશે, આવતા થોડા હજારો વર્ષોમાં, ધર્મ, ઇતિહાસ અને માહિતી પ્રસારણ, એ ત્રણે કોઈપણ વ્યક્તિનાં ડર, લાલચ કે વિચારધારાનાં પ્રભાવહીન અને તદ્દન બિનનફાલક્ષી થઇ જશે. જયારે સંસ્થાકીય પ્રાથમિકતાઓ વિચારણામાં અને અસ્તિતત્વમાં આવે ત્યારે સત્ય બાબતે સમાધાન થાય છે.
Content: આપણાં ભય કે લાલચની દખલગીરી વગર તે ઉપદેશોને તેમનાં શુદ્ધ સ્વરેપમાં સાંચવી રાખીને આપણ એ મહાન આત્માઓ ,ઉપનિષદકાળનાં ઋષિઓ - અને તેમની પવિત્રતા, ત્યાગ અને સમર્પણ પ્રત્યે આપણો આદર, પ્રેમ, કૃતજ્ઞતા સમર્પિત કરી શકીએ. ઋષિઓએ સત્યની પવિત્રતા જાળવી રાખી કારણ કે જીવિત કે અસ્તિતત્વમાં રહેવાનો તે શ્રેષ્ઠ માર્ગ છે, શ્વાસોચ્છવાસ માટેનો શ્રેષ્ઠ માર્ગ, ખોરાક લેવા માટેનો શ્રેષ્ઠ માર્ગ, વસ્ત્ર પરિધાન કરવા માટેનો, મનોરંજન માટેનો, જીવનનાં ભોગોનો આનંદ ઉઠાવવા માટેનો, વિચારવા માટેનો, અનુભવવા માટેનો, અને અસ્તિતત્વ જાળવવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે - કે માત્ર પરમ સત્યનાં સ્રોતમાં રહેવું.
Page 25
Content: પ્રકરણ 3
Content: પૃથવી પરનાં સૌથી પહેલા અને સૌથી પ્રમાણભૂત ગ્રંથો
Content: ઉપનિષદો આ પૃથ્વી ગ્રહ પર લખાયેલા સૌ પ્રથમ પુસ્તકો છે. જ્યારે ઋષિઓ વિલીન થઈ ગયા ત્યારે જ આ સત્યો વ્યક્ત થયા.
Content: આ અપૌરુષેયત્વ, લેખકનાં નામરહિત હોવું, તે આ સત્યોની શક્તિને પ્રમાણભૂત કરે છે
Page 26
Content: કોઈપણ સત્ય, કોઈપણ સિદ્ધાંત, કોઈપણ ધર્મશાસ્ત્રમાં, જેટલો વધારે તે વ્યક્તિ તે શાસ્ત્રમાં મોજુદ હશે, તેટલું તે શાસ્ત્ર તેમના પોતાને માટે વધારે ઉપયોગી થઈ રહેશે અને નહી કે સહુનાં માટે, કે માનવજાત માટે કે સમાજ માટે. જેટલો તે વ્યક્તિ શાસ્ત્રમાં ઓછો મોજુદ હશે, તેટલુ વધારે તે સત્ય, સિદ્ધાંત, ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન સમાજ માટે, સૌના માટે ઉપયોગી થશે. વ્યક્તિનો પ્રભાવ માત્ર શાસ્ત્રને સમૃદ્ધ કરવા માટે હોવો જોઈએ, વ્યક્તિની ઓળખાણ સ્થાપિત કરવા માટે ક્યારેય ન હોવો જોઈએ.
Content: ઈતિહાસ હંમેશા એવા લોકો દ્વારા લખાયો છે જેમણે યુદ્ધો જીત્યા. અને એ જ કારણથી કોઈ ઈતિહાસ તદ્દન હકીકત વર્ણવતો નથી, “જે રીતે બન્યુ હોય તે રીતે”. માત્ર જયારે લેખકનાં કોઈ વિચારધારા પ્રત્યેનાં વ્યક્તિગત સ્થાપિત હિતો, ડર અને લાલચ દૂર થઈ જાય, ત્યારે જ ઈતિહાસ સમગ્ર વિશ્વ માટે, સમગ્ર માનવજાત માટે હકીકતયુક્ત, સંપૂર્ણ, ઉપયોગી બને.
Content: કોઈપણ જાતના સ્થાપિત હિતો ન ધરાવતા લોકો દ્વારા લખાયેલ ઈતિહાસને પુરાણો કહે છે. પુરાણો કોઈપણ સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા લખાયેલા ઈતિહાસ કરતા વધારે સાયા, હકીકતયુક્ત છે. કોઈપણ ગ્રંથ, જેમાં લેખક વધારે પડતો મોજુદ હોય, તેવા ગ્રંથ ન વાંચવા. જો લેખક પોતાનામાં જ વિલીન થઈ ગયો હોય અને કોઈપણ વિચારધારા પ્રત્યેનાં તેના કોઈ સ્થાપિત હિતો, ભય કે લોભ સમાયેલા ન હોય , તો એ વ્યક્તિને વાંચો, માત્ર તેમનાં પુસ્તકોને નહીં. તે વ્યક્તિનું જીવન માત્ર વાંચો. તેની આસપાસ રહો અને શીખો, તમને સત્યની પ્રાપ્તિ થશે.
Page 27
Content: લેખક પોતાનું નામ સ્થાપિત કરવા માંગતો હોય તો પણ, તેમાં કોઈ દૂષણ, કોઈ કારણ, કોઈ સ્થાપિત હિત, ભય કે લાલચ હોય છે. ક્યારેક લેખકો પોતાનું નામ ઉપયોગમાં નથી લેતા, પરંતુ કોઈ લોકપ્રિય વ્યક્તિનું નામ વાપરે છે; કારણ કે તેઓ તે લોકપ્રિય ઓળખ તેમની રચનાને રક્ષે તેમ તેઓ ઇચ્છે છે. જયારે વ્યક્તિ ગેરહાજર હોય, તેમનું અંગત સ્થાપિત હિતો, ભય અને લાલચ પીગળી જાય ત્યારે જ તે શુદ્ધ માધ્યમ બનીને પરમ અસ્તિત્વને ગીતરેપી પરમ અસ્તિત્વનું પ્રાગટય થવા દે છે.
Content: અપૌરુષેયત્વ. ઉપનિષદો એટલે અસિતત્વ વિશે અસિતત્વનાં ગીતો છે. અસિતત્વ વિશે અસિતત્વનાં ગીતો છે !
Content: ઉપનિષદો એટલા અસાધારણ છે કે કોઈ તેના પર પોતાનો માલિકીહક્કનો દાવો ન કરી શકે.
Content: માનવજીવનની શરુઆતથી જ માનવીઓએ પૃથ્વી ગ્રહ પર ચારે બાજુ ફરતાં અનેક શહેરો બાંધ્યા છે. પરંતુ આ તમામ કાર્ય પછી પણ શું આપણે પૃથ્વી ગ્રહ પર આપણા માલિકીહક્કનો દાવો કરી શકીશું ? નહી ! માલિકીહક્કનો દાવો માટે તે ઘણી વિશાળ છે. કુદરતી આફતો અને સંકટો એ કુદરત તરફથી આપણને વારંવાર અપાયેલી કાયદેસરની નોટિસો છે જે કહે છે કે: “તમે આટલા બધા શહેરો બાંધ્યા છે તે કારણમાત્રથી તમે માલિકીહક્કનો દાવો ન કરશો.” ઉપનીષદોમાં જણાવવામાં આવેલા આ મહાન સત્યો અત્યંત મહાન છે. તેઓ તમારા માધ્યમથી પ્રદર્શિત થયા, તેથી તેના પર તમે માલિકીનો દાવો કરી નહી. કોઈ દેશનો દરિયાઈ માર્ગ તમે શોધ્યો તે કારણે તે દેશ પર માલિકીનો દાવો કરવો એ મુર્ખામણી છે. તમે માત્ર પૃથ્વી ગોળ છે તે શોધ્યુ તેથી તમે પૃથ્વી પર માલિકીનો દાવો ન કરી શકો.
Page 28
Content: આ ઉપનિષદોમાં પ્રગટ કરેલા સત્યો અત્યંત વિશાળ, અત્યંત મહાન છે. ઋષિઓ તેની માલિકીનો દાવો નહોતા કરવા માગતા એટલુ જ નહી તેઓ તેમના નામ રચયિતા કે લેખક તરીકે પણ પાછળ છોડવા માંગતા નહોતા. બહુ થોડા માનવજીવો કે જેમણે પોતાની જાતને બ્રહ્માંડનાં - બ્રહ્મનાં ધ્વનિતરંગો સાથે કંપન કરે તે કક્ષાએ લઇ ગયા, તેઓ હકીકતમાં તેમ જ વિલીન થઇ ગયા ! જયારે તેઓ તેમાં વિલીન થઇ ગયા ત્યારે જે કાંઇ સત્યો તેમને લાધ્યા, જે કોઇ સત્યો તેમના થકી અભિવ્યક્ત થયા, તે સત્યો ઉપનિષદોના રૂપમાં સંગ્રહિત થયા. તે ઋષિઓ સમજ્યા કે જયારે તેઓ વિલીન થઇ ગયા ત્યારે જ આ સત્યો વ્યક્ત થયા હતા. એટલા માટે જ તેઓએ બહુ સ્પષ્ટપણે તે સત્યો પર લેખક કે રચયિતા તરીકેના હક્ક નો દાવો ન કરવાનું નક્કી કર્યું.
Content: એક રબારી કે જે પોતાની આજીવિકા માટે થોડી ગાયો રાખીને એક નાની ગોશાળા ચલાવે છે, તેને ભગવાનના અભિષેક કરવા માટે તમામ દૂધ આપી દેવા કહેવું તે સૌથી મોટો ત્યાગ છે, કારણ કે તે તેની જીંદગીભરનાં પ્રયત્નોનું ફળ છે. તે જ રીતે, એક લેખક માટે પોતાનું નામ દર્શાવ્યા વગર, તેના લેખન પરના દાવાને અને નામને છોડી દેવુ, - અપૌરુષેયત્વ - તે સૌથી મોટો ત્યાગ છે. જો તમે એક લેખક હો, એક રચયિતા હો તો તમે આ વાતને સમજી શકશો, ખાસ કરીને, આવા ઉચ્ચ અને ઉદાત્ત સિદ્ધાંતોને અભિવ્યક્ત કર્યા પછી ઉપનિષદ કાળના ઋષિઓનાં ત્યાગને.
Page 29
Content: જે રજ આ ઉપનિષદોને પચાવી લે છે તે મહાદેવ તરીકે પ્રસ્થાપિત થશે, તે મહાદેવ બની જશે.
Content: જે શબ્દ ઉપનિષદોને પચાવશે તે શિવ બની જશે.
Content: શક્તિ, ઉર્જા, ઉત્સાહ, આવેશ, જીવન, જ્ઞાન, પરમાનંદ, બુદ્ધિ, આ બધુ જે રીતે તમારામાં ઉતરી આવે છે, ઉપનિષદો શબ્દને શિવમાં પરિવર્તિત કરી શકે છે. તે તમને, કોઈપણને મહાદેવ, શિવ બનાવી શકે છે. અપૌરુષેયત્વ, અરચ્ચયિતા હોવાના કારણે જ ઉપનિષદોને સૌથી પ્રમાણભૂત ધર્મશાસ્ત્રો કહ્યા છે. જ્યારે ઇતિહાસકારનાં સ્થાપિત હિતો અદૃશ્ય થઈ જાય છે, ત્યારે ઇતિહાસ સત્યુક્ત, હકીકતયુક્ત બની જાય છે. જયારે કોઈ વૈજ્ઞાનિકનાં સ્થાપિત હિતો અદૃશ્ય થઈ જાય, ત્યારે વિજ્ઞાન સાર્વત્રિક (વિશ્વવ્યાપક) અને ઉપયોગી થઈ જાય છે. કોઈપણ વૈજ્ઞાનિક પ્રયોગોની બાબતમાં કફુ જ વૈજ્ઞાનિક નથી. અત્યારનાં મોટાભાગના વૈજ્ઞાનિક સંશોધનોનો હેતુ પ્રયોગો કે સંશોધનો માટે નાણાકીય સંશોધનો પુરા પાડતી વ્યક્તિ માટે ઉપયોગી હોય તેવા વિચારો કે સિદ્ધાંતોને સાબિત કરવા માટે હોય છે. નિષ્કર્ષ પહેલાથી નક્કી કરી લેવામાં આવે છે અને ત્યારબાદ પૂર્વસિદ્ધાંતને તપાસ્યા વિના સંશોધનો હાથ ધરવામાં આવે છે. એક સાચા સંશોધને, શોધખોળે પૂર્વસિદ્ધાંતને અનુસંધાન કરવું જોઈએ. જયારે સ્થાપિત હિતો પ્રવેશ કરે છે ત્યારે સત્ય મૃત્યુ પામે છે. ક્યાંય પણ સત્ય એ આખરી ઘ્યેય નથી. જવલ્લે જ લોકો સત્ય સુધી આકસ્મિક રીતે જ પહોંચી જાય છે. જો તમારે સત્ય જાણવું હોય, તો પછી એવા વૈજ્ઞાનિકો પાસે જાવ જેમની પાછળ કોઈ સ્થાપિત હિતોનુ નાણાકીય પીઠબળ ન હોય.
Page 30
Content: આ અપૌરુષેયત્વ, લેખકનાં નામરહિત હોવું, તે આ સત્યોની શકિતને પ્રમાણભૂત કરે છે કારણ કે ઋષિઓને, નફા કે બીનનફાનાં હિતની વાત તે એક બાજુએ રહી, તેમને પોતાનું નામ પ્રસ્થાપિત કરવામાં પણ કોઇ રસ હોતો નથી. જયારે તમે સત્યની મહાનતાથી અભિભૂત થઇ જાવ છો, ત્યારે તમને એનુ ભાન થાય છે કે તમે એના માલિક ન બની શકો. તમે એ સમજી શકશો કે તમારા કરતા સત્ય ઘણું મોટું છે. તમે સત્ય પર ઉભા છો, સત્ય તમારા પર નહી.
Content: મહાન ઋષિઓએ એ શોધી કાઢયુ કે આ સત્યો સાર્વત્રિક છે, તેમને કોઇ વ્યક્તિ સાથે ઓળખાવીને તેમને ભ્રષ્ટ ન કરાવા જોઇએ.વ્યક્તિઓ બાબતનાં તમારા અભિપ્રાયો હંમેશા તે વ્યક્તિઓ જે બોલે છે તે શબ્દોને પ્રભાવિત કરે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવેલા કેટલાક મહાન સત્યો વૈશ્વિક છે, પણ જે ક્ષણે તમે નકકી કરો છો કે તેઓ હિન્દુ સંત છે, તમે તેમને સાંભળતા નથી. સમગ્ર વિશ્વ તેમને સાંભળતું નથી, માત્ર હિન્દુઓ જ તેમને સાંભળે છે. કેટલાક લોકો બાબતનાં તમારા અભિપ્રાયો તેમના દ્વારા પ્રદર્શિત થતા કેટલાક મહાનતમ સત્યોને તમને સાંભળતા અટકાવે છે. ઉપનિષદકાળના ઋષિઓ ઉપનિષદને આ પ્રકારનું નુકશાન પણ થવા દેવા નથી માગતા, લેખકની છાપ આ સિદ્ધાંતો પર છવાઇ જાય તેવું નુકશાન થવા દેવા નથી ઇચ્છતા. ઉપનિષદકાળનાં આ ઋષિઓનો કેટલો મહાન ત્યાગ !
Page 31
Content: જો તમે કોઈ વ્યાપારીને કહો કે "તમારો ચહેરો કયાંય બતાવશો નહિ. માત્ર પૈસા કમાઓ", તો તે પૈસા માટે થઈને બીજી કોઈપણ વસ્તુઓ ખુશીખુશી ત્યાગ કરવા તૈયાર થશે. પણ તે પૈસો છોડવા તૈયાર નહિં થાય કારણ કે તેને પોતાનું સમગ્ર વ્યક્તિત્વ તેનાં પર બાંધ્યું છે. તે જ રીતે, એક રાજકારણી જાહેર પ્રજામાં લોકપ્રિય રહેવા માટે પૈસા છોડી દેશે કેમ કે તેને તેની આખી જીંદગી તેનાં પર બનાવી છે. એક લેખક બધુ છોડી દેશે જમવાનું, ઉઘ, પૈસા, બધુ છોડી દેશે પણ લેખક તરીકેનું પોતાનું નામ નહિં, કારણ કે તેનાં પર એણે પોતાની આખી જીંદગી બનાવી છે. પણ અહી, તમારી સામે મહાનતમ લેખકો છે.
Content: ઉપનિષદો આ પૃથવી ગ્રહ પર લખાયેલા સૌ પ્રથમ પુસ્તકો છે. અહી આ સૌ પ્રથમ પુસ્તકોનાં લેખકો છે. કેટલી પ્રેઢતા ! ત્યાગરાજાઓ, ત્યાગનાં રાજાઓ. જ્યાં સુધી ઉપનિષદોનાં સિદ્ધાંતો હયાત છે ત્યાં સુધી તેઓ આ પૃથવી ગ્રહને જીવિત, હયાત રાખશે. માટે, ઉપનિષદો સૌથી પહેલા લખાયેલા પુસ્તકો માત્ર નથી, પરંતુ ઉપનિષદો આ પૃથવી પરનાં અંતિમ પુસ્તકો પણ હશે કારણ કે જ્યાં સુધી આ સત્યો શેષ હશે, અસ્તિત્વમાં હશે, આ પૃથવી અસ્તિત્વમાં રહેશે. જો આ સત્યો વિલીન થઈ જાય, જતા રહે તો પૃથવી પણ નહિ રહે.
Content: માનવજાતનાં આટઆટલા અત્યાચારો પછી પણ જો પૃથવી ગ્રહ હયાત રહી શકે છે, તો તે આ ઉપનિષદકાળનાં સત્યોને જીવિત રાખવા માટે, કારણ કે આ મહાન સત્યો માત્ર પૃથવી પરની માનવજાત પાસે છે. દેવતાઓ, ભગવાનો કે અસુરો, દુષ્ટો નહિ પણ માત્ર મનુષ્યજાત જ છે જેઓ આ સત્યોને આવકારવા અને તેમને પ્રજવલિત કરવા સશક્ત છે.
Page 32
Content: વિજ્ઞાન ત્યારે જ પુર્ણ થાય છે જયારે વૈજ્ઞાનિકો વિજ્ઞાનનાં સત્યોમાં વિલીન થઈ જાય છે. અને ઉપનિષદ કાળના ઋષિઓ આનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ! તેઓ સંપૂર્ણ રીતે આદર્શ જીવો છે, સર્વોચ્ચ પરમ સિદ્ધપુરુષો.
Content: ચાલો ઉપનિષદકાળના ઋષિઓને આપણે દ્વારા પ્રકાશિત કરીએ અને સમગ્ર વિશ્વ સાથે એમણે જે વહેંચ્યુ, તે પામવા માટે આશીર્વાદ માગીએ. ચાલો આપણે મહાદેવ, કે જેઓ આદિ ઋષિ, આદિ ગુરુ છે અને જેમણે આ ઉપનિષદો સપ્તર્ષિઓ (સાત પરીપુર્ણ ઋષિઓ) અને સનત, સનતકુમાર, સનાતન, સનકાદિ ઋષિઓ (સદા યુવાન ચાર ઋષિઓ) ને આ પરમ સત્યો આપવા માટે પસંદ કર્યા, એ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનને પરિપૂર્ણ કરે અને શિવોહમનો અદભૂત અનુભવ આપે.
Page 34
Content: વૈદિક પરંપરા, કે જે વિશ્વભરમાં સૌપ્રથમ અને સર્વોત્તમ આધ્યાત્મિક પરંપરા છે, તેમાં ઉપનિષદો સૌપ્રથમ અને સર્વોત્તમ ગ્રંથો છે. ઉપનિષદીય જીવનશૈલીએ છે દર્શનોને જન્મ આપ્યો, ષડ્ દર્શન, જેમણે પછી�ી અસંખ્ય સંપ્રદાયોને, આદેશોને, પરંપરાઓ, ધર્મોને જન્મ આપ્યો.
Page 35
Content: વૈદિક પરંપરા, કે જે વિશ્વભરમાં સૌપ્રથમ અને સર્વોતમ આધ્યાત્મિક પરંપરા છે, તેમાં ઉપનિષદો સૌપ્રથમ અને સર્વોતમ ગ્રંથો છે. વૈદિક પરંપરા આ પૃથવી ગ્રહ પર સૌપ્રથમ અને સર્વોતમ સૌથી પડતી આધ્યાત્મિક પરંપરા છે. તે જ રીતે, ઉપનિષદો વૈદિક પરંપરાનાં સૌપ્રથમ અને સર્વોતમ પુસ્તકો છે. ઉપનિષદો તમામ આધ્યાત્મિક વિચારધારાઓ અને તમામ આધ્યાત્મિક વિચારપ્રવાહ નો સોત છે.
Content: વૈદિક પરંપરામાં, આપણે સ્વતંત્ર વિચારધારાનાં છ માર્ગો વિકસાવ્યા છે. સ્વતંત્ર વિચારધારાનો અર્થ એ છે કે એવી વિચાર પદ્ધતિ જે સતત તમને આવેશમય, ઉત્સાહિત, ઉર્જામય, આનંદિત, પ્રફુલ્લિત, સ્વાભાવિકપણે બુદ્ધિશાળી, જીવનના નિયમો સાથે સહજ રીતે સુમેળભર્યા, અને કુદરતી રીતે જ પ્રસન્ન રાખે. તમારા મૂળ સ્વભાવથી જ તમે આનંદિત, બુદ્ધિશાળી, જાગ્રત અને જાણકાર છો. તમે સર્વોચ્ચ સંભાવના, પરમ અસ્તિત્વને અનુભવવા માટે સહજ રીતે જ સજ્જા છો.
Content: વૈચારિક વલણો જે તમારી સર્વોચ્ચ સંભાવનાઓને જાગ્રત કરે છે, જે તમને તમારી સર્વોચ્ચ સંભાવનાઓ મુજબ જીવવા માટે પ્રેરિત કરે છે, જે તમને સંપૂર્ણપણે ઉત્સુક બનાવે છે, સંપૂર્ણ રીતે આનંદમય, પૂર્ણ રીતે જાગ્રત, સંપૂર્ણપણે જીવિત પ્રતિત કરાવે છે, એવા વિચાર-વલણો, એને આપણે સ્વતંત્ર વૈચારિક વલણો કહીએ છીએ.
Content: મુક્ત વિચારધારાની છ પદ્ધતિઓ જે વૈદિક પરંપરાએ વિકસાવી છે તે છે , સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેષિક. આમ, આ છ મુખ્ય મુક્ત વિચારસરણીની વિચારધારાઓ વૈદિક પરંપરાએ વિકસાવી છે.
Page 36
Content: સાંખ્ય: અસ્તિતત્વને (પરમ તત્વને) સમજીને, જે નિયમોથી કુદરત , પ્રકૃતિ સંચાલન કરે છે અને તે મૂળ સ્રોત, ચેતના સાથે જે નિયમો વડે જોડાયેલ છે તે નિયમો સમજીને અને તે પ્રમાણે તેની સાથે તમારી જાતને સુમેળ કરીને આ મુક્ત વિચારધારાને ધારણ કરવી તે સાંખ્ય છે.
Content: યોગ : તમારી જાત બાબતે તમે જે કંઇ વિચારો - તમારા શરીર અને ચિત્ત ,આ બન્નેને અસ્તિતત્વ (પરમ તત્વ) સાથે એક સૂરમાં અને સુમેળ લાવીને અને તે દ્વારા પરમ સંપૂર્ણતા, સંતોષ, જ્ઞાન, આનંદ, ઉત્સાહ, પરમાનંદ, અસ્તિતત્વનો અનુભવ કરવો અને પરમાનંદનો અનુભવ તેમજ પરિતુષ્ટિનો અનુભવ કરવો તે વિચાર-વલણ ને યોગ કહે છે.
Content: પૂર્વ મીમાંસા : તમારા કર્મો દ્વારા, બ્રહ્માંડની વિવિધ ઉર્જાઓ સાથે સુમેળ કરીને અને તે રીતે સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ કરવો, આત્મ-સાક્ષાત્કાર, પરિતુષ્ટિ અને પૂર્ણતાનો અનુભવ કરવો, મુક્ત વિચારણાનો અનુભવ કરવો તેને પૂર્વ મીમાંસા, કર્મકાંડ કહે છે.
Content: માત્ર સુમેળ કરવાથી જ તમારી સમજ, બુદ્ધિ તમારા માટેની, પ્રભુ માટેની, જગત માટેની-જીવ, ઈશ્વર, જગત-અને મુક્ત વિચારસરણી મુજબ જીવવું તેને ઉત્તરમીમાંસા, વેદાંત કહે છે.
Content: માત્ર ભાગલા પાડવાથી, ભાગલા પાડવાથી, ભાગલા પાડવાથી અને વિશ્લેષણ કરવાથી, વિશ્લેષણ કરવાથી, વિશ્લેષણ કરવાથી માત્ર તર્કથી જ સમજીને અને તે પ્રમાણે મુક્ત રીતે વિચારવું તેને ન્યાય કહે છે. માત્ર ઉમેરો, ઉમેરો અને ઉમેરો અને સમાવેશ કરીને, સમાવેશ કરીને, સમાવેશ કરીને અને તેના દ્વારા મુક્ત વિચારવાનો અનુભવ કરવો તેને વૈશેષિક કહે છે.
Page 37
Content: સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશોષિક ,વૈદિક પરંપરા દ્વારા વિકસાવવામાં આવેલા આ છ મુક્ત વૈચારિક વલણો, મુક્ત વિચાર-વહેણોમાંના દરેક તમને ક થી માંડીને જ સુધીનાં મુક્ત વિચારસરણીનો અનુભવ કરાવવા માટે સ્વતંત્ર રીતે પૂર્ણ છે. જો તમે સાંખ્યની સાધના કરતા હોય તો તમારે યોગ અથવા તો અન્ય મુક્ત વિચાર-વલણ નાં આધારની જરૂર નથી. સાંખ્ય જ તમે જ્યાં છો ત્યાંથી તમે જ્યાં હોવા જોઈએ ત્યાં સુધી લઈ જવા માટે પૂરતું છે. તમે જ્યાં હો ત્યાં, તે તમારા સુધી પહોંચી શકે છે અને જ્યાં તમે હોવા ઘટે ત્યાં સુધી લઈ જઈ શકે છે. તે એક સ્વતંત્ર, બુદ્ધિગમ્ય, પોતાની રીતે જ પુરતો વિચાર–વલણ છે જેના થકી તમે મુક્ત વિચારધારાનો અનુભવ કરી શકો. સ્વતંત્ર બુદ્ધિશક્તિ સ્વતંત્રપણે તમે જ્યાં છો ત્યાંથી તમે જ્યાં હોવા જોઈએ ત્યાં દોરી જવા માટે શકિતમાન છે. સાંખ્ય, જો તમે તેનો અમલ કરતા હોય તો, તમારે અન્ય કોઈ વિચાર–વલણ ના આધારની જરૂર નથી.
Content: (વિભાગ ઉપમથાળુ : ઉપનિષદો, તમામ મુક્ત વિચારધારા, દર્શન શાસ્ત્રોના સેતુ)
Content: મુક્ત વિચાર–વલણો એટલે જેને આપણે સંસ્કૃતમાં દર્શન કહીએ છીએ એ સમજણશક્તિત. અંગ્રેજીમાં તમે દર્શનનું ભાષાંતર ફીલોસોફી તરીકે ન કરી શકો. ફીલોસોફી એ અત્યંત નબળો, ઉપરછલ્લો શબ્દ છે. હું તેના બદલે એક નવા શબ્દનો ઉપયોગ કરીશ – ફીલોસીઆ (philosia), જોવાની એક નવી સંભાવના.
Page 38
Content: છ દર્શન, છ ફીલોસીઆ જે વેદિક પરંપરાએ વિકસાવી, આ તમામ છે, ઉપનિષદોમાંથી વિકસાવવામાં આવવી છે. ઉપનિષદ એ માતા છે જેણે છ દર્શનને જન્મ આપ્યો, પ્રસ્તુત કર્યા. દરેક મુક્ત વિચારધારાએ હજારો સંપ્રદાયો, પરંપરાઓ, આદેશોને જન્મ આપ્યો, જે પશ્ચિમનાં “રીલીજીયન” (Religion) શબ્દનો સમાનાર્થી છે. જે તમે પશ્ચિમ જગતમાં “રીલીજીયન” શબ્દ દ્વારા સમજો છો, તેનો સમાનાર્થી શબ્દ સંસ્કૃતમાં “સંપ્રદાય” આદેશો એવો છે, કારણ કે સનાતન ધર્મ, વેદિક પરંપરા એ માતા છે જેમાંથી છ દર્શનો જન્મ્યા, વિકાસ પામ્યા, જેમાંથી અનેકાનેક ધર્મો જન્મ્યા. એટલા માટે વેદિક પરંપરા કે હિન્દુઈઝ્મ ને (Hinduism) “ધર્મ” ( Religion ) કહેવાતા નાનકડા ચોકઠામાં ગોઠવવી કે સમાવી શકાય નહી. તે અત્યંત નાનુ ચોકઠુ છે, કારણ કે દરેક ધર્મ “રીલીજીયન” માત્ર જીંદગી જીવવાની એક શૈલી માત્ર છે. વેદિક પરંપરા, ઉપનિષદીય જીવનશૈલીએ છ દર્શનોને જન્મ આપ્યો, છ દર્શન, જેણે પછીથી અસંખ્ય સંપ્રદાયોને, આદેશોને , પરંપરાઓ, ધર્મોને જન્મ આપ્યો. ઉપનિષદો એટલા વિશાળ છે કે કોઇ એક જ ધર્મના ચોકઠામાં ન સમાઈ શકે. ઉપનિષદ તમામ શ્રેષ્ઠ વિચારધારાઓનો સ્રોત છે, શ્રેષ્ઠ દર્શનનાં વિચાર વહેણો છે - અસ્તિત્વમાં રહેવાની રીત, આટલી વિવિધ પસંદગીઓ વચ્ચે કે સાથે જીવવાની રીત, આ તમામ સંભાવનાઓ ઉપનિષદોમાં અભિવ્યક્ત કરવામાં આવી છે. પસંદગી ઉઠાણને સાબિત કરે છે, અવ્યવસ્થા કે ગુંચવાડાને નહી.
Page 39
Content: વેદમાતાની ભવ્યતા ! તે જે રીતે માનવજાત માટે ખડે પગે ઉભી છે, માનવીય ચેતના માટે તેણે જે પ્રદાન કર્યું છે. આજે જગતમાં તમે જે કાંઈ જુઓ છો, કદર કરી શકો છો, ઉજવણી કરી શકો, તે બધુ વેદમાતામાંથી છે. તે તેની માનવજાતને ભેટ છે. પછી ભલે તે ગણિત શાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, ખગોળ વિદ્યા હોય, શરીરવિજ્ઞાન હોય, તમે તેનાં માટે જે શબ્દો વાપરો, તમામ વિચાર-વહેણો, વિચાર-વલણો, તમે જે કંઈ શ્રેષ્ઠ અથવા તો સારુ જુઓ છો અને સાંભળો છો, તે તમામ વેદમાતાની ભેટ છે !ઉપનિષદોમાંથી વિકાસ પામેલા વિચાર-વલણોની ભેટ.
Content: ઉપનિષદોને વૈદિક પરંપરામાં શ્રેષ્ઠ ગ્રંથોનું સ્થાન આપવામાં આવ્યું છે. વૈદિક પરંપરાનાં પવિત્ર શાસ્ત્રોમાં ઉપનિષદોનું સ્થાન સૌથી ઉંચ્ચ છે. બિન-વિવાદાસ્પદ ! તમામ સંપ્રદાયો એને આદેશો તમામ ષડ દર્શનો ( છ દર્શનો ) સાંખ્ય, યોગ, ન્યાય, વૈશોષિક, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા - તમામ છ મુક્ત વિચારધારાઓ, દર્શનો ઉપનિષદોને સર્વોચ્ચ, પરમ શાસ્ત્ર, સૌ પ્રથમ અને સર્વોત્તમ પુસ્તક તરીકે સ્વીકાર છે.
Content: આધુનિક સમયમાં ધાર્મિક ઈતિહાસકારોએ ઉપનિષદોને ધર્મના એક ચોકઠામાં વર્ગીકૃત કરીને અને તેને વૈદિક પરંપરામાં ઘકેલીને અથવા હિંદુ ધર્મ તરીકે વર્ણવીને બહુ મોટી ભૂલ કરી છે. જો આપણે ઉપનિષદોને કોઈ એક ધર્મનાં વાઢામાં વર્ગીકૃત કરી દઈએ, તો તે ઉપનિષદોની ભવ્યતા અને સંભાવનાઓનું ઘોર અપમાન કર્યા બરાબર છે. તેથી, સૌથી પહેલા તો ઉપનિષદોને વર્ગીકૃત કરી શકાય નહી, અને જો તેમનું વર્ગીકરણ કરવાનું હોય તો હું તેમને તમામ મુક્ત વિચારધારાઓ , દર્શનો, તમામ જીવન-પદ્ધતિઓનાં સોત તરીકે જે મનુષ્યને ઉચ્ચ કક્ષા સુધી લઈ જાય તે હીતે વર્ગીકૃત કરીશ. ઉપનિષદો તમામ મુક્ત વિચારધારાઓ , દર્શનો કે જે મનુષ્યને પરિપક્વ બનાવે છે તેમનું ઉદ્દ્ગમ સ્થાન હોવાથી, દેખીતી રીતે જ ઉપનિષદો સૌથી પહેલા અને સર્વોત્તમ પવિત્ર ગ્રંથો છે.
Page 40
Content: ઉપનિષદો સૌથી પ્રથમ અને સર્વોતમ પવિત્ર ગ્રંથો છે, જેનાં આધારે તમારી જીવનશૈલી નો સુમેળ હોવો જોઇએ. ઉપનિષદોને વાંચવા જોઇએ, વારંવાર વાંચવા જોઇએ, સમજવા જોઇએ, પચાવવા જોઇએ, આત્મસાત કરવા જોઇએ, જીવવા જોઇએ, ફેલાવવા જોઇએ, પ્રસારવા જોઇએ અને પૂજવા જોઇએ. (ઉપનિષદો સૌથી શુદ્ધ - પ્રાચીન શુદ્ધ સત્યો છે.
Content: ઉપનિષદો એક સ્થિતિ, અવસ્થા છે, જે પોતાને રજુ કરે છે અને તેની સ્ફુર્તિ કરે છે. એવી સ્થિતિ કે સ્વને દર્શાવે છે કે સ્વ કઇ રીતે બનવું તે દર્શાવે છે. દરેક ઉપનિષદના દરેક શ્લોકે એક મુક્ત વિચારધારા ને જન્મ આપ્યો કે જેણે અસંખ્ય મનુષ્ય જીવોને મુક્ત કર્યા.
Page 42
Content: પ્રકરણ ૫
Content: બ્રહ્માંડની સ્વ પ્રત્યે આંદોલિત અભિવ્યક્તિ
Content: ઉપનિષદનો અર્થ છે માત્ર બેસવું. જયારે તમે બેસો છો, ત્યારે સત્ય પ્રગટ થાય છે. જયારે ઋષિ ઓ “જે મંત્રનું દર્શન કરે છે”, સમાધિમાં, પોતાની જાત સાથે બેસતા, ત્યારે તેમનું સમગ્ર અસ્તિત્વ બ્રહ્માંડ ના પવિત્ર સત્યોની સાથે આંદોલિત થવા લાગતું, તે અભિવ્યક્તિ એ ઉપનિષદો છે.
Page 43
Content: જે રીતે તમને તમારી સમક્ષ રજુ કરે છે, જે રીતે તે જગતને તમારી સમક્ષ રજુ કરે છે, જે રીતે ઈશ્વરને તમારી સામે રજુ કરે છે, જે રીતે જીવનને તમારી સમક્ષ રજુ કરે છે, ઉપનિષદો સાથે કશાયની સરખામણી થઈ શકે તેમ નથી; પછી તે તેમના દ્વારા આપવામાં આવેલ તથ્યોની પવિત્રતા હોય કે પછી તેઓ જે કવિતા વ્યક્ત કરે છે તે, કે પછી નાદમાત્ર ( ધ્વનિમાત્ર )જેની અંદર કુંડલિનીની જાગવાના આંદોલનોનો તેઓએ સુંદર રીતે સમાવેશ કર્યો છે. ઉપનિષદો માત્ર ભાષાકીય અને કાવ્યમય મહત્વ નથી ધરાવતા, પણ તેઓ શબ્દોવ્યારનું મહત્વ પણ ધરાવે છે. ધાર્મિક ઇતિહાસકારોએ ઉપનિષદોને હિન્દુવાદ હેઠળ વર્ગીકૃત કરીને હિન્દુવાદને સન્માન બક્ષ્યુ છે. અલબત્ત, હિન્દુઓ તેના વારસદારો છે, પણ આપણે તેમને જીવવા જોઈએ અને તેમને આખા વિશ્વ સાથે વહેંચવા જોઈએ. તે આપણો વારસો છે, પણ તે માત્ર આપણી એકલાની માલિકીનાં નથી, તેઓ તો આખી સૃષ્ટિની માલિકીનાં છે.
Content: ઉપનિષદનો અર્થ છે બેસવું, બસ એટલું જ. માત્ર બેસવું. જયારે તમે બેસો છો, જયારે તમે બેસો છો - હું એમ નથી કહેતો કે જયારે તમારે શરીર બેસે છે, હું એમ કહું છું કે જયારે તમે બેસો છો, ત્યારે સત્ય પ્રગટ થાય છે. ઉપનિષદો માત્ર સાચા સંદર્ભથી શીખવવા જોઈએ.
Content: ઉપનિષદો ! જયારે ઋષિ-મુનિઓ સમાધિમાં, પોતાની જાત સાથે બેસતા, ત્યારે તેમનું સમગ્ર અસ્તિતત્વ ધૂજવા માંડતું, આંદોલિત થવા લાગતું, પવિત્ર સત્યોની સાથે પ્રતિદ્વનિત થવા લાગતું. બ્રહ્માંડ તેમના દ્વારા ગાવા અને પ્રકાશિત થવા લાગતું. તે અભિવ્યક્ત એ ઉપનિષદો છે
Page 44
Content: એટલા માટે, સંસ્કૃતમાં આપણે મંત્રદ્રષ્ટાની વ્યાખ્યા "તે જે મંત્રનું દર્શન કરે છે", નહી કે "તે જે મંત્ર લખે છે કે સાંભળે છે". તેનો અર્થ એવો થાય કે જયારે તમે અનુભવો છો, ધ્વનિનો અનુભવ પણ હંમેશા આંખો દ્વારા થાય છે. જો કાન દ્વારા, ધ્વની સાંભળવામાં આવે તો, તમે સાંભળો છો. જો ધ્વની પાંચે ઇન્દ્રિયો દ્વારા સમજવામાં આવે તો તેનો તમે અનુભવ કરી રહ્યા છો.
Content: એટલા માટે, જયારે ધ્વનિને જોવામાં આવે છે, મંત્રોને જોવામાં આવે છે, જયારે તમારી આંખો ધ્વનિનો અનુભવ કરે છે, લીટીઓ જેનો તમે અનુભવ કરો છો, તેને અક્ષર કહે છે. આપણાં ઋષિઓએ દરેક ધ્વનિનો અનુભવ કર્યો. "અ", જયારે તેમણે તે ધ્વનિનો અનુભવ કર્યો, જે રેખા દ્વારા તેમની આંખોએ તે ધ્વનિનો અનુભવ કર્યો, તે રેખા અક્ષર બની જાય છે. તેઓ એટલી હદ સુધી પરિપક્વ હતા, ચિંતાઓથી એટલા મુક્ત હતા, તેમની તમામ મૂળભૂત જરૂરીયાતો સંતોષાઈ જતી હતી, એ તેની વિશિષ્ટતા હતી અને તેઓ ઉચ્ચ અવકાશમાં રહેતાં હતાં. એ તેમની સુંદરતા હતી !
Content: ગંગા નદી ઉપનિષદો માટે જવાબદાર છે. તેણીએ જે રીતે ગંગાની ખીણને સમૃદ્ધ બનાવી છે ! તમામ મૂળભૂત જરૂરીયાતો, બધુ જ તેણીએ પુરું પાડયું છે. નશીબજોગે, કોઈ યુદ્ધ નહોતા, જેથી ઋષિઓને લડવાની કે પોતાનાં અસ્તિત્વ માટે રક્ષણ કે બચાવ કરવાની જરૂર નહોતી. તમામ પ્રાકૃતિક ઉર્જાઓ, શક્તિઓ આધારરુપ હતી, તમામ જરૂરીયાતો સંતોષાઈ જતી હતી. તે વાતાવરણ, તે જગ્યા તેમને પોતાની જાતની અંદર "બેસવા" માટે, સમાધિમાં બેસવા માટે, વિશ્વ સાથે, સૃષ્ટિ સાથે, પ્રકૃતિ સાથે અદ્ભૂત સંભાવનાઓ રચતી હતી. અસ્તિતત્વએ પોતાની જાત વિશે તેમના થકી ગાવા માંડયું છે.
Page 45
Content: દરેક ઉપનિષદની પાર્શ્વભૂમિ જુદી જુદી છે પણ તેમના દ્વારા પ્રકાશિત થતાં સત્યો અત્યંત સુંદર રીતે ગુંથવામાં આવેલા છે. કોઈ એક સૃષ્ટિ વિષેનું સત્ય દર્શાવે છે, તો કોઈ માનવી વિષેનું સત્ય ઉદ્ઘાટિત કરે છે, કોઈ મૃત્યુ વિષેનું સત્ય ઉઘાડે છે તો કોઈ જીવન વિષેના સત્યને બતાવે છે. જાણે કે તમારા તમામ સવાલો ફોડવામાં આવ્યા છે, અને તમે ત્યાં છો, વિશ્વનાં પ્રત્યક્ષ ઈન્દ્રિયગમ્ય જ્ઞાનમાં અને સમગ્ર વિશ્વ તમારી સમજ, તમારા જ્ઞાનમાં છે. વિશ્વ સંબંધી જ્ઞાન ! જયારે વિશ્વ તમારી સમજમાં હોય છે, ત્યારે તમે વિશ્વની સમજમાં હોવ છો.
Content: વિશ્વનું જ્ઞાન ! મનુષ્યને વિશ્વનો બોધ થવા માટે જે કોઈ સમજ જરૂરી છે, તે તમામ સુંદર રીતે રજુ કરવામાં આવ્યુ છે, પુનરાવર્તિત કરવામાં આવ્યુ છે, અને શક્ય હોય તે તમામ શંકાઓ કે જે ઉભી થઈ શકે છે તેનાં જવાબ આપવામાં આવ્યા છે. એટલા માટે, ઉપનિષદો સમગ્ર સૃષ્ટિ માટે છે. આપણે તેના માલિક કે વારસદાર હોઈ શકીએ, પણ તે સમગ્ર સૃષ્ટિ માટે છે. જે કોઈ બ્રમણા, આભાસ કે માયાથી પીડાય છે, તેમને આ ઉપનિષદો આપવા જોઈએ. આપણે ઉપનિષદીક જ્ઞાનનું તેમની સાથે આદાનપ્રદાન કરવું જોઈએ.
Content: આ ઉપનિષદોનાં દરેક ધ્વની, દરેક અક્ષર, દરેક શબ્દ, દરેક લીટી સમર્થ જ્ઞાનથી આંદોલિત છે. શક્તિવાન જ્ઞાન ! હજુ પણ ઉપનિષદો ભારતને જીવિત રાખે છે. તે ઉપનિષદો જ છે જે, ભારત, ભારતનાં ખ્યાલની કરોડરજ્જુ સમાન છે. આપણે જે કાંઈ આધ્યાત્મિક આકાંક્ષાઓ અને સાક્ષાત્કાર ધરાવીએ છીએ તે તમામ સાથે મુકીએ–તે ઉપનિષદો છે. ઉપનિષદો કરોડો લોકોનાં લાખો વર્ષોના આધ્યાત્મિક સાક્ષાત્કારનું મૂર્ત સ્વરૂપ છે.
Page 46
Content: ઉપનિષદોમાં કશું જ કહેવાનું બાકી નથી રાખ્યું, એક પણ શબ્દ બિનજરૂરી નથી. તમે તેને સુધારી ન શકો, તેનું સંપાદન ન કરી શકો કે ન તેની કોઈ સમજુતિ આપી શકો. નથી. સંપાદન માત્ર શકય નથી એટલુ નહી પણ તેની અનુમતિ પણ નથી. ભાષ્ય ની અનુમતિ છે છે, પરંતુ વ્યવહારિક રીતે તે શકય નથી, કારણ કે તેમાં કંઇ જ ન સમજાવુંં હોય તેવુ નથી. તમામ ભાષ્યો, ટીકાઓ, ભલે પછી તે શંકર, રામાનુજ, માધવ દ્વારા લખાયેલી હોય, તે અમુક વિચારો કે અભિપ્રાયોનું પુનરાવર્તન છે જેને તેઓ પ્રકાશમાં લાવવા માંગતા હતા. પ્રકાશમાં લાવવું શકય છે, પણ ભાષ્ય લખવું શકય નથી, કારણ કે આ મહાન ઉપનિષદોમાં કશુ જ વણકહ્યુંં રાખવામાં આવ્યુ નથી. ઉપનિષદો પર ભાષ્ય શકય નથી. ધાર્મિક રીતે તેની અનુમતિ છે , પણ તે શકય નથી.
Content: સંપાદન શકય પણ નથી અને તેની અનુમતિ પણ નથી. તમામ આચાર્યો, આધ્યાત્મિક ગુરુઓ, જેઓ હિન્દુવાદને સ્વીકારતા નથી તેઓ પણ, “સંપાદન નહી” નો મૂળભૂત વિવેક ધરાવતા હતા. દાખલા તરીકે, રામાનુજાચાર્ય ઉપનિષદોમાંનાં કેટલાક ફકરાઓ માન્ય નહોતા કરતા, પણ તેમણે ક્યારેય તેનું સંપાદન ન કર્યુ. તે જ રીતે, ચાર્વાક, ભૌતિકવાદીઓ કેટલાક શ્લોકોને માન્યતા નથી આપતા, પણ તેનું સંપાદન નથી કર્યુ.
Page 47
Content: બૌદ્ધો પણ, કે જેઓ એક ઉપનિષદ - મહાનિર્વાણ ઉપનિષદ - ને સ્વીકારે છે, અને અન્ય ઉપનિષદોને નથી સ્વીકારતા, તેમ છતાં તેમણે કોઈ સંપાદન નથી કર્યું. તમે જોશો કે કોઈપણ બૌદ્ધ મઠમાં કે વિશ્વવિદ્યાલયમાં સાચવી રખાયેલાં ઉપનિષદોનાં તાડપત્રો એટલા જ આધારભૂત છે જેટલા મૂળ હિન્દુ ધાર્મિક સ્થળોનાં તાડપત્રો છે. મૂળ પ્રતોમાં કોઈ ગુંચવણ કયારેય નહી થાય, કોઈ સંપાદન કે સુધારો નહી, કોઈ ફેરફાર નહી, કોઈ પ્રકારની વિકૃતિ નહી. તે જ રીતે, જો તમે શંકર મઠો (હિન્દુ ધાર્મિક સ્થળો) માં સાંચવી રાખવામાં આવેલા બૌદ્ધ સુત્રોનાં તાડપત્રો જોશો તો જણાશે કે તે શત પ્રતિશત ખરા છે, જેમ છે તેમ જ ! તેઓ બૌદ્ધ ધર્મને ભલે માનતા ન હોય, પણ કોઈપણ તેમમાં કશુક ઉમેરવાની, ફેરફાર કરવાની કે કોઈ શબ્દ કાઢી નાખવાની હિંમત નહી કરે.
Content: આ મહાન હિન્દુ સંસ્કૃતિ, જીવનશૈલી અને પરંપરામાં, તે ગ્રંથો કે જેમને તમે માનતા નથી, તેમાં પણ તમે કોઈ ફેરફાર, સંપાદન કે વિકૃતિ નથી કરતા. કેટલી પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા ! તે વાણી, સરસ્વતિ પ્રત્યેની અકલ્પનીય પ્રતિબદ્ધતા કે આદર છે. આ ઉપનિષદો, કે જે વૈદિક પરંપરાની જીવદોરી સમાન છે, હિન્દુ પરંપરાની જીવદોરી છે, ભારતની જીવદોરી છે, તેઓને સ્મરણમાં રાખવા તે પણ એક આનંદ છે.
Page 49
Content: પ્રકરણ ૬ માત્ર ઉપનિષદો અવતારો ઉત્પન્ન કરે છે તમને સત્યમાં ભળી જવાની પ્રેરણા માટે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તક કામ લાગી શકે, પણ બ્રહ્માંડ ને તમારી જાતમાં ભળી જવા માટે, માત્ર ઉપનિષદો જ કામ લાગી શકે. અવતારો ભારતમાં જન્મ લેતા રહેશે. જ્યાં સૌથી પવિત્ર ભૂમિ ઉપનિષદોને શ્વાસોશ્વાસમાં લે છે.
Page 50
Content: જયારે પણ તમને ભય લાગે, કશાકની ભીતિ લાગે, તેવા આવેશમય સંજોગોમાં, તમે પરિસ્થિતિને તમારા પ્રયાસો દ્વારા બદલવાનાં પ્રયત્નો કરો છો. તે યોગ છે. અને, જો તમે ઉચ્ચત્તમ, પરમ ચેતનાને સમર્પિત થવાનો પ્રયત્ન કરો અને તે ચેતનાને હસ્તક્ષેપ કરીને તમને બચાવવા વિનંતી કરો છો, તે ભક્તિ છે.
Content: અદ્વૈત ના મૂળ અવકાશમાં રહેવાથી તમે ક્યારેય દૂષિત નહી થઇ શકો, તે જાણવુ, સહજ રીતે જ તમામ કહેવાતા ભય અને ધમકીઓને પીગળાવી નાખવું, તેને અદ્વૈત જીવવું કહે છે. ઉપનિષદો અદ્વૈત જીવવાનો જ પ્રયાસ છે.
Content: ઉપનિષદોના અનેક અર્થઘટનો ઉપનિષદોની પવિત્રતા અને મૌલિકતાને ઓછી નથી કરતા. ક્યારેક લોકો હિન્દુ ધર્મમાં રહેલ મતભેદો અને ઝગડાઓ વિષે પુછે છે. શંકર, રામાનુજ, માધવ જેવા મહાન પંડિતો પણ અનેક મતભેદો ધરાવે છે. સર્વોચ્ચ કક્ષાના આચાર્યો એકબીજા સાથે સંમત નથી. તો પછી, આપણે સામાન્ય માનવીઓ કઇ રીતે કોઇપણ સમજી શકીએ ? સાચું શું છે એ આપણે કઇ રીતે ઓળખી શકીએ ?
Content: એક વૈજ્ઞાનિક કંઇક શોધી કાઢે છે અને તેને નોબેલ પ્રાઇઝ (ઈનામ) મળે છે. થોડા વર્ષોમાં કોઇ બીજો વૈજ્ઞાનિક તે વૈજ્ઞાનિકે શોધ કરી હતી તેને ખોટી પૂરવાર કરે અને તેને પણ નોબેલ પ્રાઇઝ મળે છે. તેનો અર્થ એવો નથી કે બન્ને વચ્ચે મતભેદ છે. તે સત્યને રજુ કરવાનો જુદો દ્રષ્ટિકોણ છે. એવું નથી કે પહેલા વૈજ્ઞાનિકનો શોધ ખોટી હતી. હકીકતમાં તેની પહેલી શોધનાં કારણે, તેણે જે રીતે આપણને પ્રેરણા આપી, તેનાથી બીજી શોધ ની શક્યતા ખુલ્લી થઇ.
Page 51
Content: જ્ઞાનના ક્ષેત્રમાં, જુદા જુદા અભિપ્રાય એટલે કે જુદા જુદા વિચાર-વલણો, અને અનેક પસંદગીઓ. અદ્ભુત સ્વતંત્રતા ! અદ્ભુત સંભાવનાઓ ! દરેક વ્યક્તિ પોતાની રીતે શોધખોળ કરે છે, પોતપોતાની રીતે અભિવ્યક્ત કરે છે. અને, જયારે તમે શંકરને વાંચો છો, આત્મસાત કરો છો, તમે કયારેય શંકરનાં અનુયાયી નહી બનો, તમે શંકરની એક અભિવ્યક્તિ હશો.
Content: એટલા માટે જ શૈવ પંથમાં એક સુંદર શબ્દ છે - શિવગણ, જે શિવનું સ્વરુપ ધારણ કરે છે. તમે જયારે સતત શિવોહમનો બોધ અને પ્રકાશ કરો ત્યારે તમે શિવનાં અનુચાયી નહિ બની જાવ, તમે શિવનું સ્વરુપ બનશો,તમે શિવસ્વરુપ ધારણ કરશો, શિવ ગણ ! ગણ એટલે કે "જે મૂર્તિમાન કરે છે, જે સંતુષ્ટ થયેલ છે."
Content: એટલા માટે ઉપનિષદો પરનાં મતભેદો કે ભાષ્યો તમને ઉપનિષદોથી દુર ન લઈ જવા જોઈએ, પરંતુ મૂળ ઉપનિષદોમાં ઉડા ઉતરવા તમને પ્રેરણા આપવા જોઈએ. આપણી પાસે હજારો અભિપ્રાયો, વિચારો હોય, પણ ઉપનિષદોની પવિત્રતા, ઉપનિષદોની પ્રમાણભૂતતા, ઉપનિષદોની અધિકૃતતા કે સત્તા બાબતે કોઈ સવાલ ઉઠાવતુ નથી. અહીં જ બધા એકબીજામાં ભળી જાય છે અને સાથે મળે છે. પ્રત્યેક વૈજ્ઞાનિકની શોધ, જુદો તાત્વિક સિદ્ધાંત અને પ્રતિપાદન અલગ હોઈ શકે, પણ તેઓ તમામ વિજ્ઞાનના પ્રાણ નું જ સમર્થન કરે છે. તે જ રીતે, દરેક વિદ્વાન અલગ વિચારો, અલગ તત્વચિંતન અને સિદ્ધાંતો ધરાવતા હોઈ શકે પણ તેઓ તમામ ઉપનિષદોના આત્માને પુષ્ટિ આપે છે.
Content: ઉપનિષદોને જેમ જેમ તમે વધુ વાંચો, પુનરાવર્તન કરો, પચાવો અને આત્મસાત કરો તેમ તેમ તમે તમને અંદરથી વધારે સુંદર બનાવે છે, તમારી આંતરિક સુંદરતામાં વધારો કરે છે.
Page 52
Content: દરેક સત્ય જે તમને બ્રહ્માંડની સમજમાં મુકે છે, તે બ્રહ્માંડને તમારી સમજમાં મુકે છે. બ્રહ્માંડ પિંડાંડમાં દાખલ થવું જોઇએ અને પિંડાંડ બ્રહ્માંડ પ્રવેશવું જોઇએ. બ્રહ્માંડ (Macrocosm) માનવપિંડ (Microcosm) નો ભાગ બનવું જોઇએ, માનવપિંડ બ્રહ્માંડ નો ભાગ બનવો જોઇએ. માત્ર ટીપું જ સમુદ્રમાં ન ભળી જવું જોઇએ, સમુદ્ર પણ ટીપામાં ભળી જવો જોઇએ.
Content: બુંદ નું સમુદ્રમાં ભળી જવું તે આત્મસાક્ષાત્કાર છે. જયારે સમુદ્ર બુંદમાં ભળી જાય છે ત્યારે તે અવતાર છે.
Content: ઉપનિષદોની બાબતમાં, તમે જેટલા વધારે વાંચો, પુનરાવર્તન કરો, ફરી વાંચો, તમે સમજ આંતરમન સુંદર બની જશે. એક વાર તમે વાંચો અને સમજો એટલે તમે તેના વિચારમાં, તે સિદ્ધાંતમાં વિલીન થઇ જાવ. જયારે તે સિદ્ધાંત, વિચાર તમારામાં વિલીન થઇ જાય ત્યારે તમે નિશ્ચિત થઇ જાવ છો કે તમે તેને કદાપિ ભૂલશો નહી, તે તમારા જીવનમાંથી ક્યારે અદ્રષ્ય નહી થાય, તે તમારો પોતાનો એક ભાગ બની જશે.
Content: માનવપિંડ બ્રહ્માંડ બની જાય તો તે આત્મસાક્ષાત્કાર છે. બ્રહ્માંડ માનવપિંડ બની જાય તો તે અવતારપણું છે. તમને બ્રહ્માંડ નો બોધ થઇ જાય છે અને બ્રહ્માંડ તમને સમજ (cognition)માં ધારણ કરે છે. તમે આ પરમ સત્યોમાં ભળી જાવ છો અને આ મહાન સત્યો તમારામાં ભળી જાય છે, બન્ને સંપૂર્ણપણે ભિન્ન છે.
Page 53
Content: ઉપનિષદોની બાબતમાં, તે महान સત્યો માત્ર તમને તે સત્યોમાં ભળી જવા માટે કેઇકેરશે જ નહી, તેઓ ખુદ પણ તમારામાં ભળી જશે. તમારી જાતને તે સત્યોમાં ભળી જવા માટે કોઈ આધ્યાત્મિક પુસ્તક તમને ઉશ્કેરી શકે, કે કોઈ સંતોના સ્તોત્ર કે ભક્તિસભર ભજનોનું શ્રવણ પણ તેમ કરી શકો. આવા ઉપદેશ महान ભક્તોએ અને વૈદિક કાળના સંતો જેવા કે મીરા, જ્ઞાનસંબંદર, મનિક્કાવસાગર, રામદાસ, ચૈતન્ય મહાપ્રભુ આપે છે. તેઓ તમામે લાગણીઓ અને સંવેદનોની તીવ્રતાનો બ્રહ્માંડ સાથે ભળી જવા માટે, તેમાં વિલીન થઈ જવા માટે સુંદર રીતે ઉપયોગ કર્યો.
Content: તમને સત્યમાં ભળી જવાની પ્રેરણા માટે કોઈ પણ આધ્યાત્મિક પુરસ્તક કામ લાગી શકે, પણ બ્રહ્માંડ ને તમારી જાતમાં ભળી જવા માટે, માત્ર ઉપનિષદો જ કામ લાગી શકે. માત્ર ઉપનિષદો જ તમને તે ઉચાઈ સુધી લઈ જઈ શકે , જ્યાં એટલો વિશાળ થઈ જવાય કે બ્રહ્માંડ તમારામાં વિલીન થઈ જાય. મનપિંડ બ્રહ્માંડ તરીકે એટલો વિશાળ બની જાય કે બ્રહ્માંડ તેમાં સમાઈ જઈ શકે. તમારા મુખમાં આખી સૃષ્ટિને લેવા માટે, તમારે મોં આખી સૃષ્ટિનાં કદ જેટલું ખુલવું જોઈએ. જો સત્યને તમારામાં સમાવું હોય તો, તમારે સત્ય કરતા વધારે ઉંચાઈ હાંસલ કરવી પડે. તે માત્ર ઉપનિષદોથી જ બની શકે. એટલા માટે ઉપનિષદો માત્ર આત્મસાક્ષાત્કાર પામેલા જીવો જ નથી બનાવતા, તેઓ અવતારો પણ બનાવે છે.
Page 54
Content: લોકો મને પૂછે છે, : “શા માટે માત્ર ભારતમાં જ આટલા અવતારો ?”. ભારત આ દેશનાં સાહિત્યને કારણે વધારેમા વધારે અવતારો ઉત્પન્ન કરતો હતો, કરે છે અને કરતો રહેશે. ઉપનિષદો એકલા જ અવતારો ઉત્પન્ન કરવા માટે શકિતમાન છે ! જો આ પૃથવી ગ્રહ પર અવતારો અવતરવાના હોય તો તેઓ આ દેશમાં જ, ભારતમાં જ સંભવી શકે, કારણ કે ઉપનિષદો માત્ર અહીં જ જીવ્યા છે. માત્ર ઉપનિષદોને કારણે જ આ ભૂમિ સૌથી પવિત્ર ભૂમિ છે. જયાં સુધી આ ભૂમિ ઉપનિષદોને શ્વાસોચ્છવાસમાં લે છે અને ઉપનિષદોને શ્વાસોચ્છવાસ માં લેતી રહેશે, અવતારો ભારતમાં જન્મ લેતા રહેશે.
Content: વેદ વેદાંત સાર, વેદો અને વેદાંતનો સાર એટલે ઉપનિષદો
Content: ઉપનિષદોની તમને બ્રહ્માંડ માં મુકી દેવાની શકિત, અને તમને બ્રહ્માંડ સુધી પહોંચાડવાની શકિત, તેણી તમને બ્રહ્માંડ માં તમને પ્રકાશિત કરવાની શકિત નિર્વિવાદ, અકલ્પનીય છે.
Page 56
Content: પ્રકરણ ૭
Content: વિજ્ઞાન, પવિત્ર જ્ઞાન માટે તમારી જાતને પરિશુદ્ધ કરો.
Content: હોવાપણાનું સત્ય સૂર્ય-ચન્દ્રનાં ચક્રકાળ સાથે બદલાતુ નથી. કેટલાંક પુસ્તકો તમારામાં જ્ઞાન જગાવી શકે, કેટલાંક પુસ્તકો તમારામાં ભક્તિ જગાવી શકે, પણ ઉપનિષદો જ્ઞાન-ભક્તિ-વિજ્ઞાન, આ ત્રણે તમારામાં જગાવી શકે
Page 57
Content: ઉપનિષદો અત્યંત મહાન છે ! માત્ર તેને વાચવાથી અને સમજવાથી, તે પાવન સમજણને, પવિત્ર ભાવનાઓને, તમારા અસ્તિત્વની પવિત્રતાને પરીશુદ્ધ કરે છે. અમુક પુસ્તકો છે જે તમારી સમજશક્તિને શુદ્ધ કરે છે. કેટલાક પુસ્તકો છે જે તમારી પવિત્ર ભાવનાઓને શુદ્ધ કરે છે, પરંતુ, માત્ર ઉપનિષદો જ તમારી સમજશક્તિ, ભાવનાઓ અને તમારા પવિત્ર હોવાને, અસ્તિતત્વને શુદ્ધ કરે છે.
Content: હોવાનું એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં તમારા અસ્તિત્વ તરીકે મુક્તિનો અનુભવ કરવો. તમારા ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ તરીકે મુક્તિ. તમારા સ્વ ને શુદ્ધ કરવા માટે, સમજણ કે તમારા અસ્તિત્વનો એક ભાગ થઈ જાય, જે તમારી જાત સાથે જ્ઞાન તરીકે સાથે રહે છે, જે એક શક્તિશાળી અસ્તિતત્વવાદી અને અનુભવવાદી સત્ય છે.
Content: દાખલા તરીકે, તમારી જાત બાબતે તમારી અંદર મજબૂત વિશ્વાસ હોય કે - તમે ભાગશાળી આત્મા છો, ભગવાન તમને મદદ કરી રહ્યો છે અને તમારી સતત સંભાળ લઈ રહ્યો છે ; તમે એને પ્રાર્થના કરી શકો છો અને તે તમને આધાર આપી રહ્યો છે - તો તમારી જાત બાબતે તે એક અત્યંત સરસ, સૂક્ષ્મ, પવિત્ર અનુભવ છે. અને તે જ રીતે, જો તમને એ ભાવનાનું જોડાણ હોય કે, “જયારે પણ હું મારા ભગવાન કે ગુરુને બોલાવીશ, તુરત જ તે મને પ્રતિભાવ આપશે, તે મારા માટે હાજર છે” જો તે તમારા હિસ્સા તરીકે તમારામાં હોય તો તે માત્ર શ્રદ્ધા કે માન્યતા નથી.
Page 58
Content: આ બધુ માત્ર શ્રદ્ધા કે વિશ્વાસ નથી. આ તમારા દ્વારા તમારી આસપાસ અનુભવાતી વધારે નક્કર, કહેવાતી વાસ્તવિકતાથી વધારે વાસ્તવિકતા છે. જો તમને એમ લાગતુ હોય કે ,જે ક્ષણે તમે પ્રાર્થના કરો છો, તમે તમારા ઇષ્ટ દેવતા કે ગુરુને પોકારો છો, તે તુરત જ પ્રતિભાવ આપે છે, તમારા માટે તે હાજર છે - તે સૌથી સૂક્ષ્મ, પવિત્ર લાગણી છે. અને, “છેવટે, હું જાણું છું કે હું આત્મસાક્ષાત્કાર પામવાનો છું અને બ્રહ્માંડ માં શાંતિથી રહેવાનો છું. જન્મ અને મરણનાં ચક્રનું દુઃખ ભોગવવાનો સવાલ જ નથી.” ક્યારેક લોકો બહુ મકકમપણે આવુ માને છે. તે શ્રદ્ધા નથી, તે બાબતે અત્યંત સ્પષ્ટ થઈ જાઓ.
Content: શ્રદ્ધા તે છે જેમાં સૂર્ય-ચંદ્ર દ્રાનાં ચક્રકાળ સાથે વધારો કે ઘટાડો થાય. જે કાંઈ સૂર્ય-ચંદ્રનાં ચક્રકાળ સાથે વધે કે ઘટે તે શ્રદ્ધા છે. પૂર્ણિમાં દરમિયાન તમને લાગે છે કે બધુ બરાબર થઈ રહ્યું છે, અમાવાસ્યા દરમિયાન તમને લાગે છે કે “ના, મને ખબર નથી હું થઈ રહ્યું છે!”, તો એ શ્રદ્ધા છે. તે જ રીતે સૂર્ય-ચંદ્રના ચક્રકાળ સાથે આપણે જાય તેને તેને શ્રદ્ધા કહે છે. પણ, ક્યારે શ્રદ્ધાના આ થવા અને ન થવા ઉપરાંત, કેટલીક સમજણો તમારી જૈવિક-સ્મૃતિનો ભાગ બની જાય છે, એ ત્યાં હંમેશા હોય છે - ચડતી અને પડતીનાં સમયમાં. આ વસ્તુઓ જ અત્યંત સૂક્ષ્મ પવિત્ર લાગણીઓ, સમજણો, અને હોવાનું સત્ય હોય છે.
Page 59
Content: પવિત્ર લાગણી, હોવાપણાનું સત્ય અને પવિત્ર સમજણો, સૂર્ય અને ચન્દ્રનાં આવવા કે જવાથી બદલાતા નથી. જો તમારી સમજણ બૌદ્ધિક હોય, "છેવટે તો આ બધુ જ્યાંથી આવ્યુ તેમાં વિલીન થઈ જવાનું છે", બસ. જો આ સમજણ સૂર્ય અને ચન્દ્રનાં ઉદય અને અસ્ત સાથે બદલાય નહી તો તેને જ્ઞાન કહે છે, પવિત્ર જ્ઞાન.
Content: તે જ રીતે, "મારા મનમાં ગમે તેટલી આત્મશંકા હોય, આત્મઘૃણા હોય, મારી જાત પ્રત્યે અસ્વીકૃતિ ભાવ હોય, જે સ્રોતમાંથી હું બન્યો છું તે મારા તરફ અસ્વીકૃતિનો ભાવ રાખી શકે નહી. તે મૂળ સ્રોત છે. આજે કે આવતી કાલે મારે તેમાં જ વિલીન થવાનું છે. તેણે મારે રક્ષણ કરવું જ પડે અને મને પોતાનામાં વિલીન કરવો પડે. એટલે, તે જ અંતિમ, પરમ છે. જો આ સમજણ, આવી લાગણી નું જોડાણ તમારામાં જન્મે, જે સૂર્ય અને ચન્દ્રનાં ઉદય અને અસ્ત સાથે બદલાય નહિ, તો તેને પાવન લાગણી, ભક્તિત કહે છે.
Content: અને હું, હોવાપણું. “હું પોતાની જાતને બંધનમાં કે મુક્ત અનુભવતો હોઉ, છેવટે હું કદી બંધનમાં ન હોઈ શકું, કારણ કે હું બ્રહ્માંડ નું પ્રતિબિંબ છું. બ્રહ્માંડ કે તેનું પ્રતિબિંબ એકેય બંધનમાં ન હોઈ શકે. તમે સૂર્યને બાંધી શકો નહી, એટલું જ નહી તમે પાણીમાં કે અરીસામાં રહેલ તેનાં પ્રતિબિંબને પણ, શું તમે બાંધી શકો ? તમે અરીસાને બાંધી શકો, તમે ઘડામાં પાણીને બાંધી કશો, પણ તમે પ્રતિબિંબને ન બાંધી શકો. જો તમારા અંતરતમ મનમાં આ સમજણ આવી જાય, કે જે સૂર્ય અને ચંદ્ર ઉદય-અસ્ત સાથે આવતી કે જતી નથી, વધતી કે ઘટતી નથી, તેને વિજ્ઞાન, જ્ઞાન (ચેતનતત્વ), પવિત્ર જ્ઞાન, વૈશ્વિક જ્ઞાન કહે છે.
Page 60
Content: કેટલાક પુસ્તકો તમારામાં જ્ઞાન જગાવી શકે, કેટલાક પુસ્તકો તમારામાં ભક્તિ જગાવી શકે, પણ ઉપનિષદો જ્ઞાન-ભક્તિ-વિજ્ઞાન, આ ત્રણે તમારામાં જગાવી શકે. ઉપનિષદો, માત્ર ઉપનિષદો જ તમારામાં ના ત્રણે સંપૂર્ણપણે જગાવી શકે તેટલા શક્તિમાન છે.
Content: તે ગંગા માતા અને સરસ્વતી માતાની ભેટ છે. સરસ્વતી અને ગંગા વચ્ચે, તે ખીણમાં, સંસ્કૃતિ વિકાસ પામી, એવી સંસ્કૃતિ જેને ક્યારેય યુદ્ધો કરવાની કે રક્ષણ કરવાની જરૂર નહોતી, તેને કોઈ દુશ્મની કે માલિકીભાવ નહોતો, જેણે ક્યારેય બહારની દુનિયાની કે સગવડોની પરવા ન કરી. આપણા પૂર્વજો બહારની દુનિયા બાબતમાં અજ્ઞાની ન હતા, તેઓને એ બાબતની ફીકર નહોતી ! તે મહાન સંસ્કૃતિ કે જણે તમામ જરૂરિયાતો પૂરી કરીને, সহજ રીતે જ અદ્ભુત શાંતિ આપી, તે અવકાશમાં ઉપનિષદો આ રીતે થયા.
Content: સમજો, સૌથી મહત્વની, પરમ સંપત્તિ જે તમારા જીવનમાં તમે એકત્ર કરી શકો છો તે જ્ઞાન છે - પવિત્ર જ્ઞાન, ભક્તિ ,પવિત્ર ભાવના, વિજ્ઞાન, પવિત્ર વૈશ્વિક સમજ, જ્ઞાન, ભક્તિ, વિજ્ઞાન. સમજો, તમારે ઉપનિષદોને અનુભવવા માટે જે સમજશક્તિની જરૂર છે તે માત્ર નિખાલસપણું છે, બીજુ કંઈ જ નહી.
Content: નિખાલસ બનીને તેને ગ્રહણ કરવા માત્રથી જ્ઞાન, ભક્તિ, વિજ્ઞાન-આ ત્રણેય તમારામાં સંભવી શકે છે
Page 62
Content: પ્રકરણ ८
Content: અદ્વૈત ભાવમાં જીવવું, ઉપનિષદોની મુખ્ય વિષય વસ્તુ
Content: અદ્વૈત જીવવા માટે જરૂરી તમામ બૌદ્ધિક સમજણ હોવી તેને જ્ઞાન કહે છે.
Content: અદ્વૈત જીવવા માટે તમામ જરૂરી ભાવનાઓના જોડાણ માટેની શક્તિ હોવી તેને ભક્તિ કહે છે.
Content: અદ્વૈત જીવવા માટે જરૂરી તમામ વૈશ્વિક સમજણ હોવી તેને વિજ્ઞાન કહે છે.
Page 63
Content: અદ્વૈત જીવવા માટે જરૂરી તમામ બૌદ્ધિક સમજણ હોવી. અદ્વૈત માં જીવવું એટલે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, નિત્ય આનંદમય, સચ્ચિદાનંદમય સ્થિતિનું પ્રકાશિત થવું.
Content: સચ્ચિદાનંદ (સત્ય -જ્ઞાન -આનંદ) એ કોઈ હિન્દુ મગજની કલ્પના નથી. તે કોઈ તારક વનના કે નૈમિષારણ્યના કેટલાક પૌરાણિક ઋષિઓ દ્વારા કહેવાતી પરીકથા નથી.. સચ્ચિદાનંદ એક વાસ્તવિકતા છે !
Content: ઉપનિષદો. ઉપનિષદો અદ્વૈતિક જીવનનું સૌથી શક્તિશાળી વિસ્તૃત રૂપ છે. (ઉપનિષદો જ્ઞાન, પવિત્ર જ્ઞાન ને એ રીતે સમજાવે છે કે જે તમારા માટે અદ્વૈત જીવવા માટે જરૂરી છે ! આટલા બુદ્ધિશાળી મગજમાં કલ્પનાઓ કે ભ્રમણાઓ સંભવી શકે નહી. તેઓ કે જે આટલા ઉચ્ચ જ્ઞાનને પ્રાપ્ત કરી, સમજી અને કાવ્યમય રીતે રજુ કરી શકે, તેમના પર તમે કલ્પનાઓ કે ભ્રમણાઓ ધરાવતા હોવાનો આરોપ મુકી શકો નહી. એટલે જ, સચ્ચિદાનંદ ભ્રમણા નથી. એ તમારા સવારના નાસ્તા કે રાતની ઉઘ જેટલું જ સત્ય છે.
Content: જો તમે આવો અને મને કહો કે તમે હમણાં જ નાસ્તો કર્યો, તો હું તમારા પર ભ્રમણા નો આરોપ નહી મુકું. હું જાણું છું કે તે હકીકત છે . કારણ કે નાસ્તો શક્ય છે, તમે તે ખાઈ શકો છો. તે બહુ સાદી વાત છે ! જો તમે મને એમ કહો કે તમે રાત્રે શાંતીથી સરસ રીતે ઉઘ્યા, તો હું તમારા પર, તમે સારી ઉઘ કરી હોવાના ભ્રમમાં છો એવો આરોપ નહી મુકું. રાતની સારી ઉઘ એ તદ્દન સાદી સંભાવના છે !
Content: સચ્ચિદાનંદ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, હંમેશા આનંદમય એ તદ્દન સાદી સંભાવના છે.
Page 64
Content: તમારી ઉચ્ચતમ સંભાવનાઓના અસ્તિત્વનો અસ્વીકાર કરવો તે દયનીય બાબત છે. તમારી ઉચ્ચ સંભાવનાઓને નકારવી એટલે તમારા ભવિષ્યને નકારવા બરાબર છે ! જો તમે એ બાબતનો અસ્વીકાર કરશો કે તમે સમૃદ્ધ, સુખી, સગવડતાવાળા બની શકશો, તો તમે તમારા સમગ્ર ભવિષ્યને નકારો છો. તે જ રીતે, સચ્ચિદાનંદની તમારી શક્યતાને નકારવી એટલે કે તમારા આધ્યાત્મિક ભવિષ્યને નકારવું. તે તો આધ્યાત્મિક આત્મહત્યા છે! આધ્યાત્મિક આત્મહત્યાનો અપરાધ કરવા મજબૂર કરતા લોકોને તમે અનુમતિ ન આપો. અને તેવ અસંખ્ય લોકો છે જે તેમના પ્રત્યક્ષ, પરોક્ષ બોધ અને ઉપદેશો દ્વારા તમને આધ્યાત્મિક આત્મહત્યાનો અપરાધ કરવા મજબુર કરે છે. ટી.વી., સીનેમાઓ, પુસ્તકો, મનોરંજન કાર્યક્રમો, પ્રસારણ માધ્યમ, ઇન્ટરનેટ દ્વારા લોકો તમને સતત તમારી આધ્યાત્મિક સંભાવનાઓને નકારવા માટે મજબુર કરે છે.
Content: ગુરુ એ તમારા એજન્સી માટે મૃત્યુદંડ સમાન છે. ગુરુ તમારી આધ્યાત્મિક સંભાવનાઓ બાબતે જાગૃત કરવા માટે એક શક્તિશાળી સાધન છે. તમારા આધ્યાત્મિક ભવિષ્ય બાબતે તમને જાગ્રત કરવા, તમને તમારી આધ્યાત્મિક સંભાવનાઓ બાબતે જાગ્રત કરવા, તે ગુરુનું કાર્ય છે.
Content: સચ્ચિદાનંદ એ કોઈ ભમ કે આભાસ કે કલ્પના નથી. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદમાં જીવવું શક્ય છે.
Content: અહીંત જીવવા બાબતમાં હું સૌ પ્રથમ આ નિવેદન કરવા માંગું છું બીજું. તે આધ્યાત્મિક સંભાવના માટે જે સમજણ જરૂરી છે તેને જ્ઞાન કહે છે, પવિત્ર, ધર્મસંબંધી જાણકારી.
Page 65
Content: ત્યારબાદ, જયારે તમે અદ્વૈત જીવવાનું શરૂ કરો છો, તમે આ પરિવર્તન તરફ જઈ રહ્યા હો છો ત્યારે તમને ભાવનાની શક્તિ ની જરૂર પડે છે. ભક્તિ, ધાર્મિક ભાવનાઓ, લાગણીઓ અને ભાવનાઓની તીવ્રતાનો ઉપયોગ અદ્વૈત જીવનમાં પ્રવેશવા માટે અને તમને આગળ અને આગળના સોપાનો સર કરવા માટે કરી શકાય છે.
Content: કોઈપણ વ્યક્તિએ સંન્યાસ-જીવન અપનાવવાનો નિર્ણય કયારે? બૌદ્ધિક વિશ્લેષણ કરી અને નિર્ણય પર આવીને કર્યો હોતો નથી, જે કોઈએ તેમ કર્યું તે કયારે? સફળ થઈ શક્યા નથી. તમારી ભાવનાઓ જ પવિત્ર શક્તિ છે જે તમને એક અવકાશમાંથી અન્ય અવકાશમાં પહોંચાડી શકે છે. જેઓએ તે શક્તિ, તે તાકાત, પવિત્ર ભાવનાઓ અને ભક્તિનો ઉપયોગ સંન્યાસનો નિર્ણય લેવામાં કર્યો તેઓ સફળ રહ્યા છે. માત્ર તેઓ જ સફળ સંન્યાસીઓ રહ્યા છે, તેઓ નહી કે જેઓ બૌદ્ધિક વિશ્લેષણ છે. જો તમે અદ્વૈત જીવવા તૈયાર હો તો તે ખરેખર તમારી શુદ્ધ ભક્તિની શક્તિ છે ! તે માટે જ બની શકે જયારે તમે તમારી ભાવનાઓ અને ભક્તિની શક્તિનો ઉપયોગ કરો. તે જીવન છે.
Content: સમજો, અદ્વૈત જીવવાનો અનુભવ લેવા, તમારા માટે જરૂરી પવિત્ર ભાવનાઓ એટલે ભક્તિ છે. અને અદ્વૈત જીવવાનો અનુભવ લેવા તમારા માટે જરૂરી પવિત્ર જ્ઞાન એટલે કે કોઈપણ શંકાથી પર એવી પાયાની સમજણ એટલે વિજ્ઞાન.
Page 66
Content: આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કે સત્સંગનું શ્રવણ આધ્યાત્મક સમજણ પામવાની શક્યતાને અનુમતિ આપે છે. જો તમે ગુરેમુખેથી દશ વિચારો સાંભળો તો તમે તેમાંથી બે વિચારો પર ચર્ચા કરશો, પણ ચાર કે પાંચ વિચારો અચાનક જ તમારી સમજણમાં બેસી જશે અને અડગ સમજણ બની જશે ! તમે તે અંગે સવાલ પૂછવાનું ભૂલી જાવ તો પણ. સત્સંગનો હેતુ તમારા આધ્યાત્મિક જ્ઞાનને આત્મસંશય, આત્મ-ઘૃણા, આત્મનિગ્રહથી પર દરરોજ ઉચ્ચ અને વધારે ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે.
Content: ઉપનિષદોનો મુખ્ય વિષય તમને જ્ઞાન – પવિત્ર સમજણ, ભક્તિ , પવિત્ર ભાવનાઓ, સંવેદન શક્તિ, વિજ્ઞાન , પવિત્ર વૈશ્વિક જ્ઞાન આપીને અદ્ભુત જીવવા માટે તૈયાર કરવાનો છે.
Content: સત્યો, પવિત્ર ભાવનાઓ, પવિત્ર વૈશ્વિક જ્ઞાન, આ જ્ઞાનને તમારી જાતમાં એકત્ર કરવું તે અદ્ભુત જીવન છે.
Page 68
Content: પ્રકરણ ૬
Content: ઉપનિષદો તમારામાં રહેલ મહાદેવ તત્વની સ્મૃતિ અપાવે છે
Content: તમારામાં રહેલુ મહાદેવ તત્વ જે તમારી તમામ ઇચ્છાઓ પુરી કરે છે, જે તમારી બાબતમાં એટલી બધી 'ભલી લાગણી' આપે છે, તે તમારુ સાચુ સ્વરુપ છે. કોઈ તેને કાપી શકે નહી, કોઈ તેને બાળી શકે નહી કે કોઈ તમારામાંથી તેને લઈ જઈ શકે નહી!
Page 69
Content: ઉપનિષદોમાં કશુ જ વધારાનું કહેવાયુ નથી. કોઈ સુધારો કરવો કે ટીકા કરવી શક્ય નથી. તે એકદમ નિશ્ચિત અને પરિપૂર્ણ છે! કશું જ વધારાનું તેમાં ઉમેરિ શકાય નહી. હા, તમે કવચિત્ત કોઈ વસ્તુ પર ભાર દઈને તેને ધ્યાન પર લાવી શકો અને તેનું પુનરાવર્તન કરી શકો. પાવન જ્ઞાન, પવિત્ર સમજણા, જીવનમાં તમારી ઉચ્ચ સંભાવનાઓને આંબવા માટે, તમારે શ્રેષ્ઠ હોવું ઘટે. જયારે તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિને તમે જુઓ છો, તમને કેવી લાગણી થશે; જયારે તમે એક કુતરાને તમારી બાજુમાં બેઠેલો જુઓ તો તમને કેવી લાગણી થશે; તમે તમારી બાજુમાં આવેલ એક છોડને જુઓ અને તમને કેવી લાગણી થશે, તેનો આધાર એના પર છે કે એ તમને કેવો પ્રતિભાવ આપે છે, જો તમે એમ વિચારશો કે તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ જીવિત છે, તો તમે તેની સાથે પ્રેમથી વર્તશો કે પછી સંકોચાશો, તમે કોઈક રીતે પ્રતિક્રિયા આપશો. જો તમે કુતરાને તમારી બાજુમાં બેઠેલો જુઓ, તો તમે અમુક રીતે વર્તશો. પણ, જો તમે તેવી જ પ્રતિક્રિયા એક છોડ પ્રત્યે નહી દર્શાવો તો તેનો અર્થ એ કે તમે તેને જીવિત, સજીવ નથી માનતા. આ તર્કને તમે સાંભળો: તમે ઉપસંहार સમજી જશો. છોડ એટલો વધારે સજીવ નથી એવું આપણે શા માટે માનીએ છીએ, વ્યક્તિ વધારે જીવંત છે, કુતરો થોડો ઓછો જીવિત છે? કેમ? કારણ કે આપણી પાસે અધૂરે જ્ઞાન છે - કાર્ય જીવનનો નિર્ણય કરે છે. અજિતત્વ જીવનને નક્કી કરે છે, કર્મ જીવનનો નિર્ણય નથી કરતું.
Content: અજિતત્વ જીવનને નક્કી કરે છે, કર્મ જીવનનો નિર્ણય નથી કરતું.
Page 70
Content: કેમ કે માનવી કુતરા કરતાં વધારે કર્મ કરી શકે છે, કુતરો છોડવા કરતાં વધુ કામ કરી શકે છે, તમે તેમના જીવનના અસ્તિત્વને પણ કર્મોના આધારે મૂલવવા લાગો છો. આ એક પાયાની ગેરસમજ છે. આવી કેટલીક પ્રાથમિક ગેરસમજણો માત્ર ઉપનિષદોથી સુધારી શકાય, માત્ર અને માત્ર ઉપનિષદોથી! કારણ કે ઉપનિષદીય મહાત્માઓ તે પ્રકારનો આંતરિક અવકાશ ધરાવતા હતા.
Content: જયારે કુતરો તમારી બાજુમાં બેઠો હોય, અને તેને તમે ક્ષુદ્ર જીવ માનો તો તમે કોઈ પ્રતિક્રિયા નહીં આપો અને કુતરો પણ કોઈ પ્રતિભાવ નહીં આપે. જો તમે તેના અસ્તિત્વનો પણ સ્વીકાર કરો તો તે તેની જાતને ચાહે છે અને તમને પ્રેમ કરશે.
Content: જે કોઈ તમને તમારી જાતને પ્રેમ કરતા કરી દે છે તે વ્યક્તિને તમે પ્રેમ કરશો. તે જીવનનો નિયમ છે. તમારો અભિગમ જુદો હોઈ શકે: આદરપૂર્ણ, ક્યારેય પૂજનીય, ક્યારેક ભયનો, પણ જે કોઈ તમને તમારી જાતને પ્રેમ કરતા કરી દે છે, તમે તે વ્યક્તિને પ્રેમ કરશો. મારે સમગ્ર કાર્ય લોકોને તેમની જાતને સાચી રીતે પ્રેમ કરતા કરવાનું છે. હું તમારા અસ્તિત્વને જીવન તરીકે સતત આદર આપું છું. જે રીતે હું તમારા અસ્તિત્વને પ્રતિભાવ આપું છું, તે જ રીતે, હું છોડના અસ્તિત્વને પણ પ્રતિભાવ આપું છું. છોડવાઓને તેમના ભાગ તરીકે જો તેઓ નથી તેવી કોઈ બાબતે શોષણવૃત્તિ નથી હોતી. પણ માનવો તેમના ભાગ તરીકે જે તેઓ નથી તેવું કઈક આત્મસાત કરે છે. તેથી, જે ક્ષણે હું તે ભાગને અલગ કરીને દર્શાવું - તમે શું છો - તમે તમારી જાતના પ્રેમમાં પડી જશો !
Page 71
Content: તમારામાં રહેલુ મહાદેવ તત્વ જે તમારી તમામ ઈચ્છાઓ પુરી કરે છે, જે તમારી બાબતમાં એટલી બધી 'ભલી લાગણી' આપે છે, તે તમારુ સાચુ સ્વરુપ છે. તમારા બધામાં તમારુ મહાદેવ તત્વ આવેલું છે જે તમે તમારી બાબતમાં ખુબ જ સાચુ વિચારવા પ્રેરે છે. ક્યારેક લોકો કહે છે કે તેઓએ ક્યારેય તે તત્વને પોતાનામાં જોયુ નથી કે તે તત્વ તેમનામાં નથી, અથવા તે તેઓ અહી નીચે આવ્યા પછી કોઇએ તે ચોરી લીધું. સાંભળો. કોઇ તેને કાપી શકે નહી, કોઇ તેને બાળી શકે નહી કે કોઇ તમારામાંથી તેને લઇ જઇ શકે નહી! આપણા બધા પાસે મહાદેવ તત્વ આપણામાં છે. તમે ગમે તેટલો ઇનકાર કરો, તમે તેની ઝલક પામો છો, તમે તેનો અનુભવ કરો છો. જે ક્ષણે હું તમને પ્રબુદ્ધ વ્યક્તિ તરીકે આદર આપુ છું, મહાદેવનાં સ્વરેપે, શિવ ગણ તરીકે, તમે પોતે પણ તમારી જાતનો આદર કરવા માંડો છો.
Content: જયારે તમે જાણી જાઓ કે મહાદેવ તત્વ હૃદય પણ તમારામાં સક્રિય છે, જીવંત છે, તે મૃત્યુ નથી પામ્યું, તમે તમારી જાતને પ્રેમ કર્યો લાગશો !
Content: તમારી જાતનાં પ્રેમમાં પડવું એ જ નિત્યોત્સાહ, નિત્યોત્સવ અનંત ઉત્સાહમાં રહેવાની એકમાત્ર રીત છે. બીજું કઇ પણ તમને અનંત ઉત્સાહ આપી નથી શકતું. તમારા મહાદેવ તત્વનાં પ્રેમમાં પડો કે જે અનંત ઉત્સાહ, પ્રેરણા, નિત્યોત્સાહ, નિત્યોત્સવ છે. તે વ્યક્તિ જેણે પોતાની જાત બાબતનાં અનંત ઉત્સાહને સ્પર્શ્યો છે, તે જ તાર્કિક સહનશક્તિ થી પર હશે. અતાર્કિક સહનશક્તિ, તર્કથી પર સહનશક્તિ તમારામાં આવશે, જયારે તમે તમારા મહાદેવ તત્વને સમજશો, તમારા ભગવાન–પક્ષને સમજશો કારણ કે તમે તે અસ્તિતત્વનાં પ્રેમમાં પડી જશો. તમે તે અસ્તિતત્વની સમાધિમાં પડી જશો.
Page 72
Content: તમારા મહાદેવ તત્વનાં પ્રેમમાં હોવું તે ભક્તિ છે. તે જ ભક્તિ છે.
Content: જયારે પણ તમે સુખે થઈ જાઓ, તે તત્વને ફરી�ી પકડો. તે તમને અદ્ભૂત સહિષ્ણુતા આપશે જે કોઈપણ તર્કથી પર છે. તે માણસ જેણે તર્કથી પર સહનશક્તિ પ્રાપ્ત કરી લીધી છે તે કદી અસ્વસ્થ થઈ શકે નહી કે નાશ પામી શકે નહી. આ જીવનનો નિયમ છે. કારણ કે જયારે તમે તમારા મહાદેવતત્વને જાણવા લાગો છો, ત્યારે તમે તમારા અસ્તિત્વના પ્રેમમાં હોવ છો. તમે તમારી સંભાવનાઓના પ્રેમમાં હોવ છો. તે કોઈ ભ્રમ કે આભાસ નથી. તે તમારામાંના દરેકની સંભાવના છે.
Content: કોઈ તમારી ચેતના લઈ જઈ શકે નહી. કોઈ તમારા પ્રબુદ્ધતાને લઈ જઈ શકે નહી. કોઈ તમારી સમજણ ને લઈ જઈ શકે નહી - તમે મહાદેવ છો.
Content: જયારે પણ તમને થાક કે કંટાળો આવે, યાદ રાખો, "હું મહાદેવ છું અને મહાદેવના અનુભવ સુધી પહોચવામાં મને મદદ કરવા અને યાદ કરાવવા માટે મારી પાસે મારા માસ્ટર તરીકે મહાદેવ છે " સમજો, તમારી વિચારવાની કે કાર્ય કરવાની અસમર્થતા કયારે પણ તમારા મહાદેવ તરીકેના અસ્તિતત્વને તમારાથી દૂર લઈ જઈ શકે નહી.
Page 73
Content: તમારે કાર્ય તમારા મહાદેવપણાને, શિવપણાને, તમારા મહાદેવ તત્વ ને સ્પર્શતુ નથી. કેટલાક તેમની બુદ્ધિ દ્વારા તેને વ્યક્ત કરે છે, કેટલાક તેને પોતાના શરીર દ્વારા વ્યક્ત કરે છે અને કેટલાક કશુ કર્યા વગર ગુંચવણો ઉભી કરીને કરે છે, તમે માની લીધેલુ આ સૌથી મોટુ અસત્ય છે ! સમજો, નિશ્ચિતતા તમારા શિવપણાને દુર લઈ જતુ નથી. દાખલા તરીકે, જો તમે કંઈ ન કરો, તો ચિંતા ન કરો કે તમારે શિવપણું દુર થઈ જશે. પણ તે તમને તમારા શિવપણાનો અનુભવ નહી કરાવે, અને તેનો વિકાસ નહી કરે, તેને પ્રકાશિત નહી કરે. તમે નિશ્ચય હો તો, તમે ગુંચવાડો ઉભો કરો છો.
Content: જયારે હું એમ કહુંં કે, તમારામાં મહાદેવ તત્વ છે કે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, હંમેશા આનંદિત સર્વોચ્ચ સંભાવના તે તમારે અસ્તિત્વ છે , તે તમારી સંભાવના છે , તે તમે છો.
Content: તેને જીવવાનું શરે કરો, તમારા તે તત્વ કે જે તમે છો તેને પ્રેમ કરવાનું શરે કરો. આ તત્વને તમારા કાર્યક્ષેત્રમાં, તમારા વ્યવસાયમાં, તમારા પરીવારમાં, તમારા સંબંધોમાં, તમારા જીવનમાં અભિવ્યક્ત કરવાનું શરે કરો. નક્કી કરો, મહાદેવ દરેક પરિસ્થિતિ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપશે. “જો મહાદેવ આ પરિસ્થિતિમાં હોય, તો તે કઈ રીતે વર્તશે ? ચાલો હું તે પ્રમાણે જીવન જીવું.” આ ધર્મ છે. તમારી તમામ સંભાવનાઓ સાથે તમે પ્રસન્નતાપૂર્વક જીવો.
Content: જો મહાદેવ તત્વ તમારામાં ન હોય તો તમે શ્વાસ પણ ન લઈ શકો. શ્વાસોચ્છવાસ માટે તમારે જેટલી ક્રિયાઓ કરવી પડે છે તે તમારી બધી કલ્પિત અને અકલ્પિત યોજનાઓને પુરી કરવા માટે કરવા પડતા પ્રયત્નો કરતા દસ હજાર ગણી ઓછી છે. તમારી કેટલી ચેતના, કેટલા અસ્તિત્ત્વની શ્વાસોશ્વાસ માટે જરૂર પડે તેના કરતા દસ હજારમાં ભાગના પ્રયત્નો અને ચેતનાની જરૂર જીવનમાં તમારી તમામ કહેવાતી યોજનાઓને પુરી કરવા માટે પડે.
Page 74
Content: જો તમે અશિતત્વમાં હો તો તમાર જીવન પ્રમાણમાં ઘણું સરળ છે, બધુ જ શક્ય છે ! તમામ શક્યતાઓને તમારામાં પ્રકાશિત કરવા માટે, તમારે જુદી જુદી પદ્ધતિ કે રીતની જરેર નથી. માત્ર જે કાંઇ તમે માનો છો તે તમારા માટે શક્ય નથી, તમારે તે ખોટી માન્યતાઓને કાઢી નાખવી પડશે. જે કાંઇ તમે તમારા માટે શકય ન હોવાનું માનવાનું શરુ કરેલ છે, તે તમે કરી શકશો નહી; તે ઠીક છે. પણ ઘણી બધી વસ્તુઓ માટે, તમે તે શક્ય નથી એવો નિર્ણય કર્યો નથી કે તેવું માનતા નથી -તે વસ્તુઓ તમારા માટે શકય છે ! માત્ર તે વસ્તુઓને યાદ રાખવાથી, તે તમારામાં ખુલવા માંડશે. જો તમે શક્યતાઓને ખોલવા માંડશો તો તેઓ અચાનક તમારા માટે હાજર હશે. ઘણી બધી વસ્તુઓ માટે તમે તમારી જાત પર દ્વાર બંધ નથી કર્યુ, તે તમારા માટે હાજર છે અને ખુલ્લી છે.
Content: તમારી તમામ ક્ષમતાઓ બાબતે તમારી જાતને યાદ કરાવવું તે અદ્ભૈત જીવવું છે. અને, તે માત્ર ઉપનિષદોથી જ શક્ય बने.
Page 76
Content: પ્રકરણ ૧૦
Content: વિશ્વ તરીકે જીવવા માટે વૈશ્વિક જ્ઞાન
Content: ઉપનિષદો એ સૃષ્ટિને સૃષ્ટિમાંથી અપાયેલા, માનવજાતને વિશ્વમાંથી અપાયેલા સૌ પ્રથમ, સર્વોત્તમ અને અંતિમ શબ્દો છે.
Page 77
Content: ઉપનિષદો એ સૃષ્ટિને સૃષ્ટિમાંથી અપાયેલા, માનવજાતને વિશ્વમાંથી અપાયેલા સૌ પ્રથમ, સર્વોત્તમ અને અંતિમ શબ્દો છે.
Content: ઉપનિષદો એ વિજ્ઞાન જેવા નથી, જેનો રોજેરોજ વિકાસ થતો હોય. દાખલા તરીકે, આજે વૈજ્ઞાનિક અમુક વસ્તુ સત્ય તરીકે જાહેર કરે અને બધા જ લોકો તેને સત્ય માનવા સંમત થાય. લોકો તેમના જીવનનાં નિર્ણયો અને તે જાહેર થયેલ સત્યના આધાર પર દરેક બાબતે સુમેળ કરશે. દસ વર્ષ પછી, કોઈ બીજો વૈજ્ઞાનિક આવશે અને એવું સાબિત કરશે કે તે આજે જાહેર થયેલ સત્ય ખોટું છે અને કંઈક બીજી જ વસ્તુ સત્ય તરીકે જાહેર કરશે. ત્યારે, લોકો તેમનાં જીવનમાં તે રીતે સુમેળ કરશે. અને ફરી પાંચ વર્ષ પછી, કોઈ બીજો આવશે અને તેને ખોટું જાહેર કરશે અને કોઈ નવી જ વસ્તુ સત્ય તરીકે જાહેર કરશે.
Content: સમજો, જો સત્ય કાળે બદલાઈ જવાનું હોય તો તે આજે પણ સત્ય નથી. ઉપનિષદો વિજ્ઞાન જેવા નથી કે જે બદલાતા રહે અને વિકાસ પામતા રહે.
Content: વિજ્ઞાન એક એવા વૈજ્ઞાનિક જેવું છે જે ધનધોર જંગલમાં ફાનસ લઈને ફરે છે અને જગતને જંગલ અંગે સત્યો જણાવે 'અહીં દશ વૃક્ષો, બે સાપ, અને .... અંધારે છે.' જયારે તે જંગલમાં આગળ ચાલે પછી 'ના. જંગલ માત્ર દશ વૃક્ષો, બે સાપ નથી, તે તો પચીસ વૃક્ષોથી વધારે અને બે હાથીઓ છે '. જયારે તે જંગલમાં વધારે ને વધારે ઉંડો જાય એટલે કહે છે 'ના, માત્ર પચીસ વૃક્ષો પણ નથી. કોઈપણ દિશામાં હું ફાનસને ફેરવું છું ત્યાં ચારે તરફ વૃક્ષો, વૃક્ષો જ છે અને જુદા જુદા પ્રકારનાં પ્રાણીઓ છે ! વિજ્ઞાન આના જેવું છે.
Page 78
Content: પણ ઉપનિષદો તે ऋષિઓ છે જે બેસે છે અને વિજળીનાં ઝબકારામાં સમગ્ર જંગલને જુએ છે અને તેનું વર્ણન કરે છે. આ બન્ને વચ્ચેનો તફાવત સમજો. ફાનસથી જોયેલા વર્ણનો હંમેશા બદલાશે.
Content: પણ ઉચ્ચી ટેકરી પર બેઠેલા ऋષિઓએ વિજળીના એક જ ચમકારામાં જોયેલા અને લખેલા છે, તે ઉપનિષદો છે !
Content: ઉપનિષદો સૌથી પહેલા અને સર્વોચ્ચમ અને સત્ય વિશેના અંતિમ શબ્દો છે ! હૃદયથી સૌથી નજીક હોય તે રીતે તમામ સત્યો જાહેર કરતા (ઉપનિષદો જેવું) બીજું કશું નથી. જીવન જીવવાની આટલી સુંદર રીત. સાવ સરળ !
Content: તમારી સમજણ ને સાફ કરો અને તેને તૈયાર રાખો ! ભગવદ ગીતાને ઉપનિષદ જેવી ગણવામાં આવે છે, ઉપનિષદ નહિં ! અવતારોનાં શબ્દો પણ હિન્દુ પરંપરામાં ઉપનિષદોની કક્ષા જેટલા નથી રાખવામાં આવ્યા.
Content: શ્રુતિ સંભળાયેલ! ઉપનિષદો કોઈ ऋષિઓ દ્વારા કહેવામાં આવ્યા નથી, ऋષિઓ દ્વારા સાંભળવામાં (શ્રુતિ) આવ્યા છે. તે બ્રહ્મ છે જે પોતાના વિષે જ ગાય છે !
Page 79
Content: ઉપનિષદ તે પ્રત્યક્ષ રીતે સૃષ્ટિ છે જે પોતાની જાત વિષે વૈશ્વિક રીતે સૃષ્ટિને જાહેર કરે છે.
Content: જીવન વિષેની તમારી જૂની સમજણો ને ચોખ્ખી કરી નાખો. ઈશ્વર વિષેની તમારી જૂની સમજણો સાફ કરી નાખો. તમારી જાત, જગત વિષેની તમારી જૂની સમજણોને પડતી મુકો. તમારી તમામ જૂની સમજણો ને છોડી દો અને બ્રહ્માંડમાંથી મૂળ વૈશ્વિક જ્ઞાન પ્રાપ્ત કરવા સ્વસ્થ થાવ, બ્રહ્માંડ જે રીતે તમને જીવાડવા ઇચ્છે છે એવો જીવન જીવો અને આયોજન કરો.
Content: ઉપનિષદો અત્યંત રસાળ અને મજેદાર છે. તે સુખ્ખ પસ્તકો નથી. તેઓ કેવી અદભૂત સમજ આપે છે ! તેમાં ખૂબ જ રસ રહેલો છે. તેમાં અત્યંત સંદરતા સમાયેલી છે. તેમાં ખૂબ જ આનંદ સમાયેલો છે. તેઓ જીવનથી ભર્યાભર્યા છે.
Content: પ્રત્યેક ઉપનિષદીય મંત્ર તમારા માટે વિશ્વની રીતે જીવવા માટેની વૈશ્વિક સમજ છે. તમારો તમારી સાથનો સંબંધ, તમારો ઈશ્વર સાથનો સંબંધ, તમારો જીવન સાથનો સંબંધ, તમારો તમામ વસ્તુઓ સાથનો સંબંધ – આ ઉપનિષદીય મંત્રોથી વ્યાખ્યાયિત, ફરી ફરીને વ્યાખ્યાયિત કરી શકાય છે. આ છે ઉપનિષદીય મંત્રો !
Page 80
Content: ઉપનિષદીય મંત્રો તમારા દ્વારા આ પૃથ્વી પર સાંભળવામાં આવતા અવાજો કરતા અનેક ગણા શકિતશાળી છે. તમે એટલા શકિતશાળી આંદોલનોમાં આટલા શકિતશાળી સત્યો પ્રાપ્ત કરવાના છો.
Content: તમારી જાતને તૈયાર કરો, તમારી જાત વિશેની તમારી જુની સમજણો ચોખ્ખી કરી નાખો, તેઓની સાથે પૂર્ણત્વ કરો કારણકે તમે પૂર્ણત્વ સાથે પૂર્ણતા કરવા જઈ રહયા છો અને સંપૂર્ણ પૂર્ણત્વના અવકાશમાં પ્રવેશો છો. જે ઉપનિષદોએ વિશ્વની અવસ્થા તરીકે, સૃષ્ટિની અવસ્થા તરીકે વર્ણવી છે.વૈશ્વિક સમજણ માટે તેયાર રહો કારણ કે ઉપનિષદોનો દરેક શ્લોક જીવન-હકારાત્મક છે.
Content: દાખલા તરીકે, ઉપનિષદનો બીજો શ્લોક કહે છે કે “સેંકડો વર્ષ જીવવા માટેનો નિર્ણય કરો, આવી સ્વતંત્ર રીતે જીવવા માટે”
Content: કેવું જીવન-હકારાત્મક વિજ્ઞાન ! તે જીવન-નકારાત્મક નથી. અને, જે કોઈ આ મંત્રો સાંભળે છે, તેમના ડી.એન.એ., સેકડો વર્ષ સુધી જીવવાનો નિર્ણય કરશે; નિર્ણય કરવાનો સમર્થન મેળવશે અને તે માટે તૈયાર કરવામાં આવશે. માત્ર આ વૈશ્વિક સમજણો આપીને જ નહીં, પણ તેમને તમારો અંતરભાગ જ- તમારા ડી.એન.એ., તમારી જૈવિક-સ્મૃતિ, તમારી સ્નાયુ-સ્મૃતિ બનાવે છે! એ તમારી જૈવિક સ્મૃતિ છે જેને ઉપનિષદો તરીકે તૈયાર કરવામાં આવે છે. તમારા ડી.એન.એ., તમારી સ્નાયુ-સ્મૃતિ અને જૈવિક સ્મૃતિને ઓળખવામાં આવ્યા છે અને તેને ઉપનિષદોમાં ફરી ગોઠવવામાં આવે છે.
Page 81
Content: દરેક દરેક મંત્ર (શ્લોક) સાંભળવો જોઈએ, ચાહવો જોઈએ, વાગોળવો જોઈએ, પચાવવો જોઈએ, જીવવો જોઈએ, પ્રકાશિત કરવો જોઈએ અને સમૃદ્ધ કરવો જોઈએ ! તૈયાર થાવ, તમામ જુની સમજણો ત્યાગીને આ નવી સમજ જીવવા માટે.
Content: તમારી આ જુની સમજણોને દૂર કરીને આ નવી वैश્વિક સમજણો કે જેને ઉપનિષદો કહેવામાં આવે છે, તેમને ર્મૃતિમાં સંઘરવા, તમારા ડી.એન.એ., તમારા અંતર્ભાગમાં સંઘરવાની ક્રિયાને वैश्विक સમજ કહે છે.
Content: સંપૂર્ણ હિન્દુવાદ માટે, વૈદિક પરંપરા, ઉપનિષદો જ પુસ્તકો છે . ऋषિઓએ સૃષ્ટિને જે મુખ્ય સારરુપ સંદેશ આપ્યો તે.
Content: ધम्म, જગતમાં આ वैश्विक સમજણનો ફેલાવો કરવો તે જગતની આપણે કરી શકીએ તેવી સૌથી શ્રેષ્ઠ સેવા છે. એક વાર આ (ઉપનિષદો) અપાઈ જાય, પછી આ પુસ્તક સંપૂર્ણ વૈદિક પરંપરા માટે મુખ્ય પુસ્તક બની જશે. સાવ નમ્રભાવે, એક સૌથી મહાન આધ્યાત્મિક ઘટના (ઉપનિષદોનાં પ્રાગટ્ય) ઉપનિષદોનાં આકાશિક પ્રમાણ (Akashika Record) દ્વારા આ વિશ્વમાં બની રહી છે.
Content: હું કોઈ ટીકા કરવાનો નથી, માત્ર ઉપનિષદ કાળનાં ऋषિઓએ જે સંદર્ભથી સમજાવ્યુ છે, અને પુસ્તકો-પૂર્વ (pre-text) અને પુસ્તકો-પશ્ચાત (post-text), તે સમજાવવાનો છું, અને તેનું પુનરાવર્તન કરવાનો છું.
Page 82
Content: ઉપનિષદોનો આનંદ માણવા માટે, ઉપનિષદોને અનુભવવા માટે, ઉપનિષદોને પ્રકાશમય કરવા માટે તૈયાર થઈ જાવ. મહાદેવના અવકાશમાંથી સીધા જ ઉપનિષદો પ્રાપ્ત કરીને આપ સૌ શિવગણ બની જાઓ, અને તે જીવો, જીવો અને જીવો !
Content: તમારી તમામ જૂની સમજણો સાથે પૂર્ણત્વ કરો, વૈશ્વિક સમજણને તમારી પોતાની સમજણ રીતે પ્રાપ્ત કરવા તૈયાર થઈ જાઓ.
Page 84
Content: ચાલો ઉપનિષદકાળના ઋષિઓને આપણા દ્વારા પ્રકાશિત કરીએ અને સમગ્ર વિશ્વ સાથે એમણે જે વહેંચ્યુ,
Content: તે પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ માંગીએ.
Content: ચાલો આપણે મહાદેવ, કે જેઓ આદિ ઋષિ, આદિ ગુરુ છે અને જેમણે આ ઉપનિષદો સપ્તર્ષિઓ
Content: (સાત પરીપૂર્ણ ઋષિઓ)
Content: અને સનત, સનતકુમાર, સનાતન, સનકાદિ ઋષિઓ (સદા યુવાન ચાર ઋષિઓ)
Content: ને આ પરમ સત્યો આપવા માટે પસંદ કર્યા,
Content: એ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે આપણા
Page 85
Content: પરમપૂજય પરમહંસ નિત્યાનંદ વિશે
Content: પરમપૂજય પરમહંસ નિત્યાનંદ, દુનિયાભરના લાખો લોકો દ્વારા અતિમાનસ ચૈતન્યના એક જીવંત અવતાર તરીકે સન્માનિત થયા છે અને આજે સનાતન હિંદુધર્મના એક સ્પષ્ટ, તર્કસંગત અને અરાજકીય અભિપ્રાય તરીકે ઓળખાય છે.તેઓ હિંદુત્વના સૌથી પ્રાચીન માળખાના -મહાનિર્વાણી પીઠના મહામંડલેશ્વર, (આધ્યાત્મિક અધ્યક્ષ) છે. ૨૦ થી વધારે ભાષાઓમાં પ્રકાશિત ૩૦૦ થી વધારે પુસ્તકોના રચયિતા અને ૧૭ લાખથી વધારે અભિપ્રાય ધરાવતા યુ-ટ્યુબ પર સૌથી વધુ જોવાતા આધ્યાત્મિક માર્ગદર્શક છે.
Content: તેમના ભાષણો નિત્યાનંદ ટી.વી. પર તેમજ દ્વીમાર્ગીય વીડીઓ-કોન્ફરન્સ અને દૂરદર્શનની આંતરરાષ્ટ્રીય વિવિધ ચેનલો દ્વારા દરરોજ જોવાય છે. પરમહંસ નિત્યાનંદને, કુંડલિનીની જાગૃત અને ચૈતન્યના ક્ષેત્રમાં આજે દુનિયાભરમાં, સર્વોપરી વિશેષણ માનવામાં આવે છે, જેમણે આહારથી પરે અનુસંધાન કરવું. વૃદ્ધાવસ્થા અટકાવવી, ભૌતિક રૂપાંતરણ (Materialization), દૂરસંવેદના (Teleportation), હવામાં તરવું (Levitation) અને આધ્યાત્મિક ઉપચારવિધિ (Healing) જેવા યોગિક અભ્યાસોને સફળતાપૂર્વક રહસ્યમુક્ત કર્યા છે.
Page 86
Content: સંચાલનથી ધ્યાનાવસ્થા, સંબંધોથી કર્મ, સફળતાથી આધ્યાત્મિકતા દરેક બાબતે પ્રબુદ્ધ દષ્ટિ ધરાવતાં, એક આધ્યાત્મિક પ્રતિભાસંપન્ન પરમહંસ નિત્યાનંદ વ્યાવહારિક વિદ્ધત - સંપન્નતા અને હંમેશાને માટે આંતરિક બદલાવની પ્રક્રિયા આપણે આપે છે. વ્યક્તિગત પરિવર્તનનાં કાર્યક્રમો અને અભ્યાસક્રમો, પ્રકાશનો, આધ્યાત્મિક ઉપચારવિધિ અને લોકોપકારક સેવાઓ દ્વારા સમૃદ્ધ કરતી દુનિયાભરની કેટલીક બિન-નફાકારક સંસ્થાઓના આધ્યાત્મિક અધ્યક્ષ છે.
Content: એક વૈશ્વિક લોકોપકારક તરીકે પરમહંસ નિત્યાનંદ વ્યક્તિના પરિવર્તન દ્વારા વૈશ્વિક શાંતિને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે. તેમના આધ્યાત્મિક મિશનમાં જગતભરના આશ્રમો અને કેન્દ્રો, જે આધ્યાત્મિક પ્રયોગશાળાઓ તરીકે સેવા આપે છે, જ્યાં આંતરિક વિકાસ ગહન છે અને બાહ્ય વિકાસ એ સહજ પરિણામ છે - નો સમાવેશ થાય છે.
Content: દુનિયાભરમાં ધ્યાનાવસ્થા અને વ્યસનમુક્તિ માટેની શિબિરોનું આયોજન, ગ્રામ્યવિસ્તારમાં બાળકોને આશ્રય અને જરૂરિયાતમંદ લોકોને કુત્રિમઅંગનું દાન અને મફત દવાઓ માટેની શિબિોરો, જેલવાસીઓ માટે ધ્યાનાવસ્થાની શિબિર, પુરગ્રસ્ત વિસ્તારમાં બચાવકાર્ય અને ભૂકંપથી બચવા માટેની વ્યવસ્થા - આ બધાનો સેવા-પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે.
Page 87
Content: પરમહંસ નિત્યાનંદ, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા માટે ગંભીરતાપૂર્વક વચનબદ્ધ પણ છે. એક પ્રબુદ્ધ રહસ્યવાદી, આધ્યાત્મિક ક્રાંતિકારી, શિક્ષિતયોગી, શક્તિશાળી (ઉપચારક (Healer) અને સિદ્ધપુરુષ તરીકે પરમહંસ નિત્યાનંદ દુનિયાભરમાં લાખો લોકો માટે એક પ્રેરક વ્યક્તિત્વ છે.
Content: તેમની પ્રમાણભૂતતા, ગહન અનુભૂતિ તેમજ વ્યવહારિક અને આનંદદાયક- બંને રીતે આધ્યાત્મિક બનવાની તેમની અતુલ્ય ભેટ- તેમના ઉપદેશોને ચોતરફ પહોંચવાની અનુમતિ આપે છે. ઉદાસીનતાથી કેન્સર સુધીની બિમારી ધરાવતા હજારો લોકોને ઘણી વખત એક સ્પર્શમાત્રથી જ ઉપચાર આપેલી છે.
Content: દર વર્ષે દુનિયાભરમાં દસ લાખથી વધારે લોકો સાથે આદાન-પ્રદાન કરતાં અને કામ કરતાં પરમહંસ નિત્યાનંદ અને તેમનું મિશન મનુષ્યને આધ્યાત્મિક ઉચ્ય જીવનયાત્રામાં - અતિમાનસ ચૈતન્યમાં - ડગ માંડવા માટે મદદ કરવા પ્રતિજ્ઞાબદ્ધ છે.
Page 88
Content: NITHYANANDA UNIVERSITY PRESS
Content: Over 2000 free talks on www.youtube.com/lifeblissfoundation crossing 16 million views. Visit: www.Nithyananda.org
Content: Live online morning satsangh by Paramahamsa Nithyananda via live streaming at www.Nithyananda.tv and video conferencing, viewed in thousands of places in over 40 countries every day.
Content: Over 250 e-books available for free online reading: http://lifeblissprograms.org/books
Content: Over 300 books of Paramahamsa Nithyananda's teachings published in 27 languages. [email Nithyananda University Press: [email protected]]
Content: 80